________________
૨૭૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ કારણોનો અને મોક્ષના કારણોનો સમ્યફ ઊહ કરે છે. તેથી તેઓમાં પાપનો અકરણનિયમ નથી તેમ કહીને તેઓ દેશારાધક નથી એમ જે પૂર્વપક્ષી કહે છે તે વચન સંગત નથી. આની જ પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે વજની જેમ અભેદ્ય એવા શુભભાવવિશેષરૂપ જે પ્રશસ્ત પરિણામ છે તે મુનિઓને છે અને તેવા શુભભાવવિશેષનો હેતુ અન્યદર્શનમાં બતાવાયેલા અકરણના નિયમનું વર્ણન છે. તેથી તે વર્ણનને સાંભળીને અન્યદર્શનવાળા જે અકરણના નિયમનું પાલન કરે છે તે પરંપરાએ મુનિભાવનું કારણ છે.
વળી, અન્યદર્શનના યોગીઓનો અકરણનિયમ માર્ગાનુસારી ભાવરૂપ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – આ જ તેઓનો વિશેષ છે કે ભગવાનની વિશેષદેશનાના પ્રતિસંધાન વગર પણ ભગવાનના કહેલા અકરણનિયમમાં તેઓના અકરણનિયમનું પર્યવસાનપણું છે.
આશય એ છે કે ભગવાનના શાસનને પામેલા યોગીઓ શાસ્ત્રાભ્યાસ કરીને સર્વ નયોની દૃષ્ટિથી પરિષ્કૃત મતિવાળા થાય છે. તેથી ભગવાનની વિશેષ દેશનાના પ્રતિસંધાનપૂર્વક અસંગભાવમાં જવા યત્ન કરે છે. તેથી તેઓમાં તત્ત્વના સ્વીકાર પ્રત્યે પરમ મધ્યસ્થભાવ વર્તે છે અને જગતના સર્વભાવ પ્રત્યે પણ પરમ મધ્યસ્થભાવ વર્તે છે. તેના કારણે સંસારમાં ક્યાંય સંગ રાખ્યા વગર આત્માના શુદ્ધ ભાવમાં સંગને ધારણ કરનારા છે. તેથી ભગવાનના શાસનના પરમાર્થને પામેલા મુનિઓ સર્વથા પાપના અકરણના પરિણામવાળા છે. વળી અન્યદર્શનમાં પણ જે માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો છે તેઓને ભગવાનની વિશેષ દેશના પ્રાપ્ત થયેલી નથી તેથી વિશેષ દેશનાના પ્રતિસંધાન વગર પણ તે-તે દર્શનના કોઈક એક નયથી વાસિત હોવા છતાં કદાગ્રહ વગર ભવનું સ્વરૂપ અને મોક્ષનું સ્વરૂપ સમ્યગુ સમાલોચન કરનારા છે. તેથી તેઓને પણ સર્વ સંગ વગરની અવસ્થા જ મોક્ષનું કારણ દેખાય છે. છતાં એકાંતવાદનો કંઈક પક્ષપાત છે. તેથી સમ્યક્તની પ્રાપ્તિ થઈ નથી તોપણ તેઓની માર્ગાનુસારી પ્રજ્ઞાને કારણે તે એકાંતવાદનો પક્ષપાત શિથિલમૂલવાળો છે અને મોક્ષના કારણભૂત અસંગભાવ પ્રત્યેનો પક્ષપાત બલવાન છે. તે પક્ષપાતપૂર્વક તેતે દર્શનની પાપાકરણની પ્રવૃત્તિ દ્વારા પણ તેઓ ભગવાને કહેલા અકરણનિયમના વિષયને અભિમુખ જ જનારા છે. આથી જ ૧૫૦૦ તાપસો મોક્ષના અત્યંત અર્થી હતા અને મિથ્યાત્વની ભૂમિકામાં હતા છતાં કદાગ્રહ વગરના હોવાથી ગૌતમસ્વામીને પામીને ભગવાને કહેલા ભાવચારિત્રના પરિણામરૂપ પાપ અકરણના પરિણામને શીધ્ર પામ્યા. વળી અન્યદર્શનવાળા જીવોમાં માર્ગાનુસારી ભાવ છે તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
કેટલાક કહે છે કે ભગવાને કહેલાં જીવાદિ નવ તત્ત્વો અન્યદર્શનવાળા સ્વીકારતા નથી માટે તેઓ નાસ્તિક છે. તેઓનું તે વચન અન્યદર્શનના કદાગ્રહી એકાંતવાદીઓને આશ્રયીને સંગત છે. પરંતું જેઓ માર્ગાનુસારી છે તેઓને નાસ્તિક કહી શકાય નહિ; કેમ કે અન્યદર્શનના તે તે નયના કથનમાં જે પરસ્પર વિપરીત અંશરૂપ સ્વીકાર છે તેમાં તેઓને અનિવર્તનીય પક્ષપાત નથી. પરંતુ ઉચિત ઉપદેશની સામગ્રી મળે તો તેનો પરિત્યાગ કરે તેમ છે. તેથી પરમાર્થથી તેના સ્વીકારમાં જ તેઓની રુચિ પર્યવસાન પામે છે. આથી જ અન્યદર્શનના માર્ગાનુસારી જીવો સંસારના ઉચ્છેદના ઉપાયોને અને સંસારના પરિભ્રમણના