________________
૨૩૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૦ અહીં પ્રશ્ન થાય કે માર્ગાનુસારી જીવ સિવાય અન્ય જીવની ભાવશૂન્ય ક્રિયાસમુદાયનું અદેશપણું કેમ છે? અર્થાત્ તે ક્રિયા પણ જ્ઞાન, ચારિત્રરૂપ સમુદાયના એક દેશ એવા દ્રવ્યચારિત્રરૂપ છે તેમ સ્વીકારવું જોઈએ. તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે –
અપુતબંધકાદિની ક્રિયામાં જ મોક્ષની સમુચિત શક્તિનું સમર્થન છે.
અહીં પ્રશ્ન થાય કે અપુનબંધકની ક્રિયામાં જ મોક્ષની સમુચિત શક્તિ છે. અન્યની ક્રિયામાં નહિ. તે કેમ નક્કી થાય ? તેથી કહે છે –
અનુપચિત શક્તિક ઉપાદાવકારણનું જ અલ્પ પ્રમાણમાં સંચિત શક્તિવાળા ઉપાદાનકારણના જ દેશપણાથી શાસ્ત્રમાં વ્યવહાર છે. આથી જ અનુપચિત શક્તિવાળા ઉપાદાયકારણનું જ દેશપણું હોવાને કારણે જ, મૃદ્દ દ્રવ્ય જ ઘટ દેશ છે, પરંતુ તંતુ આદિ અથવા દંડાદિ નથી.
અહીં પ્રશ્ન થાય કે અપુનબંધકની ક્રિયામાં ઉપાદાનકારપણું કઈ રીતે છે ? તેથી કહે છે – યોગરૂપ અથવા ઉપયોગરૂપ એવી ક્રિયામાં મોક્ષનું ઉપાદાનપણું છે, એ અવ્ય છે. I૨૦| ભાવાર્થ :
ગાથા-૧૯ ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ સંપ્રદાયબાહ્ય એવા અન્યનો મત બતાવ્યો. તેઓ કહે છે કે ભવ્યઅભવ્ય જીવો ભગવાનના વચનથી સંયમની સર્વ બાહ્ય ક્રિયા કરતા હોય તેવા મિથ્યાદૃષ્ટિ દેશારાધક છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તેઓનું તે વચન મિથ્યા છે; કેમ કે મોક્ષને અનુકૂળ મુખ્ય આરાધકપણાને બતાવવા ભગવતીસૂત્રની આરાધક-વિરાધક ચતુર્ભગીનું પ્રયોજન છે. તેથી જેઓ મોક્ષને અનુકૂળ એવી જ્ઞાન-ક્રિયામાંથી અન્યતર એવી મોક્ષના કારણભૂત ક્રિયા કરતા હોય તેઓને જ દેશારાધકરૂપે સ્વીકારેલ છે.
વળી જ્ઞાન-ક્રિયા અન્યતર મોક્ષના કારણવાદી એવા અન્યતીર્થિકના મતનો નિરાસ કરીને સમુદિત એવાં જ્ઞાન-ક્રિયા મોક્ષનું કારણ છે તેને સ્પષ્ટ કરવા માટે ભગવતી સૂત્રની પ્રવૃત્તિ છે. તેથી જે ક્રિયા લેશ પણ મોક્ષનું કારણ ન હોય તેવી ક્રિયાને ગ્રહણ કરીને તેઓને દેશારાધક સ્વીકારી શકાય નહિ. પરંતુ જે જ્ઞાનક્રિયા સમુચિત હોય અર્થાત્ મિલિત હોય તેવી જ્ઞાન-ક્રિયા કરનાર સર્વારાધક છે. આવા સર્વારાધકમાંથી જેઓ દેશથી મોક્ષનું કારણ બને તેવી ક્રિયા કરે છે તેઓની ક્રિયાને આશ્રયીને તેઓને દેશારાધક સ્વીકારી શકાય, અન્યને નહિ. તેમાં યુક્તિ બતાવે છે કે મોક્ષના કારણભૂત એવાં જે જ્ઞાન-ક્રિયા છે તેમાંથી પ્રત્યેક મોક્ષપ્રાપ્તિ પ્રત્યે સ્વલ્પ સામર્થ્યવાળા છે અને સમુચિત એવાં તે બંને સંપૂર્ણ સામર્થ્યવાળાં છે તે બતાવવા માટે ભગવતીમાં દેશારાધક આદિ ચતુર્ભગીનો ઉપવાસ કર્યો છે.
હવે જો પૂર્વપક્ષી સ્વીકારે છે તેમ સર્વથા મોક્ષનું અકારણ એવી અભવ્યાદિની ક્રિયાને ગ્રહણ કરીને દેશારાધક સ્વીકારીએ તો અભવ્યાદિની તે ક્રિયામાં મોક્ષને અનુકૂળ સ્વલ્પ પણ સામર્થ્ય નથી. તેથી રેતીના કણિયામાં જેમ તેલ નથી માટે રેતીના સમુદાયમાં પણ તેલ પ્રાપ્ત થાય નહીં તેમ જે જ્ઞાન-ક્રિયામાંથી પ્રત્યેકમાં મોક્ષને અનુકૂળ સ્વલ્પ સામર્થ્ય ન હોય તેના સમુદાયથી પણ મોક્ષની પ્રાપ્તિ થઈ નહિ. માટે જેમ