________________
૨૫૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
પોતાના ભવનો સંગ ઘટાડે નહિ. પરંતુ તે ક્રિયાથી જ ભવના સંગની વૃદ્ધિ કરે. તેવા જીવોની વ્યવહારનયની ક્રિયા નિશ્ચયપ્રાપક નથી. આથી જ ઉપદેશક ઉપદેશ દ્વારા યોગ્ય શ્રોતામાં ભવ પ્રત્યેનો વિરક્તભાવ ઉત્પન્ન કરીને તે વિરક્તભાવ પુષ્ટ થાય તે પ્રકારની ક્રિયા તે શ્રોતાને બતાવે છે. જેથી તે ક્રિયા કરીને તે શ્રોતા ક્રમે કરીને નિશ્ચયનયના પરિણામને પ્રાપ્ત કરે છે. તેવી ક્રિયા નિશ્ચયપ્રાપક છે.
વળી ભગવતીસૂત્રકારે જે દેશારાધકની પરિભાષા કરી છે, તે પરિભાષાનુસાર બાલતપસ્વી કઈ રીતે દેશારાધક થઈ શકે ? અર્થાતું થઈ શકે નહિ; કેમ કે તે બાલતપસ્વી જે માર્ગાનુસારી ક્રિયા કરે છે, તે માર્ગાનુસારી ક્રિયામાં પણ મોક્ષમાર્ગનો અભાવ છે. કેમ મોક્ષમાર્ગનો અભાવ છે ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે. આરાધક-વિરાધક ચતુર્ભગીમાં જે શ્રુત અને શીલ એ બે અંશો ગ્રહણ કર્યા, તેમાંથી શીલરૂપ અંશ ચારિત્રની ક્રિયા છે. તથા શ્રુત અને શીલમાંથી ચારિત્રરૂપ અંશ બોલતપસ્વીની ક્રિયામાં નથી; કેમ કે બાલતપસ્વી જે યમ-નિયમાદિ આચરણા કરે છે તે જિનવચનાનુસાર ચારિત્રરૂપ નથી. આ પ્રકારની કોઈની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – બાલતપસ્વીની જે યમ-નિયમની આચરણા છે તે ચારિત્રરૂપ નહિ હોવા છતાં ચારિત્રનો એક દેશ છે. અને અનુયોગ દ્વારમાં પ્રસિદ્ધ દૃષ્ટાંતથી સંગ્રહનયના વચનાનુસાર શ્રત-શીલમાંથી જે શીલરૂપ ચારિત્ર છે તેના એક દેશરૂપ યમ-નિયમાદિની ક્રિયા છે તેને પણ શીલરૂપે ગ્રહણ કરીને ભગવતીમાં બાલતપસ્વીને દેશારાધક સ્વીકારેલ છે.
આશય એ છે કે અનુયોગ દ્વારમાં પ્રદેશનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. અને ત્યાં પ્રશ્ન કરેલ છે કે કોને પ્રદેશ છે? તેના ઉત્તરમાં નયોનું યોજન કરેલ છે. તેમાં સંગ્રહનયથી કહેલ છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને તેઓના દેશના એમ કુલ 9ના પ્રદેશો છે. એ પ્રમાણે સંગ્રહનય સ્વીકારે છે. તેથી ધર્માસ્તિકાય આદિ પાંચ અને તેના દેશોના પ્રદેશને પ્રદેશ સ્વીકારીને તે સ્થાપન કર્યું કે ધર્માસ્તિકાય આદિ પાંચનો જે દેશ અને તેનો પણ જે દેશ તેને સંગ્રહનય સ્વીકારે છે. આથી જ ધર્માસ્તિકાયાદિ પાંચના દેશના દેશને પ્રદેશરૂપે સ્વીકારે છે. તેમ પ્રસ્તુતમાં શીલ-શ્રુતમાંથી જે શીલ દેશ છે તેના પણ દેશને સ્વીકારીને ભગવતીમાં દેશારાધક કહ્યા છે. અને બાલતપસ્વીની ક્રિયા શીલરૂપ દેશનો દેશ આ રીતે છે. જે શીલ મુનિ પાળે છે તે ભાવ ચારિત્રરૂપ શ્રુત-શીલનો દેશ છે. અને તે શીલની પ્રાપ્તિનું કારણ સ્થૂલ આચરણારૂપ યમ-નિયમની આચરણા બાલતપસ્વી એવા અન્યદર્શનના જીવો અથવા ગીતાર્થને અપરતંત્ર માર્ગાનુસારીભાવવાળા જીવો, કરે છે. આથી જ તે બાલતપસ્વી યમ-નિયમની આચરણા કરીને જ્યારે સમ્યત્વ પામે છે ત્યારે અનંતાનુબંધીના વિગમનકૃત વિશેષ પ્રકારના શીલને પામે છે. અને સમ્યક્ત પામ્યા પછી દેશવિરતિના ક્રમથી સર્વવિરતિ પામે છે ત્યારે વિશેષ શીલને પ્રાપ્ત કરે છે. અને તે વિશેષ શીલની પ્રાપ્તિ પ્રત્યે દૂર-દૂરવર્તી બોલતપસ્વીની માર્ગાનુસારી ક્રિયા કારણ છે. તેથી શીલનો દેશ છે. અને અભવ્યાદિ કે નિર્નવોની ચારિત્રાચારની ક્રિયા છે. તે દૂર-દૂરવર્તી પણ ચારિત્રરૂપ શીલનું કારણ નથી. માટે તેઓની ક્રિયાને આશ્રયીને ભગવતીકારે તેઓને દેશારાધક સ્વીકાર્યા નથી. આ પ્રમાણે સૂક્ષ્મ અવલોકન કરવું. શા