________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૧૩
હેતુ એવું ચિન્તાજ્ઞાન પ્રાયઃ પ્રાપ્ત થાય છે. જેઓને એવું ચિન્તાજ્ઞાન પ્રગટ થાય તેઓ કોઈ દર્શન પ્રત્યેના પક્ષપાતવાળા થતા નથી, પરંતુ તત્ત્વના જ પક્ષપાતી બને છે. તેથી તેઓમાં સર્વદર્શનોમાં રહેલા તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત રહે તેવો માધ્યસ્થ્ય ગુણ પ્રગટે છે. જેથી તેવા સાધુને કે શ્રાવકને, તત્ત્વને કહેનારા અન્યદર્શનનાં વચનો પ્રત્યે પ્રષ થાય નહિ. આ કથનના સમર્થન માટે ગ્રંથકારશ્રીએ ઉપદેશપદની સાક્ષી આપી. તે વચનથી પણ ફલિત થાય છે કે જેમ ઉત્તરાધ્યયનના વચનથી ભાવિત થઈને કોઈ વિચારે કે ઇન્દ્રિયોને વશ થયેલો આત્મા વૈતરણી નદી છે, ફૂટશાલ્મલી છે અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને વીતરાગ થવાને અનુકૂળ વ્યાપા૨વાળો આત્મા કામદુગ્ધા ધેનુ છે અને નંદનવન છે. તે વચનના ભાવનથી યોગ્ય જીવોનું સદ્વીર્ય ઉલ્લસિત થાય છે. તેમ મહાભારત ઉક્ત વચનોને ગ્રહણ કરીને કોઈ ઇન્દ્રિયોનો જય કરે તો તે વચનો દ્વારા પણ તેનું હિત થાય છે. માટે અન્યદર્શનના અકરણનિયમાદિ કહેનારાં વાક્યો પ્રત્યે દ્વેષ ક૨વો જોઈએ નહિ.
અહીં ટીકામાં કહ્યું કે વિશિષ્ટ ક્ષયોપશમાદિવાળાં વાક્યોની સાથે અભિન્ન અર્થવાળાં અકરણનિયમાદિ વાક્યોમાં પ્રદ્વેષ એ મોહ છે. એ કથનથી એ પ્રાપ્ત થાય કે સર્વજ્ઞનાં વચનો જે તાત્પર્યથી પ્રરૂપાયેલાં છે તે તાત્પર્યનો જેઓને યથાર્થ બોધ છે તે જીવોની અપેક્ષાએ તે વચનો વિશિષ્ટ ક્ષયોપશમવાળાં બને છે. તે વાક્યોની સાથે અભિન્ન અર્થને કહેનારાં વાક્યો તે પ્રકારના વિશિષ્ટ ક્ષયોપશમને પ્રાપ્ત કરાવે તેવાં નથી છતાં તેના સામાન્ય અર્થને કહેનારાં છે તે વાક્ય પ્રત્યે દ્વેષ છે તે મોહ છે.
આશય એ છે કે ભગવાનના દર્શનનાં સર્વ વાક્યો ઐદંપર્યથી વિચારીએ તો મોક્ષરૂપ ફળનાં નિર્વાહક છે; કેમ કે જિનવચનનું એક પણ વાક્ય સર્વ નયસાપેક્ષ છે. સર્વ નયથી તેનું યોજન ક૨વામાં આવે તો તે જિનવચન તે વાક્યથી થતા બોધ દ્વારા કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે ? તેના સૂક્ષ્મ ૫૨માર્થને જણાવે છે. આથી જ સદ્ગુરુના ઉપદેશ દ્વારા માષતુષમુનિ ‘મા તુષ મા રુષ' એ બે પદોના વિશિષ્ટ ક્ષયોપશમથી યુક્ત અર્થોને અવધા૨ણ ક૨ીને કેવળજ્ઞાન પામ્યા.
એક મહાવ્રતના સંપૂર્ણ પાલનમાં અન્ય મહાવ્રતોનું સંપૂર્ણ પાલન છે. આથી જ ૧૮,૦૦૦ શીલાંગમાંથી એક પણ શીલાંગ મ્યાન થાય તો સર્વ શીલાંગો મ્લાન થાય છે. એક પણ શીલાંગનું પરિપૂર્ણ પાલન હોય તો ૧૮૦૦૦ શીલાંગોનું પાલન છે. માટે સર્વજ્ઞનાં દરેક વચનો યોગનિરોધ સાથે એકવાક્યતાથી પ્રતિબદ્ધ છે અને તેવા વિશિષ્ટ ક્ષયોપશમવાળાં વાક્યોની સાથે અન્યદર્શનનાં જે વાક્યો છે તે વિશિષ્ટ ક્ષયોપશમવાળાં નહીં હોવાથી યોગનિરોધ સાથે એકવાક્યતાથી જોડાયેલાં નથી તોપણ તેઓના અકરણ-નિયમાદિ યોગની ચોથી દૃષ્ટિ સુધીના વિકાસનું કારણ છે. માટે મોક્ષમાર્ગની પ્રાપ્તિ પ્રત્યે દૂરવર્તી કારણ ભાવવાળાં છે. તેથી તેઓ પ્રત્યે પ્રદ્વેષ કરવો તે મોહ છે.
વળી, ટીકામાં કહ્યું કે ભગવાનનું શાસન સર્વપ્રવાદનું મૂલ છે આથી જ રત્નાકર તુલ્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેટલા નયવાદો છે તે નયવાદો સ્વસ્થાનમાં મોક્ષમાર્ગને બતાવનારા છે અને તે મોક્ષમાર્ગને બતાવના૨ા સર્વ નયવાદો દ્વાદશાંગીમાં સંગૃહીત છે. આથી જેમ ક્ષીરોદધિસમુદ્ર વગેરે અનેક ઉત્તમ રત્નોની