________________
૨૪૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
વસ્તુતઃ નિર્નવોના દેવદુર્ગતત્વ કરતાં પણ અકાળે ઔષધ સેવન કરનારા અભવ્યાદિ જીવોને તાત્ત્વિક દેવત્વની પ્રાપ્તિ તો નથી, પરંતુ નિનવો કરતાં પણ અધિક દેવદુર્ગતત્વની પ્રાપ્તિ છે. માટે નિર્નવોને સમ્યક્તના વિરાધક સ્વીકારીને અને દ્રવ્યચારિત્રના આરાધક સ્વીકારીને દેશારાધક પૂર્વપક્ષી કહે છે, તે ઇષ્ટ નથી.
અહીં વિશેષ એ છે કે કેટલાક સાધુઓ સુવિશુદ્ધ સંયમ પાળીને સર્વ કર્મનો નાશ ન કરી શકે તો નવમા રૈવેયકમાં ઉત્પન્ન થાય છે. તેઓનો નવમા સૈવેયકમાં ઉપપાત તાત્ત્વિક સુદેવત્વરૂપ છે; કેમ કે સંમોહ વગર ચારિત્ર પાળીને નવમા ગ્રેવેયકમાં ઉત્પન્ન થયા પછી મનુષ્યાદિ ભવોને પામીને તેઓ મુક્તિને પામશે.
વળી, નિનવો સ્વીકારાયેલા ચારિત્રાચારનું સમ્યફ પાલન કરીને નવમા ગ્રેવેયકમાં જાય છે. તેઓએ સંયમકાળમાં જે ઉસૂત્રભાષણ કરેલ તેનાથી બંધાયેલા ક્લિષ્ટ મિથ્યાત્વના કારણે નવમા રૈવેયકમાં હિતાહિતને અનુકૂળ માર્ગાનુસારી ઊહ થતો નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ભોગોમાં તેઓ મૂઢ બને છે તેથી ઉસૂત્રભાષણથી બંધાયેલા કર્મને કારણે ભોગોમાં તેઓ મૂઢ થઈને દીર્ઘ સંસાર ભટકે છે. તેથી તેઓની નવમા રૈવેયકની પ્રાપ્તિ દેવદુર્ગતત્વરૂપ છે. વળી, અભવ્યના જીવો કે ચરમાવર્ત બહારના જીવો પ્રચુર ભાવમલવાળા હોય છે. તેથી ભગવાનના વચનરૂપ ઔષધ માટે તેઓ અયોગ્ય છે. તેથી જેમ પ્રબલ વરનો ઉદય હોય તે વખતે વર સંબંધનું ઔષધ ગુણકારી થતું નથી પરંતુ વરનું કંઈક શમન કરીને શરીરમાં રહેલા ધાતુના વિકારની વૃદ્ધિનું કારણ બને છે, તેથી અકાળે અપાયેલું વરનું ઔષધ રોગીને માટે અહિતકર છે, તેમ પ્રચુર ભાવમલવાળા ચરમાવર્ત બહારના જીવો કે અભવ્યના જીવો ભગવાનના વચનના સેવનરૂપ ઔષધ માટે અયોગ્ય છે. અને જે વખતે ભગવાનના વચનના સેવનરૂપ ઔષધનો અકાળ વર્તતો હોય તે વખતે કોઈક નિમિત્તથી સંયમ ગ્રહણ કરીને તેઓ પૂર્ણ પંચાચારનું પાલન કરે તોપણ તે પંચાચારના પાલનથી મોહની મંદતારૂપ કોઈ ગુણ થતો નથી, પરંતુ તે ઔષધના સેવનથી નવમા રૈવેયકનું તુચ્છ સુખ મળે છે. તે વખતે ભાવરોગ અતિશય વૃદ્ધિ પામે છે. જેમ પ્રબલ જવરમાં વરશમનનું ઔષધ આપવાથી ક્ષણિક જવરનું શમન થાય છે, ત્યાર પછી તે ઔષધથી અંદરની ધાતુઓમાં ઘણી વિક્રિયા થવાથી પૂર્ણ કરતાં પણ અધિક દોષની પ્રાપ્તિ થાય છે, તેમ અકાળે ભગવાનના વચનરૂપ ઔષધના સેવનથી ક્ષણિક સુખરૂ૫ રૈવેયકની પ્રાપ્તિ થાય છે; તોપણ તે ભોગોમાં અતિસંમોહ થવાને કારણે ક્લિષ્ટતર સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. તેથી અકાળે સેવાયેલા વચનૌષધથી ક્લિષ્ટતર દેવદુર્ગતત્વની પ્રાપ્તિરૂપ નવમા રૈવેયકની પ્રાપ્તિ છે. ટીકા :
अथ चारित्रापेक्षयाऽऽराधकत्वं द्रव्यप्रतिपत्त्यैव परिभाष्यते, ज्ञानदर्शनापेक्षया तु भावप्रतिपत्त्या, ततोऽभव्यादीनां द्रव्यलिंगिनां देशाराधकत्वमेव, निह्नवानां च देशाराधकत्वं देशविराधकत्वं च । ततो देशाराधकत्वापेक्षयोपपातसाम्यं, दुर्गतित्वनिबन्धनं चैकस्य साहजिकं मिथ्यात्वमपरस्य च