________________
धर्मपरीक्षा भाग -१ / गाथा - २२
२४७
विराधनाजन्यमिति परिभाषायां को दोष इति चेत् ? नन्वेवं परिभाषाऽऽ श्रयणावश्यकत्वे वृत्तिकृत् स्वारस्येनैव साऽऽश्रणीयेत्यभिप्रायवानाह - तत् = तस्माद् वृत्तिं परिगृह्य परिभाषा वक्तुं युक्ता । जे इति पादपूरणार्थो निपातः । वृत्तौ हि श्रुतशब्देन ज्ञानदर्शनयोः शीलशब्देन च प्राणातिपातादिनिवृत्तिक्रियाया एव परिभाषणादश्रुतवान् शीलवांश्च मार्गानुसार्येव बालतपस्वी पर्यवस्यतीति भावः, न हि द्रव्यलिङ्गधरोऽभव्यादिर्व्यवहारेण बालतपस्वी वक्तुं युज्यते । 'ता एते बालतवस्सिणो दट्ठव्वा' इति महानिशीथे नागिलवचनं कुशीलेषु बालनिश्चयाभिप्रायकमेवेति, न चैकस्मिन्नेव वाक्ये देशाराधकत्वमशुद्धव्यवहारात्, तदुपपादकं बालतपस्वित्वं च निश्चयादिति वक्तुं युक्तम्, सन्दर्भविरोधात्, किन्तु निश्चयप्रापकाद् - व्यवहाराद्देशाराधकत्वं तदुपपादकं च मार्गानुसारियमनियमादिक्रियावत्त्वं बालतपस्वित्वमित्येवं सन्दर्भाऽविरोधः, न च व्यवहारे निश्चयप्रापकत्वाऽप्रापकत्वाभ्यां विशेषः शास्त्रासिद्ध इति व्यामूढधिया शङ्कनीयं, योगबिन्दूपदेशपदादावेतद्विशेषप्रसिद्धेः, नन्वस्यामपि परिभाषायां कथं बालतपस्विनो देशाराधकत्वं तद्गतमार्गानुसारिक्रियाया अपि मोक्षमार्गत्वाभावात्, तदंशचारित्रक्रियाया एवांशत्वादिति चेत् ? न, संग्रहनयादेशादनुयोगद्वारप्रसिद्धदृष्टान्तेन स्वदेशदेशस्यापि स्वदेशत्वाविरोधादिति सूक्ष्ममीक्षणीयम् ।।२२।।
टीडार्थ :
अथ चारित्रापेक्षया सूक्ष्ममीक्षणीयम् ।।
ગાથાના પૂર્વાર્ધસ્પર્શી ટીકા સમાપ્ત કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે –
'अथ' थी पूर्वपक्षी शंडा रे કે ચારિત્રની અપેક્ષાએ આરાધકપણું દ્રવ્યસ્વીકારથી જ પરિભાવન કરાય છે. વળી જ્ઞાન-દર્શનની અપેક્ષાએ આરાધકપણું ભાવપ્રતિપત્તિથી જ પરિભાવત કરાય છે. તેથી=દ્રવ્યચારિત્રની અપેક્ષાએ જ દેશારાધકપણું છે તેથી, અભવ્યાદિ દ્રવ્યલિંગીઓનું દેશારાધકપણું જ છે અને નિદ્ભવોનું દેશારાધકપણું અને દેશ વિરાધકપણું છે. તેથી=અભવ્યોને અને નિદ્ભવોને દેશારાધકપણું છે તેથી, દેશારાધકપણાની અપેક્ષાએ ઉપપાતનું સામ્યપણું છે=નિહ્નવોનું અને અભવ્યોનું દેવદુર્ગતપણારૂપે નવમા ત્રૈવેયકમાં ઉપપાતનું સામ્યપણું છે. અને એકનું=અભવ્યનું, દુર્ગતિનું નિબંધન એવું સાહજિક મિથ્યાત્વ છે. અને અપરનું=નિહ્નવનું, વિરાધનાજન્ય મિથ્યાત્વ છે. એ પ્રમાણેની પરિભાષા કરાયે છતે=એ પ્રમાણેની આરાધક-વિરાધક ચતુર્થંગીમાં દેશારાધકની પરિભાષા કરાયે છતે, શું દોષ છે ? એથી કહે છે. આ રીતે પરિભાષાના આશ્રયણનું આવશ્યકપણું હોતે છતે=અભવ્યને અને નિહ્નવોને થતા દેવદુર્ગતત્વને સ્વીકારીને દેશારાધકત્વ સ્વીકારવા માટે આ પ્રકારે પરિભાષાના આશ્રયણનું આવશ્યકપણું હોતે છતે, વૃત્તિકારના સ્વારસથી જ=ભગવતીસૂત્રના વૃત્તિકારના સ્વારસથી જ તે આશ્રયણીય છે=પરિભાષા આશ્રયણીય છે. એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે
-
.....