________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
૨૫૧ ભગવતીના વૃત્તિકારે પણ અશુદ્ધ વ્યવહારથી ચારિત્રની ક્રિયા કરનારાને દેશારાધક કહ્યા છે. તેમ પૂર્વપક્ષીના વચન અનુસાર સ્વીકારવામાં આવે અને નાગિલે ચરમાવર્ત બહારના જીવોને બોલતપસ્વી કહ્યા તે આ જીવો બાળ છે, આરાધક નથી એ પ્રકારના અભિપ્રાયવાળું છે તે નિશ્ચયના અભિપ્રાયવાળું છે એમ જે ગ્રંથકારશ્રીએ કહ્યું તેમ પૂર્વપક્ષી સ્વીકારી લે અને કહે કે તેમ સ્વીકારવાથી નિનવોને અને અભવ્યાદિને દેશારાધક સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રમાણે કહેવું યુક્ત નથી; કેમ કે આ પ્રકારે અર્થ કરવામાં સંદર્ભનો વિરોધ છે. અર્થાત્ મોક્ષમાર્ગના આરાધકને ગ્રહણ કરીને કોણ દેશથી આરાધક છે ? કોણ સર્વથી આરાધક છે ? એ પ્રકારના સંદર્ભથી ચતુર્ભગીનો અર્થ કરતી વખતે જેઓ લેશ પણ મોક્ષમાર્ગની આરાધના કરતા નથી તેવા જીવોને અશુદ્ધ વ્યવહારથી દેશારાધક કહેવા અને ત્યાર પછી તેઓ બોલતપસ્વી છે એમ કહીને મોક્ષમાર્ગના સર્વથા વિરાધક છે તેમ કહેવા અર્થે નિશ્ચયનયનું આશ્રયણ કરીને “આ બાળ છે” અર્થાત્ આરાધક નથી માટે બોલતપસ્વી છે એમ કહેવામાં સંદર્ભનો વિરોધ છે. તો કઈ રીતે અર્થ કરવાથી આરાધક-વિરાધક ચતુર્ભગીમાંથી પ્રથમ ભાંગામાં સંદર્ભનો વિરોધ પ્રાપ્ત થાય નહિ? તે બતાવવા અર્થે કહે છે – નિશ્ચયનયને પ્રાપક એવા વ્યવહારનયથી દેશારાધકપણું સ્વીકારવામાં આવે અને તેવા શુદ્ધ વ્યવહારથી પ્રાપ્ત થયેલા દેશારાધકની ઉપપાદક એવી માર્ગાનુસારી યમ-નિયમાદિ ક્રિયાવાળા જીવોને બાલતપસ્વી કહેવામાં આવે તો સંદર્ભનો વિરોધ થાય નહીં.
આશય એ છે કે નિશ્ચયનય મોક્ષને અનુકૂળ એવા જીવના પરિણામને કારણ કહે છે. અને તેવા નિશ્ચયનયના પરિણામને પ્રાપ્ત કરાવે એવી વ્યવહારનયની યમ-નિયમની આચરણા જે કરતા હોય તે જીવોને દેશારાધક સ્વીકારી શકાય. જેમ તામલિ તાપસાદિ તે તે દર્શનની યમ-નિયમની આચરણા કરતા હતા. જેના બળથી સમ્યક્તાદિભાવો તેમને પ્રાપ્ત થાય છે. તેથી નિશ્ચયનયને અભિમત એવા પરિણામને પ્રાપક એવી વ્યવહારનયની ક્રિયા કરનારાને દેશારાધક કહેવામાં આવે છે તેમ સ્વીકારવામાં આવે અને તેવું દેશારાધકપણું જેઓમાં હોય તેવા જીવોને બોલતપસ્વી કહેવામાં આવે તો તે કથનમાં સંદર્ભનો વિરોધ થાય નહીં.
અહીં કોઈને પ્રશ્ન થાય કે વ્યવહારનયની ક્રિયામાં “આ વ્યવહારનયની ક્રિયા નિશ્ચયપ્રાપક છે અને આ વ્યવહારનયની ક્રિયામાં નિશ્ચય પ્રાપક નથી.” એ પ્રકારનો ભેદ શાસ્ત્રસિદ્ધ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ વ્યામૂઢ બુદ્ધિથી શંકા કરવી નહિ; કેમ કે યોગબિંદુ, ઉપદેશપદાદિમાં આ ભેદની પ્રસિદ્ધિ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો ભવથી કંઈક વિમુખ થયા છે અને ભવના ઉચ્છેદના અર્થે યમનિયમાદિની આચરણા કરે છે, તેઓની યમ-નિયમની આચરણા ભવ પ્રત્યેના સંગને અલ્પ-અલ્પતર કરીને નિશ્ચયનયને અભિમત એવા અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી તેવી વ્યવહારનયની ક્રિયાઓ નિશ્ચયનયના પરિણામની પ્રાપક છે. અને જે જીવોને ભવપ્રાપ્તિનો સંગ અત્યંત છે. અથવા જે જીવોને ભવ પ્રત્યેનો સંગ ઉપદેશાદિથી કંઈક ન્યૂન થાય તેવો હોવા છતાં ઉપદેશક તે પ્રકારના ઉપદેશ દ્વારા ભવના સંગને ઘટાડવા કોઈ યત્ન ન કરે તો ભવ પ્રત્યેના અત્યંત સંગવાળા જીવો વ્યવહારનયની ક્રિયાઓ કરીને