________________
૨૬૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
અકરણનિયમાદિ પણ વાક્યો તે તે યોગશાસ્ત્રોમાં છે, તે જિનવચનરૂપી સમુદ્રમધ્યલબ્ધ ઉદયવાળા જ જાણવા, એથી તેઓના અવજ્ઞાકરણમાં=અન્યદર્શનને સંમત એવા અકરણનિયમાદિના અવજ્ઞાકરણમાં, સકલ દુઃખના મૂળભૂત ભગવાનની અવજ્ઞાનો પ્રસંગ હોવાથી કોઈ કલ્યાણની સિદ્ધિ નથી.
‘તિ’ શબ્દ ઉદ્ધરણની ટીકાની સમાપ્તિ માટે છે. ભાવાર્થ :
પાતંજલાદિ અન્ય શાસ્ત્રોમાં પણ આત્માના હિતના કારણભૂત, એવા પુરુષાર્થના ઉપયોગી વચનરૂપ જે અર્થપદો ભગવાનના વચનની સાથે એક અર્થવાળાં છે તે સર્વ કહેલ દ્વાદશાંગ રૂ૫ શ્રુતમૂલક જ છે; કેમ કે યુગલિકધર્મનો અંત થયો ત્યાર પછી પ્રથમ ધર્મની સ્થાપના આદિનાથ ભગવાને કરી. ત્યારે તેમના વચનાનુસારથી મોક્ષમાર્ગને ઉપયોગી એવાં સુંદર વચનો તે તે દર્શનકારોએ પોતપોતાને અભિમત નયદૃષ્ટિથી એકાંતે સ્વીકારીને પોતાના શાસ્ત્રમાં ઉપનિબંધન કર્યાં છે. તેથી જે વચનો આત્મકલ્યાણના કારણભૂત છે. તેવાં વચનોથી અન્યદર્શનવાળા જે આત્મકલ્યાણને અનુરૂપ ક્રિયાઓ કરે છે તે સર્વ માર્ગાનુસારી ક્રિયા છે. આથી તે સર્વ ક્રિયા ભાવથી જિન થવાને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી જિનની ઉપાસનારૂપ જ ક્રિયા છે.
અન્યદર્શનની માર્ગાનુસારી ક્રિયા જિન થવાનું કારણ કેમ છે ? તે યુક્તિથી બતાવતાં કહે છે – કોઈ જીવ મધ્યસ્થ હોય અને મધ્યસ્થતાથી સર્વ દર્શનોનો અભ્યાસ કરતો હોય અને અન્યદર્શનનાં પણ વીતરાગ થવાને અનુકૂળ એવાં જે વચનો હોય અને તે વચનો અનુસાર તે પુરુષ તે ક્રિયાઓમાં યત્ન કરે તો મધ્યસ્થ એવા તે પુરુષને આ ક્રિયા અન્યદર્શનકારથી કહેવાયેલી છે એવું જ્ઞાન થાય એટલામાત્રથી તે ક્રિયાના ફલનો પ્રતિબંધ થાય નહિ. જેમ અન્યદર્શનવાળાએ કહ્યું છે કે “નિગૃહીત ઇન્દ્રિયો સ્વર્ગનું અને અનિગૃહીત ઇન્દ્રિયો નરકનું કારણ છે.” તે વચન સાંભળીને કલ્યાણનો અર્થી પુરુષ ઇન્દ્રિયોના નિગ્રહ માટે ઉદ્યમ કરે તો ઇન્દ્રિયના નિગ્રહનું ફળ તે પુરુષને અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ આ વચન અન્યદર્શનનું છે તેવું જ્ઞાન થવાથી તે ક્રિયાનું ફળ પ્રાપ્ત થતું અટકતું નથી. પરંતુ દષ્ટિરાગ સહકૃત એવા વ્યક્તિને જ અન્યોક્તત્વના જ્ઞાનથી સેવાતા અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થતું નથી. આથી જ કોઈ દૃષ્ટિરાગી જીવ માર્ગાનુસારી એવા પણ અન્યના વચન પ્રત્યે દ્વેષને ધારણ કરે તો જિનવચનાનુસાર જે અન્ય ક્રિયા પોતે કરે છે તેના પણ ફળની તેને પ્રાપ્તિ થતી નથી. જેમ જમાલીને જિનના એક વચનના દ્વેષને કારણે અન્ય સર્વ સંયમની ક્રિયાનું ફળ પ્રાપ્ત થતું નથી. તેમ દષ્ટિરાગથી લેવાયેલી સન્ક્રિયાઓ પણ નિષ્ફળ છે. આથી જ સર્વનયવાદના સંગ્રહનો હેતુ એવું ચિન્તાજ્ઞાન જેઓએ પ્રાપ્ત કર્યું છે એવા મધ્યસ્થ ગુણવાળા સાધુ-શ્રાવકોને સર્વજ્ઞના વચન સાથે અભિન્ન અર્થવાળા પુરુષાર્થને ઉપયોગી એવા વચન પ્રત્યે દ્વેષ થતો નથી; કેમ કે પુરુષાર્થને ઉપયોગી એવા અન્યદર્શનનાં વચનો પ્રત્યે કરાયેલો વેષ તત્ત્વથી દષ્ટિવાદ પ્રત્યેના દ્વેષરૂપ છે. તેથી મહાપાપનું કારણ છે.
અહીં વિશેષ એ છે કે ભગવાનના શાસનને પામેલા સાધુ કે શ્રાવક પ્રાયઃ સ્વશક્તિ અનુસાર જિનવચનને જાણવા અવશ્ય યત્ન કરે છે. તેથી શક્તિ અનુસાર શાસ્ત્રાધ્યયનને કારણે તેઓને સર્વનયવાદના સંગ્રહનો