________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૦૩
કમળોને પણ સામાન્યથી જળમાં થનારાં કહેવાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અન્યદર્શનમાં રહેલા જીવોમાં જે શક્તિરૂપે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગી રહેલી છે તેમાંથી તેઓને વર્તમાનમાં સ્વમતિ અનુસાર શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થયો છે. અને તે દ્વાદશાંગી તીર્થંકરમૂલક નથી. પરંતુ પોતાનામાં વિદ્યમાન ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ શ્રુતજ્ઞાનરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે જો અન્યદર્શનવાળાઓનું શ્રુતજ્ઞાન તીર્થંકરના વચનમૂલક ન હોય તો તે દ્વાદશાંગમૂલક કેમ કહેવાય ? તેથી પૂર્વપક્ષી કહે છે કે સર્વજ્ઞના વચનમાંથી ઉત્પન્ન થયેલી દ્વાદશાંગી સર્વોત્કૃષ્ટ શ્રુતરૂપ છે. અને તે સર્વોત્કૃષ્ટ શ્રુત સર્વ અક્ષરોના સંનિપાતરૂપ છે. અને અન્ય પ્રવાદો પણ અક્ષર દ્વારા જ પોતાના અભિપ્રેત પદાર્થો કહે છે. તેથી તે દર્શનનાં વચનો પણ દ્વાદશાંગીમાં અંતર્ભાવ પામે છે. અને આથી જ દ્વાદશાંગીને રત્નાકર તુલ્ય કહેલ છે. જેમ રત્નાકર અર્થાત્ દરયો રત્નો અને પત્થરોનો આશ્રય છે, તેમ દ્વાદશાંગી પણ અનેક જાતના શુભ-અશુભ નય-વસ્તુઓનો આશ્રય છે; કેમ કે સર્વઅક્ષર સંનિપાતમાં શુભ નયોનો પણ પ્રવેશ થાય અને અશુભ નયોનો પણ પ્રવેશ થાય. વળી, મિથ્યાદૃષ્ટિ જીવોનું જે સત્તામાં રહેલું સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગ છે, તે સ્વરૂપથી જ સર્વનયાત્મક છે; કેમ કે મિથ્યાદ્દષ્ટિ જીવોમાં પણ સર્વનયોનો બોધ કરવાની શક્તિ પ્રગટ થઈ શકે તેવું સત્તારૂપે શ્રુતજ્ઞાન વિદ્યમાન છે. પરંતુ મિથ્યાદૃષ્ટિ જીવોને ફલથી સર્વનયાત્મક બોધ હોતો નથી. આથી જ સર્વશે બતાવેલ સર્વનયાત્મક બોધ સ્વરૂપ શ્રુતજ્ઞાન કોઈ મિથ્યાદૃષ્ટિને પ્રગટ થતું નથી તેથી મિથ્યાદષ્ટિ માત્રના ઉત્કૃષ્ટ ક્ષયોપશમને પણ સર્વાંશક્ષયોપશમરૂપ સમુદ્ર તુલ્ય જિનવચનની અપેક્ષાએ બિંદુકલ્પ હોય છે.
આનાથી એ ફલિત થાય કે અન્યદર્શનવાળા જીવોને બધા નયોનો પરસ્પર સાપેક્ષ બોધ નથી. તેથી તે જીવોને જે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે, તે ક્ષયોપશમ આત્મકલ્યાણનું કારણ બને તેવો નથી. માટે ફલથી તેઓનું શ્રુતજ્ઞાન સર્વજ્ઞના વચનાનુસાર નથી. વળી, જે સમ્યગ્દષ્ટિ એવા કેટલાક સંયતો છે, તેઓને ફલથી પણ દ્વાદશાંગ સર્વનયાત્મક છે; કેમ કે સર્વજ્ઞે જે પ્રમાણે કહેલ છે, તે જ પ્રમાણે સર્વાંશ શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ તેઓને સંભવે છે. આથી જ ગૌતમાદિ મહામુનિઓ સર્વાશ સંનિપાતવાળા પ્રવચનમાં કહેવાયા છે. અને તે સંયત મહાત્માઓને સકલ પણ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનાત્મક જ પરિણમન પામે છે; કેમ કે સંયત એવા મહાત્માઓ સાવદ્ય નય વિષયક અનુજ્ઞાદિ વચનની પ્રવૃત્તિ પણ કરતા નથી. જ્યારે અન્ય પ્રવાદો તો સાવદ્ય વચન કહેનારા પણ છે. માટે સર્વ પ્રવાદમૂલ દ્વાદશાંગનો અર્થ એ જ કરી શકાય કે જેમ ભગવાને દ્વાદશાંગી કહી છે તેમ તે તે દર્શનવાળા જીવોમાં રહેલી પોતપોતાની શક્તિરૂપે રહેલી દ્વાદશાંગી છે. તેમાંથી તેઓના પ્રવાદો ઊઠ્યા છે. અને તે પ્રવાદો અશુભ પણ છે. માટે વીરવચન સંબંધી દ્વાદશાંગીમૂલક સર્વપ્રવાદો છે તેવો અર્થ કરી શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
વળી, પોતાની વાતની પુષ્ટિ ક૨વા માટે પૂર્વપક્ષી કહે છે કે સર્વ પણ શાક્યાદિ પ્રવાદો જૈનાગમ સંબંધી સમુદ્રનાં બિંદુઓ છે એ પ્રકારે જેઓ કહે છે તે વચન ભ્રાન્ત જ છે; કેમ કે પશુઓના હોમને કહેનારા વચનને પણ જૈનાગમમૂલક કહેવાની આપત્તિ આવે. માટે સર્વાંશક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ દ્વાદશાંગીરૂપ