________________
૨૪૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
ગ્રંથકારશ્રી કહે છે તારી વાત બરાબર નથી; કેમ કે અકાલ વચનૌષધના પ્રયોગથી પ્રાપ્ત રૈવેયકતા ઉત્પાતવાળા સંમોહપ્રાબલ્ય હોવાને કારણે લુપ્તસુખવાળા એવા અભવ્યાદિનું પણ દેવદુર્ગતપણું અવિશેષ છે. અને ઉપદેશપદમાં !
“કેવી રીતે અકાલ પ્રયોગમાં આનાથી સંયમથી, રૈવેયકાદિ સુખની સિદ્ધિ છે ? તેનો ઉત્તર આપતાં કહે છે – તેરૈવેયકાદિ સુખની સિદ્ધિ, ખરેખર અધિકૃત ઔષધના યોગના સૌખ્ય તુલ્ય જાણવી=સંયમરૂપ ઔષધના યોગથી થયેલા સુખ તુલ્ય જાણવી. જે પ્રમાણે સંનિપાતમાં સઔષધયોગ સૌખ્યમાત્રને કરે છે=ઔષધના યોગકાળમાં સૌખ્યમાત્રને કરે છે. તે પ્રમાણે અંત વગરના સંસારમાં આ જાણવું રૈવેયકનું સુખ જાણવું. અને મિથ્યાત્વથી મોહિતમતિવાળા જીવને તત્ત્વથી તે પણ સુખ નથી, જે પ્રમાણે રૌદ્ર વ્યાધિથી ગૃહીત જીવને ઔષધથી પણ તેના ભાવમાં ક્ષણિક સુખના ભાવમાં, તત્ત્વથી સુખ નથી. જે પ્રમાણે હણાયેલા ચક્ષુવાળો પુરુષ સમ્યફ રૂપને જોતો નથી તે પ્રમાણે જ મિથ્યાદૃષ્ટિ જીવ વિપુલ સુખને પામતો નથી તે કારણથી અસદ્ અભિનિવેશને કારણે તે=ચૈવેયકનું સુખ, નક્કી તત્ત્વથી ભોગ નથી. સર્વત્ર તેના ઉપઘાતને કારણે=અસદ્ અભિનિવેશના ઉપઘાતને કારણે, વિષધારિત ભોગ તુલ્ય છે.”
આ વચનથી અભવ્યાદિને જ વિહતવાદિની અપેક્ષાએ અકાલવચનૌષધના પ્રયોગથી મિથ્યાભિનિવેશનું દઢપણું થવાથી અતિદુઃખિતપણારૂપે ક્લિષ્ટતર દેવદુર્ગતપણું પ્રતીત થાય છે=તિહતવાદિની અપેક્ષાએ અધિક ક્લિષ્ટ એવું દેવદુર્ગતપણું પ્રતીત થાય છે. વળી, પર વડે=સંપ્રદાયબાહ્ય એવા “અથથી જે કથન કરે છે તે કથન કરનાર પૂર્વપક્ષી વડે, અભવ્ય અનારાધકપણાથી અને વિદ્વવોને વિરાધકપણાથી વિપરીતપણું સ્વીકાર્યું છે. અને તેની પ્રક્રિયાથી પૂર્વપક્ષીની પ્રક્રિયાથી, દ્રવ્યાજ્ઞાની અપેક્ષાએ અભવ્યાદિને પણ સર્વારાધકપણું હોવાથી=અભવ્યાદિને પંચાચારના પાલનરૂપ પૂર્ણ સામાચારીના પાલનના બળથી સર્વારાધકપણું હોવાથી, તાત્વિક સુદેવત્વ જ પ્રાપ્ત થાય અભવ્યાદિને તાત્વિક સુદેવપણું જ પ્રાપ્ત થાય. એથી કરીને આ=પૂર્વપક્ષીએ અથથી કહ્યું કે અભવ્યાદિ અને નિર્ણવોના ઉપપાતનું સામ્યપણું નથી એ, યત્કિંચિત્ છે=અર્થ વગરનું છે. ભાવાર્થ :
ભગવતીસૂત્રમાં આરાધક-વિરાધક ચતુર્ભગી છે તે શ્રત અને શીલને આશ્રયીને છે. તેમાં શીલરૂપ જે દ્રક્રિયા છે તે મોક્ષને અનુકૂલ ભાવ રહિત હોવા છતાં પણ તેવી એકાંત દ્રવ્યક્રિયાના બળથી પૂર્વપક્ષી જો અભવ્યમાં દેશારાધકપણું સ્વીકારે તો અભિનિવેશવાળા એવા નિનવો જ્યારે ભાવથી રત્નત્રયી વગરના છે તે વખતે સર્વવિરાધક છે ત્યારે પણ તે નિર્નવોને દેશારાધક સ્વીકારવા પડે; કેમ કે વ્રત ગ્રહણ કરતી વખતે જે પ્રમાણે પ્રતિજ્ઞા કરેલી તે પ્રમાણે દ્રવ્યક્રિયાઓનું તેઓ પાલન કરે છે. અહીં પૂર્વપક્ષી કહે કે નિનવોને દેશારાધક સ્વીકારવા અમને ઇષ્ટ જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – નિર્નવોને દેશારાધક સ્વીકારવામાં
વ્યવહારનો વિરોધ છે; કેમ કે શાસ્ત્રકારોએ નિહુનવોને રત્નત્રયીના સર્વથા વિરાધક કહેલા હોવાથી નિર્નવોને દેશવિરાધક સ્વીકારવામાં શાસ્ત્રીય વ્યવહારનો બાધ છે.