________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૬૧ (૧) કેટલાંક અર્થથી અભિન્ન હોય છે. “આત્મા વૈતરણી નદી છે, આત્મા ફૂટશાલ્મલી છે, આત્મા કામધેનુ ગાય છે. મારો આત્મા જ નંદનવન છે.” ઈત્યાદિ વાક્યોની સાથે ભારત=મહાભારત, ઉક્ત વાક્યો અર્થથી અભિન્ન છે. અને તે વાક્યો બતાવે છે –
ઇન્દ્રિયો જ તે સર્વ છે. જે સ્વર્ગ અને નરક ઉભય છે. નિગૃહીત અને વિસ્તૃષ્ટ ઇન્દ્રિયો-નિગ્રહ કરાયેલી અને સ્વચ્છેદ પ્રવર્તતી ઈન્દ્રિયો સ્વર્ગ અને નરક માટે છે.” “ઈન્દ્રિયોનો અસંયમ આપત્તિઓનો પ્રથિત માર્ગ છે. તેનો જય=ઈંદ્રિયોનો જય, સંપત્તિનો પ્રથિત=વિસ્તૃત, પંથ છે. આગળ જેનાથી ઈષ્ટ છે તેના વડે તમે જાઓ.” ઈત્યાદિ.
‘રૂતિ’ શબ્દ સ્વદર્શનની સાથે અર્થથી અત્યદર્શનના અભિન્ન અર્થને કહેનારાં વચનોની સમાપ્તિ માટે છે. (૨) કેટલાંક શબ્દથી અને અર્થથી સમાન છે. તે બતાવે છે –
જીવદયા, સત્યવચન ઈત્યાદિ પ્રસિદ્ધ વાક્યોની સાથે કેટલાક શબ્દથી અને અર્થથી અભિન્ન છે. જે આ પ્રમાણે - “સર્વ ધર્મચારીઓને આ પાંચ પવિત્ર છે. અહિંસા, સત્ય અસ્તેય, ત્યાગ=નિષ્પરિગ્રહ, મૈથુનવર્જન” ઈત્યાદિ.
આમ સ્થિત હોતે છતે તેમાં વિશિષ્ટ ક્ષયોપશમાદિ વાક્યોની સાથે અભિન્ન અર્થવાળાં અકરણનિયમ આદિ વાક્યમાં, પ્રદ્વેષ= પરસમય પ્રજ્ઞાપના આ છે એ પ્રકારની ઈર્ષા, મૂઢભાવ લક્ષણ મોહ બૌદ્ધાદિ સામાન્ય જનને પણ વર્તે છે. વિશેષથી જિનમતમાં રહેલા સર્વનયવાદનો સંગ્રહ હોવાથી મધ્યસ્થભાવ પામેલા હદયવાળા સાધુ-શ્રાવકોને મોહ વર્તે છે.”
આથી જ=ભગવાનના વચન સાથે એકવાક્યતાવાળા અશ્વદર્શનનાં વાક્યોમાં દ્વેષ એ મોહ છે આથી જ, અન્યત્ર પણ ષોડશકમાં પણ, આમના વડેઃહરિભદ્રસૂરિ મહારાજા વડે, કહેવાયું છે – “ગુણથી તુલ્ય તત્ત્વ હોતે જીતે સંજ્ઞાભેદને કારણે આગમમાં અન્યથા દૃષ્ટિ જેનાથી થાય છે એ અધમ દોષ ખરેખર દૃષ્ટિસંમોહ છે.” આના સમર્થન માટે કહે છે–ઉપદેશપદની ગાથા-૬૯૩માં જે ગ્રંથકારશ્રીએ કહ્યું કે જિનમતમાં રહેલા સાધુ-શ્રાવકોને અન્યદર્શનના અભિવાર્થવાળાં વચનોમાં જે પ્રદ્વેષ છે તે વિશેષથી મોહ છે. એનું સમર્થન કરતાં કહે છે – “સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગી જે કારણથી કહેવાય છે. આથી રત્નાકર તુલ્ય છે. તે કારણથી સર્વ સુંદર તેમાં છે=દ્વાદશાંગીમાં છે.”
સર્વ પ્રવાદનું મૂલ ભિક્ષુ, કણભક્ષ, અક્ષપાદાદિ તીર્થાતરીય દર્શનના પ્રજ્ઞાપનાનું આદિકારણ, દ્વાદશાંગી=પ્રવચન પુરુષના અવયવભૂત બાર આચારાદિનાં અંગોનો સમુદાય, જે કારણથી કહેવાયું છેઃસિદ્ધસેનદિવાકરસૂરિ આદિ વડે સમ્યક્ પ્રજ્ઞપ્ત છે.
જે કારણથી કહેવાયું છેઃસિદ્ધસેન દિવાકરસૂરિ આદિ વડે અન્યત્ર કહેવાયું છે –
હે નાથ ! તમારામાં સર્વ દૃષ્ટિઓ સમુદીર્ણ છે, જેમ સમુદ્રમાં સર્વ નદીઓ. તેઓમાં=સર્વ દૃષ્ટિઓમાં તમે દેખાતા નથી. જેમ પ્રવિભક્ત એવી નદીઓમાં સમુદ્ર દેખાતો નથી. આથી જ સર્વ પ્રવાદનું મૂલ દ્વાદશાંગી કહેવાયું છે આથી જ, નક્કી રત્નાકર તુલ્ય છે-ક્ષીરોદધિ વગેરે સમુદ્ર જેવું છે. તે કારણથી સર્વ=અપરિશેષ, જે કંઈ સુંદર પ્રવાદાત્તરોમાં પ્રાપ્ત થાય છે તે તેમાં દ્વાદશાંગીમાં, સમવતારણીય છે. એથી વ્યાસ, કપિલ, કાલાતીત, પતંજલિ આદિ પ્રણીત