________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૧
૨૩૯
અનુષ્ઠાનરૂપ જેની ક્રિયાથી દ્રવ્યરૂપે આરાધકપણું સ્વીકાર કરાયે છતે અભવ્યાદિ લિંગીઓને અભવ્યાદિ દ્રવ્યલિંગધારીઓને, સર્વારાધકનો ભાવ થાય; કેમ કે કોઈક પણ પ્રયોજનથી તેઓની નિખિલ સાધુસામાચારીના ગ્રહણમાં તેનું–નિખિલ સાધુસામાચારીનું, પંચાચારરૂપપણું હોવાથી દ્રવ્યથી ચારિત્રની જેમ અર્થાત્ દ્રવ્યથી ચારિત્રના આરાધકપણાની જેમ, દ્રવ્યથી જ્ઞાન-દર્શનના પણ આરાધકત્વનો તેઓને અભવ્યાદિ દ્રવ્યલિંગીઓને, બલાત્ ઉપનિપાત છે.
કેમ અભવ્યાદિ દ્રવ્યલિંગીઓને દ્રવ્યથી જ્ઞાન-દર્શનના પણ આરાધકત્વની બલાતુ પ્રાપ્તિ છે? તે સ્પષ્ટ કરે છે –
તેઓ=અભવ્યાદિ દ્રવ્યલિંગીઓ, સમ્યક્ત અંશમાં અનારાધક જ છે, વળી ચારિત્ર અંશમાં આરાધક છે એ પ્રકારે અર્ધજરતીત્યાયનું આશ્રયણ વિચારકોને ઘટતું નથી જ.
પૂર્વે કહ્યું કે અભવ્યાદિ દ્રવ્યલિંગીઓને સમ્યક્ત અંશમાં અનારાધક અને ચારિત્ર અંશમાં આરાધક સ્વીકારવારૂપ અર્ધજરતીન્યાયનું આશ્રયણ યુક્ત નથી. કેમ યુક્ત નથી ? તે સ્પષ્ટ કરે છે –
સખ્યત્ત્વ અંશમાં ભાવથી સમ્યક્તનો અભાવ હોવાને કારણે અભવ્યાદિ દ્રવ્યલિંગીઓમાં ભાવથી સમ્યક્તનો અભાવ હોવાને કારણે, અને ઉત્સત્રભાષણ અને વ્રતભંગાદિનો અભાવ હોવાને કારણે આરાધક-વિરાધક સ્વભાવનો અભાવ હોવાથી અનારાધકપણાની જેમ=દ્રવ્યલિંગીમાં સખ્યત્ત્વના અનારાધકપણાની જેમ, ચારિત્ર અંશમાં પણ ભાવથી ચારિત્રનો અભાવ હોવાને કારણે અને પ્રાણાતિપાત આદિ વ્રતભંગનો અભાવ હોવાને કારણે આરાધક-વિરાધક સ્વભાવનો અભાવ હોવાથી=અભવ્યાદિ દ્રવ્યલિંગીમાં આરાધક-વિરાધક સ્વભાવનો અભાવ હોવાથી, અનારાધકત્વનો અવિશેષ હોવાને કારણે જેમ સમ્યક્ત અંશમાં અનારાધકપણું છે તેમ ચારિત્ર અંશમાં પણ અનારાધકપણું છે તે રૂપ અવિશેષ હોવાને કારણે, દ્રવ્યથી ઉભયના આરાધકત્વનો અવિશેષ છે દ્રવ્યથી સમ્યક્ત અને ચારિત્રના આરાધકપણાનો અભેદ છે, માટે અભવ્યોને ક્રિયાને આશ્રયીને દેશારાધક સ્વીકારીએ તો જ્ઞાન-દર્શનને આશ્રયીને દેશારાધક સ્વીકારવા જોઈએ. તેથી અભવ્યાદિને સવરાધક સ્વીકારવાનો પ્રસંગ આવે, એમ યોજન છે.)
વળી, તેઓનું અભવ્યાદિ દ્રવ્યલિંગીઓનું, દ્રવ્યથી પણ સ્વઈચ્છા વિશેષ હોવાને કારણે=સંયમની બાહ્ય ક્રિયાપાલન વિષયક ઇચ્છા વિશેષ હોવાને કારણે, વૃતાંશનું જ ગ્રહણ છે=અભવ્યાદિ દ્રવ્યલિંગીઓ દ્વારા ચારિત્ર અંશનું જ ગ્રહણ છે, પરંતુ શ્રદ્ધા અંશને નહીં અભવ્યાદિ દ્રવ્યલિંગીઓને દ્રવ્યથી ભગવાનના વચનના શ્રદ્ધાંશનું ગ્રહણ નથી, એ પ્રમાણે જે પરનો મત છે તે ઉન્મત્ત પ્રલિપિત છે; કેમ કે અખંડસામાચારી પાલન વડે જ તેઓને રૈવેયકના ઉત્પાદનું અભિધાન છે. (માટે જેમ તેઓને દ્રવ્યથી ચારિત્રાચારપાલનની ઇચ્છા છે તેમ દ્રવ્યથી દર્શનાચારપાલનની પણ ઈચ્છા છે. માટે જેમ તેઓએ વ્રતશો ગ્રહણ કર્યા છે તેમ શ્રદ્ધાંશનું પણ ગ્રહણ કરેલ છે. તેથી વ્રતાશ અને શ્રદ્ધાંશને આશ્રયીને તેઓને સર્વારાધક સ્વીકારવાની આપત્તિ આવે, એમ યોજન છે.) li૨૧