________________
૨૨૭
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૯ મતે છે. અને આ સાંપ્રદાયિક મતદ્વયમાં અતિભેદ નથી તે પ્રમાણે આગળ ગ્રંથકારશ્રી દેખાડશે. અચ=સંપ્રદાયથી બાહ્ય, એવા કેટલાક કહે છે.
શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે – લિંગી કેવલ લિંગને ધારણ કરનારા મોક્ષમાર્ગને અનુકૂળ માર્ગાનુસારી ભાવના સ્પર્શ વગર કેવલ સાધુવેશને ધારણ કરનારા, સમગ્ર મુનિમાર્ગની ક્રિયામાં તત્પર એવા મિથ્યાષ્ટિ છતાં કોઈક લિમિત્તથી અંગીકાર કરાયેલા ભગવાને કહેલા સાધુ સામાચારીના પરિપાલન કરવામાં પરાયણ પ્રથમ ભંગના સ્વામી દેશારાધક છે.
એઓનો=સંપ્રદાય બાહ્ય એવા કેટલાકતો, આ આશય છે – શાક્યાદિ માર્ગમાં રહેલા શીલવાન પણ અહિંસાદિ આચારોને પાળનારા પણ, દેશ-આરાધક નથી; કેમ કે સ્વીકારાયેલા જે અનુષ્ઠાનના અકરણથી જિનાજ્ઞાનું વિરાધકપણું છે, તે અનુષ્ઠાનના કરણથી જ જિનાજ્ઞાનું આરાધકપણું છે. એ પ્રકારનો નિયમ છે.
અહીં પ્રશ્ન થાય કે સ્વીકારાયેલા જે અનુષ્ઠાનના અકરણથી જિનાજ્ઞાનું વિરાધકપણું હોય તે અનુષ્ઠાનના કરણથી જિનાજ્ઞાનું આરાધકપણું છે. તે નિયમ સ્વીકારવાથી શાક્યાદિ માર્ગમાં રહેલા શીલવાન પણ દેશઆરાધક નથી. તે કેવી રીતે નક્કી થાય ? તેથી બીજો હેતુ કહે છે –
શાક્યાદિ માર્ગમાં રહેલા અનુષ્ઠાનનું અનીદશપણું છે; કેમ કે તેને અંગીકાર કરીને પણ, તેના=શાક્યાદિ માર્ગના, અનુષ્ઠાનના, કરણ-અકરણ દ્વારા જિનાજ્ઞાના આરાધન-વિરાધનનો અભાવ છે. અન્યથા=શાક્યાદિ માર્ગના અનુષ્ઠાનના સેવનથી જિનાજ્ઞાનું આરાધનપણું હોય તો, તેના માર્ગના અનુષ્ઠાનના ત્યાજનથી=શાક્યાદિ માર્ગના અનુષ્ઠાનના ત્યાજનથી, જૈન માર્ગના અનુષ્ઠાનના વ્યવસ્થાપનના અયુક્તપણાનો પ્રસંગ છે.
વળી, મિથ્યાદષ્ટિ જીવોના જ્ઞાનનું પણ અજ્ઞાનપણું હોવાથી જ તેમના માર્ગમાં પડેલા શીલનું પણ મિથ્યાદષ્ટિ જીવોના માર્ગમાં રહેલા શીલનું પણ, અશીલપણાથી પ્રજ્ઞપ્તપણું હોવાથી=કહેલું હોવાથી, અવ્ય માર્ગમાં રહેલા જીવોનું શીલપણું જ નથી, એથી તેઓનું અવ્ય માર્ગમાં રહેલા મિથ્યાષ્ટિઓનું, દેશારાધકપણું ક્યાંથી હોય ? અર્થાત્ દશારાધકપણું ન હોય.
કેમ દેશારાધકપણું ન હોય ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
અન્ય ભિક્ષુઓ=અત્યદર્શનના ત્યાગીઓ, જીવાદિ આસિક્યથી રહિત સર્વથા અચારિત્રી જ છે. એ પ્રમાણે – “કેટલાક ભિક્ષુઓથી ગૃહસ્થો સંયમમાં ઉત્તર છે આચારમાં શ્રેષ્ઠ છે" (ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૫, ગાથા-૨૦) ઇત્યાદિ બહુ વચનો ગ્રંથમાં પ્રસિદ્ધ છે.
અન્યથા અન્યદર્શનવાળા ભિક્ષુઓને દેશારાધક સ્વીકારો તો, અન્યતીર્થિક અભિમત દેવાદિ પણ દેવપણાદિથી સ્વીકારવા જોઈએ, એ પ્રમાણે પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે મોક્ષમાર્ગભૂત શીલતા