________________
૨૩૫
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૦ તલના એક કણિયામાં સ્વલ્પ તેલ છે અને સમુદાયમાં પૂર્ણ તેલ છે તેમ જ્ઞાન-ક્રિયામાંથી પ્રત્યેકમાં મોક્ષનું સ્વલ્પ સામર્થ્ય છે. માટે મોક્ષને અનુકૂળ એવી કેવલ ક્રિયા કરનારા જીવોને દેશારા, સ્વીકાર્યા છે અને મોક્ષને અનુકૂલ માત્ર જ્ઞાનવાળા જીવોને દેશવિરાધક સ્વીકાર્યા છે. વળી, જેમ તલના સમુદાયમાં પૂર્ણ તેલ છે તેમ જ્ઞાન-ક્રિયાના સમુદાયમાં મોક્ષનું પૂર્ણ આરાધકપણું છે. આથી જ્ઞાન-ક્રિયાના સંયોગથી મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય છે અર્થાત્ જેમ એક તલમાં અલ્પ તેલ છે અને તલના સમુદાયમાં પૂર્ણ તેલ છે તેમ જ્ઞાનક્રિયામાંથી એકમાં અલ્પ આરાધકપણું છે અને જ્ઞાન-ક્રિયાના સંયોગમાં પૂર્ણ આરાધકપણું છે. તેથી જ્ઞાનક્રિયાના સંયોગથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થાય છે.
અહીં વિશેષ એ છે કે જ્ઞાન-ક્રિયાનો પૂર્ણ સંયોગ જિનવચનથી નિયંત્રિત અપ્રમાદભાવથી સંયમની ક્રિયા કરનાર સાધુમાં છે; કેમ કે તેમનામાં જિનવચનાનુસાર શ્રુતજ્ઞાન છે અને જિનવચનાનુસાર સર્વ ક્રિયા હોવાથી શીલ છે. આવા જ્ઞાન-ક્રિયાવાળા મુનિ જિનવચનાનુસાર ક્રિયાના બળથી અસંગભાવને પામે છે અને અસંગાનુષ્ઠાનના બળથી ક્ષપકશ્રેણીને પામે છે ત્યારે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાનના બળથી જ્યારે યોગનિરોધને પ્રાપ્ત કરે છે ત્યારે તે મહાત્મા પૂર્ણજ્ઞાન અને સર્વસંવરની ક્રિયાવાળા હોય છે જેનાથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. તેથી ફલિત થાય કે શ્રુત અને શીલ બંનેના સંયોગથી તે મહાત્મા સર્વઆરાધક બને છે અને સર્વસંવરથી મોક્ષને પ્રાપ્ત કરે છે.
સંપ્રદાયબાહ્ય પક્ષવાળા એવા અન્ય, ભાવશૂન્ય સંયમની ક્રિયા કરનારને દેશઆરાધક સ્વીકારે છે અને તેનાથી ઉત્કૃષ્ટથી અભ્યદયરૂપ નવમા સૈવેયકની પ્રાપ્તિને સ્વીકારે છે. તેવી ભાવશૂન્ય ક્રિયામાં દેશારાધકપણું સ્વીકારવું યુક્ત નથી તે તર્કથી સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જો પૂર્વપક્ષી અભ્યદયની અપેક્ષાએ ભાવશૂન્ય એવી ક્રિયામાં દેશારાધકપણું સ્વીકારે તો જ્ઞાન-ક્રિયાના સમુદાયમાં સર્વ આરાધકપણું પણ અભ્યદયની અપેક્ષાએ જ પર્યવસાન પામે; કેમ કે જે દેશમાં જે શક્તિ હોય તેના સમુદાયમાં તેની પૂર્ણ શક્તિ આવે. તેથી ક્રિયારૂપ દેશમાં માત્ર અભ્યદયની શક્તિ હોય તો જ્ઞાનક્રિયાના સમુદાયમાં પણ અભ્યદયની શક્તિ સ્વીકારવી પડે. તેથી દેશથી આરાધના કરનાર દેશથી અભ્યદયને પામે અને સર્વ આરાધના કરનાર પૂર્ણ અભ્યદયને પામે તેમ સિદ્ધ થાય. ભગવતીસૂત્રમાં મોક્ષમાર્ગની આરાધનાની અપેક્ષાએ ચતુર્ભગી કરેલ છે. તેથી અભ્યદયની અપેક્ષાએ દેશારાધકપણું સ્વીકારીએ તો પરના કોઈ પ્રયોજનની સિદ્ધિ થાય નહિ; કેમ કે પરને પણ મોક્ષની અપેક્ષાએ જ સર્વઆરાધકપણું સંમત છે. આ રીતે પૂર્વપક્ષી દેશઆરાધક સ્વીકારે તો ઊલટા દોષની પ્રાપ્તિ થાય.
કયા દોષની પ્રાપ્તિ થાય ? તે બતાવે છે –
જો પર અભ્યદયની અપેક્ષાએ દેશારાધકપણું સ્વીકારે તો જ્ઞાન-ક્રિયારૂપ બંને પક્ષવિશેષના સંઘટ્ટનની અનુપપત્તિ થાય.
આશય એ છે કે એક તલના કણિયામાં જે તેલ છે તે જ તલના સમુદાયમાં પ્રચુર છે. તેથી તલના સમુદાયથી પ્રચુર તેલની પ્રાપ્તિ થાય છે. તેમ ક્રિયામાં પણ મોક્ષને અનુકૂળ આરાધકપણું હોય અને જ્ઞાનમાં