________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ વળી, અન્ય કોઈ દૃઢ દૃષ્ટિરાગથી વિલુપ્ત બુદ્ધિવાળા ‘સર્વ પ્રવાદમૂલ’ એ પ્રકારની ઉપદેશપદની ગાથાનો અર્થ જે પ્રકારે ટીકાકાર કરે છે તેમાં અનુપપત્તિનું ઉદ્ભાવન કરે છે. તેઓ કહે છે કે પાતંજલાદિગત અકરણનિયમાદિનાં વાક્યો જિનવચનમૂલક નથી, પરંતુ મિથ્યાદર્શનનાં વચન હોવાથી તે વચનાનુસાર અકરણનિયમમાં યત્ન કરનારા જીવોને દેશારાધક સ્વીકારી શકાય નહિ. પોતાના કથનને સ્પષ્ટ ક૨વા અર્થે તેઓ કહે છે કે સર્વપ્રવાદોનું મૂલ દ્વાદશાંગ છે તે કથનમાં પ્રવાદો નયવિશેષ છે. ‘સર્વ પ્રવાદો’ કહેવાથી સર્વ નયોનું ગ્રહણ થાય અને તે નયવિશેષ શુભાશુભ બંને ગ્રહણ થાય. તેમાં જીવરક્ષાદિ અભિપ્રાયથી ઘટિત જે પ્રવાદો છે તે શુભ છે અને તેનાથી વિપરીત જે જીવરક્ષાદિ અભિપ્રાયથી ઘટિત નથી તે અશુભ છે. તેનું મૂળ=શુભાશુભ સર્વપ્રવાદોનું મૂળ, ભગવાનની દ્વાદશાંગી થઈ શકે નહિ. જો સર્વ પ્રવાદોનું મૂળ દ્વાદશાંગી કહેવામાં આવે તો અશુભ પ્રવાદોને પણ ઉપાદેય સ્વીકારવા પડે માટે સર્વપ્રવાદોનું મૂળ દ્વાદશાંગી કહી શકાય નહિ.
૨૨
વળી પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે તે શુભાશુભ પ્રવાદો પણ સંખ્યાથી જેટલાં વચનોની સંખ્યા છે તેટલા પ્રમાણમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેટલા વચનપ્રયોગો થઈ શકે તે વચનો શુભ કે અશુભ હોય તે સર્વ નયવાદરૂપ છે; કેમ કે શાસ્ત્રમાં કહેવાયું છે કે જેટલા વચનપથો છે તેટલા નયવાદો છે. વળી, તેવા શુભાશુભ પ્રવાદોની પ્રવૃત્તિ અનાદિપ્રવાહપતિત છે. તેથી તે સર્વ પ્રવાદોને જિનવચનમૂલક કહી શકાય નહિ. વળી તે સર્વ પ્રવાદોની અવજ્ઞા કરવાથી જિનની અવજ્ઞા થાય છે એમ જે ઉપદેશપદની ગાથાની ટીકામાં કહેલ છે તેમ સ્વીકા૨વામાં આવે તો “જીવને હણવો જોઈએ” એ પ્રકારના નયવાદના પણ અવજ્ઞાકરણમાં જિનની અવજ્ઞા પ્રાપ્ત થાય. માટે ‘સર્વપ્રવાદમૂલ’ એ વચનનો ટીકાકારશ્રીએ જે અર્થ કર્યો તેના કરતાં અન્યભાવ પૂર્વપક્ષી કલ્પના કરે છે. તે આ પ્રમાણે –
દ્વાદશાંગ એ સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાન છે અને તીર્થંકરના કેવલજ્ઞાનના પ્રકાશભૂત છે. વળી, કેવલજ્ઞાન બધા કેવલીઓનું સમાન હોવા છતાં દરેક કેવલીઓમાં અધિકરણના ભેદથી ભિન્ન છે, પરંતુ સ્વરૂપથી ભિન્ન નથી. તેમ સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગ અધિક૨ણના ભેદથી ભિન્ન હોવા છતાં સ્વરૂપથી ભિન્ન નથી; કેમ કે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનનું સમાન વિષયપણું છે અને સમાન રીતે તીર્થંકર સંબંધીપણું છે. વળી, આ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન દરેક જીવોમાં શક્તિરૂપે વિદ્યમાન છે. પરંતુ ઉદયને આશ્રયીને=ક્ષયોપશમભાવને આશ્રયીને દરેક જીવોને સમાન હોતું નથી. તેથી ઉદયને આશ્રયીને સ્વરૂપથી પણ તે શ્રુતજ્ઞાન દરેક જીવોને ભિન્ન જ છે; કેમ કે પ્રગટરૂપે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં જે ક્ષયોપશમ કારણ છે, તે ક્ષયોપશમ દરેક આત્માને આશ્રયીને ભિન્ન ભિન્ન પ્રકારનો છે. તેથી અન્યદર્શનવાળા જીવોમાં પણ શક્તિરૂપે ઉત્કૃષ્ટ દ્વાદશાંગ વિદ્યમાન હોવા છતાં વર્તમાનમાં ક્ષયોપશમ ભાવરૂપે કંઈક શ્રુતજ્ઞાન પ્રગટ થયેલું છે. તેથી તેતે દર્શનવાળા જીવોમાં જે શક્તિરૂપે ઉત્કૃષ્ટ દ્વાદશાંગ છે, તમૂલક વર્તમાનમાં વિદ્યમાન એવા તે તે નયોના બોધરૂપ દ્વાદશાંગ પ્રગટ થયેલું છે. માટે અન્યદર્શનના જીવોમાં વર્તતું શ્રુતજ્ઞાન પણ પોતપોતાના દ્વાદશાંગમૂલક હોવા છતાં સામાન્ય દ્વાદશાંગમૂલક કહેવાય છે. જેમ જુદા જુદા જળમાંથી ઉત્પન્ન થયેલાં