________________
૨૬૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ છે એ પ્રમાણે પૂર્વપક્ષનું અવિચારિત કથા છે; કેમ કે સ્વતંત્ર પ્રમાણ પ્રતિપત્તિના અનુબંધી વિષયપણાથી અન્યદર્શનમાં થોડા પણ ધર્મનો અભાવ હોવાથી તદ્વચનનું ઉસૂત્રપણું છે મરીચિતા વચનનું ઉસૂત્રપણું છે.
કેમ મનાગૂ ધર્મનું ઉત્સુત્રવચન છે ? તે સ્પષ્ટ કરવા અર્થે હેતુ કહે છે –
તદ્રવૃત્તિ સામાન્ય ધર્મમાં પણ પરિવ્રાજક વેષમાં વૃત્તિ એવા સામાન્ય ધર્મમાં પણ ભગવાનના વચનનું જ સ્વતંત્ર પ્રમાણપણું છે.
અથવાથી મરિચિનું વચન ઉસૂત્ર કેમ છે ? તે અન્ય રીતે સ્પષ્ટ કરતાં કહે છે – કપિલનું બાળપણું હોવાથી અચલિંગ જ અન્યદર્શનપણાથી તેના વડે પ્રતીત થયું અને ત્યાં અન્યલિંગમાં સ્વનિરૂપિત કારણતાવિશેષથી=અન્યલિંગ નિરૂપિત ધર્મતી કારણતા વિશેષથી કોઈ પણ ધર્મ નથી, એથી ભાવઅસત્યપણું હોવાથી તેના મરીચિતા, વચનનું ઉસૂત્રપણું અવ્યાઘાત જ છે. એ પ્રમાણે યથાતંત્રયથાગમ, વિભાવન કરવું. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અન્યદર્શનમાં પણ જે અકરણનિયમાદિનાં વચનો છે તે જિનવચનાનુસાર હોવાથી તેઓની અવજ્ઞા કરણમાં ભગવાનની અવજ્ઞાનો પ્રસંગ છે. ત્યાં કોઈક કહે છે – જૈનોને અકરણનિયમનો પરિહાર છે. અર્થાત્ જૈનદર્શનમાં અકરણનિયમ નથી. એવી શંકાના નિરાસ માટે જ તીર્થાતરીયોએ જે અકરણનિયમનું વર્ણન કર્યું છે. તેને જે જૈન શાસ્ત્રકારોએ ગ્રહણ કરીને વર્ણન કર્યું છે. પરંતુ અન્યદર્શનમાં અકરણનિયમ નથી. કેમ અન્યદર્શનમાં અકરણનિયમ નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે – કોઈ પણ વસ્તુનું વર્ણન વર્ણનીય વસ્તુ વિષયક યથાર્થ જ્ઞાન સાપેક્ષ હોય તો જ તે વર્ણન કહેવાય. અને અન્યદર્શનમાં અકરણનિયમ શબ્દનો ઉપયોગ કર્યો છે. પરંતુ તે શબ્દથી વાચ્ય ક્રિયા પાપના અકરણરૂપ નથી. માટે અન્યદર્શનમાં રહેલા કોઈપણ મહાત્માઓ તે તે દર્શનને અનુસરીને પોતાની ક્રિયા કરતા હોય અને માને કે અમે પાપ અકરણની ક્રિયા કરીએ છીએ, પરંતુ તે પાપ-અકરણની ક્રિયા નથી તે પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે. જો તેવું ન માનો તો પરમાર્થથી પાપના સ્પર્શ વગરની એવી તેઓની ક્રિયા નહીં હોવા છતાં પોતાની યથાતથા ક્રિયાને તેઓ પાપ અકરણનિયમ કહે તો તેને પણ સમ્યગુ ક્રિયા છે તેમ માનવું પડે. અને તેમ સ્વીકારીએ તો તે દર્શનની ક્રિયા કરનારા જીવોમાં પણ ધર્મનો સદ્ભાવ પ્રાપ્ત થાય. અને અન્યદર્શનમાં ધર્મનો સદ્ભાવ સ્વીકારીએ તો કપિલની આગળ મરીચિએ કહેલ કે પરિવ્રાજક દર્શનમાં કંઈક ધર્મ છે તે વચન ઉસૂત્ર છે એમ શાસ્ત્રકારો કહે છે તે સંગત થાય નહિ. માટે અન્યદર્શનમાં પરમાર્થથી પાપાકરણનિયમરૂપ ધર્મ નથી. તેથી અન્યદર્શનમાં રહેલા છે તે દર્શનની ક્રિયા કરનારાઓને માર્ગાનુસારી સ્વીકારીને દેશારાધક છે તેમ કહી શકાય નહિ એ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - તારું આ વચન સંગત નથી.