________________
૨૬૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
ટીકાર્ચ - ગચત્રાપ .. ન્યાસિદ્ધિતિ ‘
સત્યવિ રિ' પ્રતીક છે. અન્યત્ર પણ પાતંજલાદિ શાસ્ત્રમાં પણ, જે અર્થપદ=જે પુરુષાર્થોપયોગી વચન, અભિન્ન છે=ભગવત્ વચન સાથે એક અર્થવાળા છે, તે જેને શ્રતમૂલ છેeતે વચનો ભગવાને કહેલા શ્રુતજ્ઞાનમાંથી અન્યત્ર ગયેલા છે; કેમ કે તેના અનુસારથી=ભગવાનના વચનાનુસારથી જ ત્યાં=અત્યદર્શનમાં, તેનું ઉપનિબંધત છે–તે વચનોનું કથન છે, અને તે રીતે અન્યત્ર પણ કેટલાંક વચનો જિનવચનાનુસાર છે તે રીતે, તેનાથી પણ અત્યદર્શનના વચનથી પણ, કરાતી માર્ગાનુસારી ક્રિયા વસ્તુતઃ ભગવદ્દેશવાના વિષયપણાથી= ભગવદેશના અનુસારપણાથી, ભાવથી જેની જ છે અંત:પરિણામથી જિતવચનાનુસાર મોહના ઉમૂલનના વ્યાપારરૂપ જ છે.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનવાળા જીવો અન્યદર્શનની ક્રિયા કરે છે. તેથી તે ક્રિયા ભગવાને કહેલી ક્રિયાના ફળની પ્રાપ્તિનું કારણ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે –
મધ્યસ્થ પુરુષને અન્ય ઉક્તત્વનું જ્ઞાન જિનવચનાનુસાર એવી અન્યદર્શનમાં વિદ્યમાન ક્રિયામાં અન્ય ઉક્તત્વનું જ્ઞાન, તેના ફળનું પ્રતિબંધક તે ક્રિયાના ફળનું પ્રતિબંધક, થતું નથી; કેમ કે દષ્ટિરાગ સહકૃત જ એવા પુરુષના જ=સ્વદર્શનના અવિચારક પક્ષપાતવાળા પુરુષના જ, તેનું અન્ય ઉક્તત્વના જ્ઞાનનું, તથાપણું છે તે ક્રિયાના ફળનું પ્રતિબંધકપણું છે. આથી જ=મધ્યસ્થ પુરુષને જે ક્રિયા અર્થથી જિતવચનાનુસાર છે તે ક્રિયામાં અન્ય ઉક્તત્વનું જ્ઞાન હોવા છતાં તે ક્રિયા કલ્યાણનું કારણ જણાય છે આથી જ, અભિન્ન અર્થમાં અન્ય ઉક્તત્વમાત્રથી સર્વનયવાદ સંગ્રહતા હેતુ એવા ચિત્તા જ્ઞાનથી આપાદિત માધ્યશ્ચગુણવાળા સાધુ-શ્રાવકોને પ્રઢેષ થતો નથી=આ ક્રિયાઓ અસાર છે તેવી બુદ્ધિ થતી નથી; કેમ કે તેના પ્રÀષનું જિતવચનાનુસાર અત્યદર્શનમાં રહેલી ક્રિયાઓના પ્રદ્વેષનું, તભૂલ દૃષ્ટિવાદ પ્રàષ મૂલપણું હોવાથી તે ક્રિયાનું મૂળ એવું જે દષ્ટિવાદ તેના પ્રàષમૂલક અત્યદર્શનની ક્રિયામાં પ્રસ્વેષ હોવાથી, મહાપાપપણું છે. ઉપદેશપદ સૂત્ર અને વૃત્તિમાં તે કહેવાયું છે=જિતવચનાનુસાર અન્યદર્શનની ક્રિયામાં દ્વેષનું દષ્ટિવાદના Àષમૂલક છે એમ પૂર્વે જે કહ્યું તે ઉપદેશપદ અને તેની ટીકામાં કહેવાયું છે –
જે અર્થથી અભિન્ન છે અત્યદર્શનનાં જે વચનો અર્થને આશ્રયીને અભિન્ન છે જિનવચનની સાથે અભિન્ન છે. અવર્થને કારણે શબ્દથી પણ=સમાન અર્થ હોવાને કારણે શબ્દથી પણ તેવા જ છે=અભિન્ન જ છે, તેમાં પ્રસ્વેષ અન્યદર્શનના તે વચનમાં પ્રÀષ મોહ છે. વિશેષથી જિનમતમાં રહેલા જીવોનો મોહ છે.” .
જે વાક્ય અર્થથી=વચનભેદમાં પણ અર્થની અપેક્ષાએ, અભિન્ન છે=એક અભિપ્રાયવાળું છે સર્વજ્ઞના વચન સાથે એક અભિપ્રાયવાળું છે, અને અવર્થ હોવાને કારણે અનુગત અર્થ હોવાને કારણે જિનવચન સાથે સમાન અર્થ હોવાને કારણે, શબ્દથી પણ શબ્દસંદર્ભની અપેક્ષાએ પણ, તેવું જ છે અભિન્ન છે=જિનવચન સાથે અભિન્ન જ છે, અહીં=સંસારમાં પરસમયમાં બે પ્રકારનાં વાક્યો પ્રાપ્ત થાય છે.