________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૭૧ ઉપાયોને સ્વપ્રજ્ઞાનુસાર ઊહ કરીને તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત ધારણ કરે છે. તેથી ભવનું કારણ આશ્રવ તેઓને હેય જણાય છે અને મોક્ષનું કારણ સંવર તેઓને ઉપાદેય જણાય છે. છતાં જે જે અંશમાં બોધ નથી ત્યાં સ્થૂલથી આશ્રવના ત્યાગની અને સંવરના સેવનની રુચિ છે. તેથી અર્થથી તેઓ નવે તત્ત્વને સ્વીકારે છે માટે તેઓને નાસ્તિક કહી શકાય નહિ.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ અન્યદર્શનવાળા જીવો નવે તત્ત્વોનો જિનવચનાનુસાર બોધ ધરાવતા નથી તોપણ તેના સ્વીકારના અભિમુખ પરિણામવાળા હોવાથી નાસ્તિક નથી, તેમ જ અન્યદર્શનવાળા જીવો જિનવચનાનુસાર પાપાકરણના બોધવાળા નથી તો પણ તેના સ્વીકારના અભિમુખ પરિણામવાળા હોવાથી તેઓમાં સામાન્ય ધર્મરૂપ પાપાકરણનો નિયમ છે માટે તેઓને દેશારાધક સ્વીકારવા જોઈએ. આની જ પુષ્ટિ કરવા અર્થે કહે છે – આથી જ શુભભાવવિશેષથી અકરણનિયમનું વર્ણન માર્ગાનુસારી જીવોને જ છે અને યદચ્છાથી રચવામાં પ્રવૃત્ત અર્વાચીનોને પ્રવાહપતિતપણાથી ઘુણાક્ષરન્યાયથી અકરણનિયમનું વર્ણન છે. જોકે આ બંનેનું વર્ણન જેવું જિનવચનમાં અકરણનિયમનું વર્ણન છે તત્સદશ છે. તોપણ માર્ગાનુસારી જીવોનું અને સ્વમતિ અનુસાર બોલનારા જીવોના તે અકરણનિયમના વર્ણનમાં ભેદ છે.
આશય એ છે કે માર્ગાનુસારી જીવો મોક્ષના અર્થી છે અને તેના ઉપાયરૂપે સંસારના સર્વ ભાવો પ્રત્યે સંગ ન કરવો તે પાપના અકરણનો નિયમ છે તેમ કહે છે. સર્વજ્ઞના શાસનમાં પણ સંસારના સર્વ સંગથી પર થવારૂપ શુભભાવવિશેષથી પાપના અકરણનિયમનું વર્ણન છે. તોપણ જૈન શાસનના વર્ણન કરનારા ઋષિઓ સર્વ નયથી વિશુદ્ધ એવા પાપના અકરણનિયમને સ્વીકારે છે. તેથી તેઓ અકરણનિયમનો પરિણામ અસંગભાવવાળા અપ્રમત્ત મુનિઓને સંભવે અને માર્ગાનુસારી અન્યદર્શનવાળા જીવો સૂક્ષ્મ બોધવાળા નહીં હોવાથી તથા એક નયની દૃષ્ટિથી વાસિત હોવાથી અસંગભાવરૂપ જે પાપઅકરણનિયમ કહે છે તે પણ પહેલી ચાર દૃષ્ટિ સુધીના નિર્લેપ મુનિઓમાં સંભવે. અને સ્વમતિ અનુસાર શાસ્ત્ર રચવામાં પ્રવૃત્ત એવા અર્વાચીનો સ્વ-સ્વ મતના આગ્રહી હોવાથી જે પાપ અકરણનિયમનું કથન કરે છે તે સ્વદર્શનોના પ્રવાહમાં પતિતપણાથી પ્રાપ્ત થયેલા અકરણનિયમને ઘુણાક્ષરન્યાયથી ગ્રહણ કરે છે. પરંતુ તેઓ જે અસંગભાવરૂપ પાપના અકરણનિયમને કહે છે, છતાં સ્વાગ્રહથી દૂષિતમતિવાળા હોવાથી તેઓમાં પાપના અકરણનિયમનો પરિણામ નથી. પરંતુ અભવ્યાદિ જીવો જેમ બાહ્યથી પાપના અકરણનિયમને સેવીને ઉત્કૃષ્ટથી નવમાં રૈવેયક સુધી જાય છે, છતાં પણ તેઓનો પાપકરણનિયમ લેશ પણ મોક્ષનું કારણ નથી. તેવું યદ્દચ્છાપ્રણયનપ્રવૃત્ત અર્વાચીનોનો પાપઅકરણનિયમ છે; કેમ કે અસદ્ગહને કારણે ગાઢ મિથ્યાત્વનો ઉદય વર્તે છે.
આ કથનથી એ ફલિત થાય કે અન્યદર્શનમાં પણ જેઓ માર્ગાનુસારી દૃષ્ટિથી અકરણનિયમનું વર્ણન કરે છે તે વર્ણન ઘુણાક્ષરન્યાયથી અકરણનિયમના વર્ણનથી વિલક્ષણ છે; કેમ કે અન્યદર્શનમાં રહેલા માર્ગાનુસારી જીવોને સર્વનયની દૃષ્ટિથી વિશેષને અવગાહન કરનાર સમ્યક્ત નહીં હોવા છતાં ઔધિક યોગદૃષ્ટિ છે. અર્થાત્ પહેલી ચાર દૃષ્ટિમાં રહેલા હોવાથી યોગદષ્ટિ છે અને પહેલી ચાર દૃષ્ટિમાં વિપર્યાસ