________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
૨૪૯
‘નથી શંકા કરે છે – આ પણ પરિભાષામાં-આરાધક-વિરાધકની ચતુર્ભગીમાંના પ્રથમ ભાંગામાં મોક્ષમાર્ગના દેશારાધકને જ દેશારાધક સ્વીકાર્યા છે. એ પ્રકારની પણ પરિભાષામાં, બાલતપસ્વીઓનું દેશારાધકપણું કેવી રીતે થાય? અર્થાત્ થાય નહિ; કેમ કે તદ્ગત માર્ગાનુસારી ક્રિયાનું પણ=બાલતપસ્વીગત માર્ગાનુસારી ક્રિયાના પણ, મોક્ષમાર્ગ–નો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે તેઓની માર્ગાનુસારી ક્રિયા પણ મોક્ષમાર્ગ–નો અભાવ કેમ છે ? તેમાં હેતુ કહે
તદંશ ચારિત્રક્રિયાનું જ=કૃત અને શીલમાંથી શીલ અંશરૂપ ચારિત્રક્રિયાનું જ, અંશપણું છે=શ્રુતશીલમાંથી શીલરૂપ એક અંશપણું છે. તે પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તેમ ન કહેવું; કેમ કે સંગ્રહાયતા આદેશથી અનુયોગ દ્વારા પ્રસિદ્ધ દષ્ટાંત દ્વારા અનુયોગ દ્વારમાં-પ્રદેશ વિષયક જે પ્રસિદ્ધ દષ્ટાંત છે તેના દ્વારા, સ્વદેશના દેશનું પણ સ્વદેશ– અવિરોધ છે. એ પ્રમાણે સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ. ૨૨ ભાવાર્થ :
ગાથાના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ સંપ્રદાયબાહ્યવાળાને આપત્તિ આપી કે જો સંપૂર્ણ સાધુ સામાચારીના બળથી અભવ્યાદિને દેશારાધક સ્વીકારવામાં આવે તો નિહ્નવોને પણ દેશારાધક સ્વીકારવાની આપત્તિ આવે. અને નિર્નવોને દેશારાધક સ્વીકારી ન શકાય તેની સ્પષ્ટતા ટીકામાં ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી કરી. ત્યાં કોઈક કહે કે દ્રવ્યચારિત્રના પાલનથી જ ચારિત્રનું આરાધકપણું પરિભાષણ કરાય અને ભાવની પરિણતિથી જ જ્ઞાન-દર્શનનું આરાધકપણું પરિભાષણ કરાય તો અભવ્યાદિ દ્રવ્યલિંગીઓને દેશારાધકપણું પ્રાપ્ત થાય; કેમ કે તેઓ પૂર્ણ પંચાચારનું પાલન કરે છે. અને નિર્નવોને દેશારાધકપણું અને દેશવિરાધકપણું પ્રાપ્ત થાય; કેમ કે નિર્નવો ઉસૂત્રભાષણ દ્વારા દર્શનાચારની વિરાધના કરે છે અને અન્ય આચારનું પાલન કરે છે. તેથી અભવ્યાદિ દ્રવ્યલિંગીઓ અને નિનવોમાં જે દેશારાધકપણું છે તેની અપેક્ષાએ અભવ્યાદિ અને નિર્નવોને નવમા સૈવેયકમાં ઉપપાતનું સામ્ય છે. અભવ્યાદિને જે દેવદુર્ગતત્વ પ્રાપ્ત થાય છે તેમાં દુર્ગતત્વનું કારણ સાહજિક મિથ્યાત્વ છેઃઅનાદિકાળથી સહજ રીતે વર્તતું મિથ્યાત્વ છે. અને નિર્નવોને ઉસૂત્રભાષણ કરવારૂપ વિરાધનાથી જન્ય મિથ્યાત્વ છે. આ રીતે પરિભાષા કરવામાં શું દોષ છે? કોઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકારની પરિભાષા કરવામાં ભગવતીસૂત્રની આરાધક-વિરાધક ચતુર્ભગી ઉપર જે ટીકા છે તેની ઉપેક્ષા થાય માટે તેનું આશ્રયણ યુક્ત નથી. તે બતાવવાના અભિપ્રાયથી ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – ભગવતીસૂત્રકારે મોક્ષમાં જવાને અનુકૂળ એવી આચરણા કરનારા જીવોને આશ્રયીને આરાધક-વિરાધકની પરિભાષા કરેલ છે. તેથી ભગવતીના ટીકાકારે શ્રુત શબ્દથી જ્ઞાન-દર્શન અને શીલ શબ્દથી પ્રાણાતિપાતાદિ નિવૃત્તિની ક્રિયાને જ ગ્રહણ કરીને અમૃતવાળા અને શીલવાળા એવા માર્ગાનુસારી બાલતપસ્વીને ગ્રહણ કરેલ છે.