________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૭૭
કે ઘુણાક્ષરન્યાયથી સંવાદમાં પણ=મિથ્યાદૃષ્ટિનું કોઈક વચન યથાર્થ હોવા છતાં પણ, ‘સ-અસદ્નો અવિશેષ હોવાને કારણે યદૈચ્છા ઉપલબ્ધિ છે, ઉન્મત્તની જેમ' એ પ્રમાણે દશવૈકાલિક નિર્યુક્તિની ગાથાનો અર્થ છે.”
એ પ્રમાણે=‘ગ્રંથ'થી જે પૂર્વપક્ષીએ કહ્યું એ પ્રમાણે, જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તેવું કથન બરાબર નથી; કેમ કે અભિતિવિષ્ટ પ્રત્યે અન્યદર્શનના સર્વનું જ=અન્યદર્શનના સર્વ વચનનું જ, લથી અપ્રમાણપણું છે. અને માર્ગાનુસારી પ્રત્યે સુંદર વચનનું જૈનવચનમાં પર્યવસિતપણું હોવાને કારણે અવશિષ્ટ એવા અન્યદર્શનનું=સુંદર વચનથી અવશિષ્ટ એવા અત્યદર્શનના વચનનું, એકાંત મિથ્યાત્વ તાદવ છે.
વળી, કોઈક દૃઢ દૃષ્ટિરાગથી વિલુપ્ત બુદ્ધિવાળો પાતંજલાદિગત અકરણનિયમાદિ વાક્યોને જિનવચન મૂલપણું નહીં માનતો “સર્વપ્રવાદ મૂલં” ઇત્યાદિ ઉપદેશપદની ગાથામાં આ અનુપપત્તિને= અસંગતિને ઉદ્ભાવન કરે છે. અને તે અસંગતિ જ બતાવે છે ‘સર્વ પ્રવાદોનું મૂલ દ્વાદશાંગી છે.' એ પ્રકારના કથનમાં પ્રવાદો નયવાદવિશેષ છે. અને તે સર્વ ગ્રહણથી શુભાશુભ ગ્રાહ્ય થાય છે. ત્યાં=શુભ-અશુભ પ્રવાદરૂપ વયવાદવિશેષમાં, શુભ પ્રવાદો જીવરક્ષાદિ અભિપ્રાયથી ઘટિત છે. અને અશુભ પ્રવાદ તેનાથી વિલક્ષણ છે=જીવરક્ષાદિ અભિપ્રાયથી અઘટિત છે. તેઓનું મૂલ=શુભાશુભ સર્વપ્રવાદોનું મૂલ દ્વાદશાંગ=વીરવચનથી ઉદ્બોધિત સુધર્માસ્વામી સંબંધી દ્વાદશાંગી થાય નહીં. અશુભ પણ પ્રવાદોની પ્રવૃત્તિની જિનવચનમૂલકત્વની પ્રસક્તિ હોવાને કારણે શુભ પ્રવાદોની જેમ ઉપાદેયતા થાય. કૃતિ=એ હેતુથી સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગી ન થાય એમ અન્વય છે. અને તે શુભાશુભરૂપ પણ પ્રવાદો સંખ્યાથી વચનસંખ્યા જેટલા છે=જેટલા વચનપ્રયોગો સંભવી શકે તેટલી સંખ્યાવાળા છે. અને તે કહેવાયું છે=જેટલા વચનમાર્ગો સંભવી શકે તેટલા પ્રવાદો છે. તે કહેવાયું છે *જેટલા વચનપંથો છે, (તેટલા જ નયવાદ હોય છે.)' ઇત્યાદિ. ઇત્યાદિથી જેટલા વચનપંથો છે એ વચનના અવશેષ ભાગનો સંગ્રહ છે. તેઓની પ્રવૃત્તિ=સર્વ પ્રવાદોની પ્રવૃત્તિ, અનાદિ પ્રવાહપતિત કેવી રીતે જિનવચનમૂલક સંભવે ? અર્થાત્ સંભવે નહિ; કેમ કે પ્રત્યક્ષ બાધ છે. વળી, તે સર્વના પણ=પૂર્વમાં વર્ણન કર્યું તે સર્વ પ્રવાદોના પણ, અવજ્ઞાકરણથી જિનની અવજ્ઞા સ્વીકાર કરાયે છતે ‘જીવો હણવા જોઈએ.' ઇત્યાદિ નયપ્રવાદોના પણ અવજ્ઞાકરણમાં તથાત્વની આપત્તિ છે=જિનની અવજ્ઞાની આપત્તિ છે, એથી=‘સર્વપ્રવાદ મૂલ’ એ ઉપદેશપદના વચનનો અર્થ ટીકાકારે કર્યો છે એ પ્રકારે સ્વીકારવામાં જિતની અવજ્ઞાની પ્રાપ્તિ છે એથી, આવા અન્યભાવને=‘સર્વપ્રવાદમૂલ' એ પ્રકારના ઉપદેશપદના અન્ય અર્થને, પૂર્વપક્ષી કલ્પે છે
-
1
– દ્વાદશાંગી સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાન છે. જે શ્રુતજ્ઞાન કેવલજ્ઞાન દિવાકરના=સૂર્યના, પ્રકાશભૂત એવું સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાન કેવલજ્ઞાનની જેમ પ્રતિઆત્મવર્તીપણું હોવાથી અધિકરણના ભેદથી ભિન્ન, પણ સ્વરૂપથી ભિન્ન નથી, પરંતુ કેવલજ્ઞાનની જેમ એક જ છે; કેમ કે તુલ્ય વિષયકપણું છે અર્થાત્ ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વના જ્ઞાનના વિષયનું સમાનપણું છે. અને તુલ્ય સંબંધીપણું છે=તીર્થંકર સંબંધીપણું સર્વ ઉત્કૃષ્ટ ચૌદપૂર્વમાં તુલ્ય છે. વળી, ઉદયને આશ્રયીને સ્વરૂપથી પણ=શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી