________________
૨૫૭
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૩, ૨૪ હોય છે. અને સંસારના ઉચ્છેદ માટે મહાપરાક્રમ ફોરવી શકે તેવા પણ નથી. પરંતુ ભોગવિલાસપ્રધાન માનસવાળા છે. તેવા જીવોને ભોગના ત્યાગીઓ પ્રત્યે ભક્તિ કરવાના પરિણામ વિષયક ઉપદેશ આપવામાં આવે તો એ જીવો ત્યાગી પ્રત્યેના બહુમાન દ્વારા જ સ્વભૂમિકાનુસાર અપ્રમાદ કરી શકે છે. વળી કેટલાક અપુનબંધક જીવો સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય તેઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ, સંસારથી પર એવી મુક્તાવસ્થાનું પારમાર્થિક સ્વરૂપ, જિનવચનાનુસાર બતાવવામાં આવે અને તેની પ્રાપ્તિનો ઉપાય અઢાર હજાર શીલાંગ સ્વરૂપ ચારિત્ર કારણ છે તેનો મર્મસ્પર્શી ઉપદેશ આપવામાં આવે તો તે જીવો સમ્યગ્દષ્ટિ બની શકે તેવા છે. તેવા જીવોને સમ્યક્તપ્રાપ્તિને અનુકૂળ અપ્રમાદસાર ઉપદેશ આપવો જોઈએ.
વળી કેટલાક અપુનબંધક જીવો પણ દેશવિરતિ ગુણસ્થાનકને યોગ્ય હોય છે. તેવા યોગ્ય જીવોને સુદેવસુગુરુ-સુધર્મનું સ્વરૂપ બતાવીને સમ્યક્ત પ્રાપ્ત થયા પછી સર્વવિરતિ સાથે કારણ ભાવરૂપે શ્રાવકધર્મ કઈ રીતે સંલગ્ન છે ? તેનો પારમાર્થિક બોધ કરાવવામાં આવે તો તે જીવો સ્વભૂમિકાનુસાર અપ્રમાદભાવથી દેશવિરતિનું પાલન કરી શકે તેવી યોગ્યતાવાળા છે. વળી કેટલાક અપુનબંધક જીવોમાં ચારિત્ર મોહમાલિન્ય નષ્ટપ્રાયઃ થયું છે. તેઓને અપ્રમત્તતારૂપ પ્રવ્રજ્યાની દેશના આપવામાં આવે છે. જેમ ૧૫૦૦ તાપસ અપુનબંધકદશામાં હતા અને ગૌતમ સ્વામીના ઉપદેશને પામીને મોહના ઉન્મેલનને અનુકૂલ અપ્રમત્તતારૂપ પ્રવ્રજ્યાને પામીને કેવલજ્ઞાનને પામ્યા. તેથી અપ્રમત્તતા વિષયક ઉપદેશ અનેક પ્રકારનો છે. માટે અન્યદર્શનમાં રહેલી માર્ગાનુસારી ક્રિયા પણ મોહનાશને અનુકૂલ પ્રારંભિક વ્યાપારરૂપ હોવાથી ભગવાનની સામાન્ય દેશનારૂપ જ છે. માટે અન્યદર્શનમાં રહેલા માર્ગાનુસારી જીવો ભાવથી જૈની ક્રિયા જ કરે છે. ૨૩ અવતરણિકા:
नन्वेवं भागवतीं सामान्यदेशनामनुसृत्य प्रवर्त्तमानानां मिथ्यादृशामपि सा मार्गानुसारिणी क्रिया सिद्ध्यनु(कुल)दयादानादिका जैनी, पतञ्जल्याद्युक्तमनुसृत्य प्रवर्त्तमानानां तु सा कथं जैनी? जिनदेशनानुसन्धानमूलप्रवृत्त्यनुपहितत्वादित्याशङ्कायामाह - અવતરણિકાર્ચ -
‘તથી શંકા કરતાં કહે છે – આ રીતે ગાથા-૨૩ની ટીકામાં કહ્યું કે જિનનો ઉપદેશ અપુતબંધકને આશ્રયીને પણ હોય છે તેમાં કેટલાક સામાન્ય દેશનાને યોગ્ય હોય છે એ રીતે, ભગવાનની સામાન્ય-દેશનાને અનુસરીને પ્રવર્તતા મિથ્યાષ્ટિઓને પણ મોક્ષને અનુકૂલ એવી દયા-દાનાદિ તે માર્ગાનુસારી ક્રિયા જેવી છે. પણ પતંજલિ આદિ વડે કહેવાયેલને અનુસરીને પ્રવર્તતા જીવોની તેત્રમાર્ગાનુસારી ક્રિયા, કઈ રીતે જેતી થાય ? અર્થાત્ થાય નહિ; કેમ કે જિનદેશનાના અનુસંધાનમૂલક પ્રવૃત્તિથી અનુપહિતપણું છે જિનદેશતાના અનુસંધાનમૂલક પ્રવૃત્તિ નથી, એ પ્રમાણેની આશંકામાં કહે છે –