________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૩
૨૫૫ અપ્રમાદ મુખ્ય ઉદ્દેશ પણ=ધર્માનુષ્ઠાનથી સાધ્ય પ્રકૃષ્ટ ઉપેય એવો જે મોહકાશને અનુકૂલ વ્યાપાર તવિષયક અપ્રમાદ છે મુખ્ય જેમાં એવા ઉદ્દેશવાળો પણ, ચિત્ર-પુરુષવિશેષની અપેક્ષાએ ઉચિત ગુણઆધાયકપણાથી જુદા જુદા પ્રકારવાળો, જિનનો ઉપદેશ જે જીવ જેટલા પ્રમાણવાળા ઉપદેશને યોગ્ય છે તે જીવને તેટલા પ્રમાણવાળા ગુણના આધાનમાં પર્યવસાન પામેલો છે.
ઉપદેશપદમાં તે કહેવાયેલું છે=જિનનો ઉપદેશ ચિત્ર પ્રકારનો અપ્રમાદસાર છે. એમ જે પૂર્વે કહેવાયેલું છે તે ઉપદેશપદમાં કહેવાયેલું છે –
“આ રીતે અપ્રમાદસારતા હોતે છતે પણ જિનનો ઉપદેશ ઉચિત પુરુષની અપેક્ષાએ ચિત્ર રૂપવાળો છે. તે કારણથી સવિષય જાણવો.”
આની વૃત્તિ–ઉપદેશપદની વૃત્તિ, આ પ્રમાણે છે –
“આ રીતે=ભારે કર્મવાળા જીવોનું પ્રવ્રજ્યા સ્વીકારવામાં અસહિષ્ણુપણું હોતે છત, સર્વજ્ઞની પ્રજ્ઞાપનારૂપ જિનનો ઉપદેશ ઉચિતની અપેક્ષાએ=જે જીવ જે પ્રમાણેના ઉપદેશને યોગ્ય છે તેની અપેક્ષાએ, અપ્રમાદસારતા હોતે છતે પણ=અપ્રમાદ કરણીયપણાથી સાર છે જે જિનોપદેશમાં તે તેવો છે અપ્રમાદસાર છે, તેનો ભાવ તે અપ્રમાદસારતા. તે હોતે છતે પણ, ચિત્ર રૂપવાળો છે=જુદા જુદા સ્વરૂપથી પ્રવર્તે છે. તે કારણથી સવિષયક સગોચર, જાણવો. ઉદ્ધરણમાં “ો' શબ્દ પૂર્વની જેમ પૂર્વમાં જેમ, પાદપૂતિ અર્થે કહેલ તેમ જાણવો. જ્યારે જિનનો ઉપદેશ અપ્રમાદસાર પણ અનેકરૂપપણાથી વ્યવસ્થિત છે, ત્યારે નિર્વાણમાર્ગમાં પ્રજ્ઞાપના યોગ્ય એવા અપુનબંધકાદિને મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવવા યોગ્ય એવા અપુનબંધકાદિને, આશ્રયીને કેટલાક અપુનબંધક સામાન્ય દેશનાના, કેટલાક અપુનબંધકાદિને, સમ્યગ્દષ્ટિ ગુણ યોગ્ય પ્રજ્ઞાપનાના, કેટલાક અપુનબંધક દેશવિરતિ ગુણસ્થાનક યોગ્ય પ્રરૂપણાના, કેટલાક અપુનબંધક નિર્ધત ચારિત્રમોહમાલિત્યવાળી અપ્રમાદરૂપ પ્રવ્રજ્યાની દેશનાને યોગ્ય છે. એથી અવિષયવાળી અપ્રમત્તતાની પ્રજ્ઞાપના નથી.”
અને તેથી માર્ગાનુસારી ક્રિયા પણ ભગવત્ સામાન્ય દેશનાનો અર્થ છે, એથી ભાવથી જેની જ છે=અન્યદર્શની માર્ગાનુસારી ક્રિયા ભાવથી જેવી જ છે, એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. I૨૩. ભાવાર્થ
સર્વ દર્શનોમાં જે શીલ, દયા, દાનાદિ ક્રિયા છે તે માર્ગાનુસારી ક્રિયા છે. તેથી કોઈ પણ દર્શનમાં રહેલા જીવો સંસારથી ભય પામેલા હોય અને સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિના અર્થી હોય અને તેના ઉપાયરૂપે શીલ પાળતા હોય, જીવોની દયા કરતા હોય અને ઉચિત દાનાદિ કરતા હોય તે સર્વ ક્રિયા કરનારા જીવો ભાવથી જૈન જ છે; કેમ કે ધર્મના સ્થાપન કાળમાં ભગવાન વડે અપાયેલી દેશનામાંથી જ ગ્રહણ કરીને અન્યદર્શનકારોએ મોક્ષના ઉપાયરૂપ તે તે ક્રિયાઓ બતાવેલ છે.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનકારોએ જેમ શીલ, દયા, દાનાદિ ક્રિયાઓ બતાવી છે તેમ મોક્ષના અકારણભૂત એવા અન્ય આચારો પણ બતાવ્યા છે. તેથી તે દર્શનમાં રહેલા જીવોને જેમ શીલ, દયા, દાનાદિ ક્રિયાઓ પ્રત્યે રુચિ છે, તેમ મોક્ષના અકારણીભૂત આચારો પ્રત્યે પણ રુચિ થવાથી તેઓ ભાવથી