________________
૨૫૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
જોકે અભવ્યાદિ પણ સંયમની ક્રિયા કરે છે. ત્યારે સ્થૂલથી પ્રાણાતિપાતાદિની નિવૃત્તિની ક્રિયાનું સમ્યક્ પાલન કરે છે. તોપણ જે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ રત્નત્રયીને લેશ પણ અભિમુખ પરિણામવાળી નથી તેવી પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ ૫૨માર્થથી શીલરૂપ નથી. માટે માર્ગાનુસારી શીલ પાળનારા બાળ તપસ્વી જ દેશારાધકથી ગ્રહણ થઈ શકે. પણ દ્રવ્યલિંગને ધારણ કરનારા અભવ્યાદિને બાલતપસ્વી કહી શકાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે મહાનિશીથમાં નાગિલનું વચન સંભળાય છે કે નાગિલ અને સુમતિ બે ભાઈઓ હતા અને પોતાની દરિદ્રાવસ્થા થવાને કા૨ણે તેઓ અન્યત્ર જતા હતા. રસ્તામાં ચાર સાધુઓનો યોગ થયો. જેઓ છટ્ટના પા૨ણે છઠ્ઠ અને અક્રમના પારણે અક્રમ કરતા હતા. તેનાથી પ્રભાવિત થઈને સુમતિ દીક્ષા લેવા તૈયાર થાય છે. ત્યારે નાગિલ તેને કહે છે કે “આ સાધુઓ બાલતપસ્વી છે, તેઓ દર્શન ક૨વા યોગ્ય પણ નથી અને આ ૪ સાધુઓ પુદ્ગલપરાવર્તથી અધિક સંસા૨પરિભ્રમણ ક૨ના૨ા છે.” તેથી નક્કી થાય છે કે ચ૨માવર્ત બહા૨ના સંયમની ક્રિયા કરનારા છે. મહાનિશીથસૂત્રમાં તેમને બાલતપસ્વી કહ્યા છે. અને તેઓ દેશા૨ાધક છે; કેમ કે ભગવતીસૂત્રમાં બાલતપસ્વીને દેશારાધક કહેલ છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – મહાનિશીથમાં “આ બાલતપસ્વી છે.” એવું જે નાગિલનું વચન છે તે કુશીલ એવા સાધુઓમાં બાલના નિશ્ચયના અભિપ્રાયવાળું છે અર્થાત્ દેશા૨ાધક છે એ અભિપ્રાયવાળું નથી પરંતુ કુશીલ એવા આ સાધુ બાલ છે એવા નિર્ણયને બતાવનારું છે. માટે મહાનિશીથના વચનના બળથી અભવ્યાદિને બાલતપસ્વી સ્વીકારીને દેશારાધક કહી શકાય નહિ.
અહીં વિશેષ એ છે કે ભાવનું કારણ હોય એવી દ્રવ્યક્રિયાને પણ દ્રવ્યક્રિયા કહેવાય છે. અને ક્યારેક અસાર ક્રિયાને પણ દ્રવ્યક્રિયા કહેવાય છે. આથી જ સર્વથા અસાર ક્રિયા કરતા હોય ત્યારે નિંદા અર્થક
કહેવાય છે કે આ દ્રવ્યક્રિયા છે, જેનું કોઈ ફળ નથી. તેમ બાલતપસ્વી શબ્દ પણ આદ્ય ભૂમિકાના બાળ જેવા મોક્ષમાર્ગની આરાધના કરનાર માટે વપરાય છે; કેમ કે તપસ્વી શબ્દથી તેઓ આરાધક છે એમ ફલિત થાય છે. અને અજ્ઞાનતા હોવાને કારણે તેઓની આરાધના બાળ જેવી છે. તે બતાવવા માટે બાલ શબ્દનો પ્રયોગ થાય છે. માટે બાલતપસ્વી શબ્દથી આદ્યભૂમિકાના આરાધક જીવોનું ગ્રહણ થાય છે. અને નાગિલના વચનમાં નિંદાર્થક બાલતપસ્વી છે. અર્થાત્ તેઓ સંયમની ક્રિયાઓ કરે છે, તોપણ અત્યંત અજ્ઞાનયુક્ત છે. તેથી અસાર એવી સંયમની ક્રિયાઓ કરનારા હોવાથી નાગિલે તેઓને બાલતપસ્વી કહ્યા છે. જે નિંદાર્થક વચન પ્રયોગ છે. પણ દેશારાધક બતાવવાર્થે વચનપ્રયોગ નથી.
આ રીતે ગ્રંથકારશ્રીએ ભગવતીની વૃત્તિ અનુસાર માર્ગાનુસા૨ી બાલતપસ્વીને જ દેશા૨ાધક સ્થાપિત કર્યા. હવે તેમ સ્વીકારવું જ ઉચિત છે તે બતાવવા અર્થે કહે છે આરાધક-વિરાધક ચતુર્થંગીમાંથી શીલવાન્-અશ્રુતવાનુરૂપ એક વાક્યમાં અશુદ્ધ વ્યવહારથી દેશારાધકપણું સ્વીકારીને ચ૨માવર્ત બહારના જીવોની ચારિત્રની ક્રિયાને ગ્રહણ કરીને નાગિલે જેમ અસાર ક્રિયા કરનારને બાલતપસ્વી કહ્યા તેમ