________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
૨૪૫
“ગથ'થી પૂર્વપક્ષી કહે છે કે દ્રવ્યક્રિયાઓને આશ્રયીને જ આરાધક-વિરાધકપણાની વ્યવસ્થા શાસ્ત્રકારોએ કરી છે. માટે નિર્નવો સર્વવિરાધક નથી જ; કેમ કે સ્વીકારાયેલા ચારિત્ર વિષયક દ્રવ્યાજ્ઞાનો ભંગ કર્યો નથી માટે દેશારાધક છે. અને ઉત્સુત્રભાષણ કર્યું છે તેથી સમ્યક્ત વિષયક જે પ્રતિજ્ઞા કરેલી તેનો ભંગ કર્યો હોવાથી દેશવિરાધક છે. માટે નિર્નવોમાં સમ્યક્ત અંશથી વિરાધકપણું અને દ્રવ્યચારિત્રના પાલન અંશથી આરાધકપણું છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રમાણેનું પૂર્વપક્ષીનું વચન ઉચિત નથી; કેમ કે તેમ સ્વીકારીએ તો જે અભવ્યાદિના જીવો પૂર્ણ પંચાચારનું પાલન કરે છે તેઓ જેમ ચારિત્ર અંશથી દેશારાધક છે તેમ દ્રવ્યથી દર્શનાચારના પાલનને કારણે સમ્યક્તઅંશથી પણ આરાધક હોવાથી અને નિકૂવો દર્શનઅંશથી વિરાધક હોવાથી નિહ્નવોને અને અભવ્યોને ઉત્કૃષ્ટથી નવમા રૈવેયકની પ્રાપ્તિરૂપ સામ્યભાવની પ્રાપ્તિ થઈ શકે નહિ; કેમ કે નિકૂવો સમ્યક્તઅંશથી વિરાધક છે અને પંચાચારનું પાલન કરનારા અભવ્યો સમ્યક્તઅંશથી પણ વિરાધક નથી. વસ્તુતઃ શાસ્ત્રકારોએ સાધુસામાચારીનું પાલન કરનારા અભવ્યોને અને નિર્નવોને ઉત્કૃષ્ટથી સમાન રીતે નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ સ્વીકારેલી છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે નિનવોને પૂર્ણ સામાચારી પાલન કરનારા અભવ્યોની સાથે રૈવેયકમાં ઉપપાતમાં સામ્યપણું નથી; કેમ કે નિર્નવોને ઉત્કૃષ્ટથી નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે તે દેવદુર્ગતપણાથી પ્રાપ્તિ થાય છે અને પૂર્ણ સામાચારી પાળનારા અભવ્યાદિને દેવદુર્ગતપણાની પ્રાપ્તિ નથી. દેવદુર્ગતપણું એટલે માત્ર દેવકિલ્બિષિકાદિપણું નથી, પરંતુ સંમોહપણાથી પણ છે. નવમા સૈવેયકમાં કિલ્બિષિકાદિપણું નહીં હોવા છતાં નિર્નવોને સંમોહ હોવાથી દેવદુર્ગતપણું છે જેના કારણે તેઓ અનંતસંસાર ભટકશે.
તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું આ વચન ઉચિત નથી; કેમ કે જેમ નિર્નવોને ચારિત્રની સામાચારીના પાલનના બળથી નવમાં ચૈવેયકની પ્રાપ્તિ થાય છે. તેમ અભવ્યાદિ જીવોને પણ જે ચારિત્રાચારના પાલનના બળથી નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ થાય છે. તે દેવદુર્ગતત્વરૂપ જ છે; કેમ કે નિનવો કરતાં પણ અભવ્યના જીવો કે ચરમાવર્ત બહારના જીવો જે સામાચારીના બળથી નવમા સૈવેયકની પ્રાપ્તિ કરે છે, તેઓમાં નિકૂવો કરતાં પણ સંમોહનું પ્રાબલ્ય છે.
કેમ સંમોહનું પ્રાબલ્ય છે ? તેથી કહે છે –
ચરમાવર્તના બહારનો કાળ વચનૌષધનો અકાળ હોવાથી અકાળમાં કરાયેલા વચનૌષધથી મોહ અતિશયિત થાય છે. અને નિકૂવો તો શરમાવર્તમાં આવેલા હોવાથી ઉત્સુત્રભાષણ કરીને જે દેવદુર્ગતપણું પામે છે તેના કરતાં પણ શરમાવર્ત બહારના જીવો સામાચારી પાલન કરીને પણ અધિક દેવદુર્ગતપણાને પામે છે. જ્યારે પૂર્વપક્ષીના કથન પ્રમાણે નિર્નવોને દ્રવ્યચારિત્રના પાલનના બળથી દેશારાધક સ્વીકારીએ તો અભવ્ય આદિને દ્રવ્યચારિત્રના પાલનના બળથી અને દ્રવ્યસમ્યક્તની સામાચારીના પાલનના બળથી તાત્ત્વિક સુદેવત્વની પ્રાપ્તિ જ સ્વીકારવી પડે.