________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૦, ૨૧
૨૩૭
અહીં પ્રશ્ન થાય કે અપુનર્બંધકમાં મોક્ષને અનુકૂલ ઉપાદાનભાવ કઈ રીતે છે ? અર્થાત્ ભાવશૂન્ય એવી ક્રિયા મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણ નથી તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં કહ્યું છે. તેથી જિજ્ઞાસા થાય કે જો અભવ્યાદિની સંયમક્રિયામાં મોક્ષનું ઉપાદાનપણું નથી તો અપુનર્બંધકની ક્રિયામાં મોક્ષનું ઉપાદાનપણું કઈ રીતે છે ? તેના સમાધાનરૂપે કહે છે – યોગરૂપ કે ઉપયોગરૂપ એવી ક્રિયામાં મોક્ષનું ઉપાદાનપણું છે, એ કથન અન્ય છે.
આશય એ છે કે અભવ્યાદિ ભાવશૂન્ય જે ક્રિયા કરે છે તે ક્રિયા મોક્ષના કારણ એવા યોગરૂપ નથી. અપુનર્બંધકાદિ જીવો સંસારથી કંઈક વિમુખ ભાવવાળા થયા છે, તેથી સંસારના ઉચ્છેદનું કારણ બને તેવી ક્રિયાઓ કરે છે. આથી અપુનર્બંધકાદિ જીવોની ક્રિયા મોક્ષના કારણ એવા યોગરૂપ છે. માટે શીલરૂપ ક્રિયાની આચરણામાં મોક્ષનું ઉપાદાનપણું પ્રાપ્ત થાય છે. અથવા ઉપયોગરૂપ ક્રિયામાં મોક્ષનું ઉપાદાનપણું પ્રાપ્ત થાય છે અર્થાત્ અપુનર્બંધકાદિ જીવો જે શીલરૂપ ક્રિયાઓ કરે છે તે ક્રિયામાં તદર્થઆલોચનાદિ ઉપયોગ વર્તે છે. તેથી તે ક્રિયામાં વર્તતા તદર્થઆલોચનાદિ ઉપયોગને કારણે તેઓની ક્રિયા મોક્ષનું કારણ બને છે. જ્યારે અભવ્યાદિ તો અખંડ સાધુ સામાચારી પાળતા હોય ત્યારે પણ મન-વચન-કાયાના યોગો ક્રિયામાં હોવા છતાં તે ક્રિયાના પારમાર્થિક ભાવને સ્પર્શે તેવા તદર્થઆલોચનાદિ લેશ પણ નથી. તેથી અભવ્યાદિના સંયમનું પાલન માનસવ્યાપારવાળું હોય તોપણ તદર્થઆલોચનાદિના ઉપયોગના અભાવવાળું હોવાથી તેઓની ક્રિયામાં મોક્ષનું ઉપાદાનપણું નથી. ૨૦
અવતરણિકા :
अमुख्याराधकत्वाङ्गीकारेऽपि दोषान्तरमाह
અવતરણિકાર્ય :
અમુખ્યારાધકત્વના સ્વીકારમાં પણ=અભ્યુદયની અપેક્ષાએ અભવ્યાદિનો આરાધક તરીકે સ્વીકાર કરાયે છતે પણ, દોષાન્તરને કહે છે -
-
ભાવાર્થ :
અભવ્યાદિ જીવો સંપૂર્ણ જૈન સામાચારી પાળીને નવમા ત્રૈવેયકમાં જાય છે તેઓને સંપ્રદાયબાહ્ય મતવાળા દેશારાધક સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રીએ ગાથા-૨૦માં કહ્યું કે મુખ્યારાધકપણાની અપેક્ષાએ ભગવતીસૂત્રમાં ચતુર્થંગી પ્રકૃત છે. માટે અમુખ્યારાધકત્વની અપેક્ષાએ અભવ્યાદિની ચારિત્રાચારના પાલનની ક્રિયામાં દેશારાધકપણું સ્વીકારી શકાય નહિ. તેમાં દોષ આપ્યો કે જેમ રેતીના અવયવોમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ તેલ સ્વીકારી શકાય નહિ, તેમ જે અભવ્યની ક્રિયામાં મોક્ષને અનુકૂલ લેશ પણ ભાવ નથી તે ક્રિયાને અને જ્ઞાનને ગ્રહણ કરીને સર્વારાધકપણાની સિદ્ધિ થાય નહિ, તે રૂપ દોષ આપ્યા પછી હવે સંપ્રદાયબાહ્ય પક્ષની માન્યતા અનુસાર અભવ્યાદિની ક્રિયામાં અમુખ્ય આરાધકપણું સ્વીકારીએ તો જે અન્ય દોષની પ્રાપ્તિ છે, તે બતાવે છે –