________________
૩૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૯, ૨૦
ઉપદેશથી પ્રતિબોધ પામેલા જીવોને ઉપદેશક અન્યદર્શનના અનુષ્ઠાનનો ત્યાગ કરાવીને જૈન માર્ગના અનુષ્ઠાનમાં તેઓનું વ્યવસ્થાપન કરે છે. તેને અયુક્ત સ્વીકારવાનો પ્રસંગ આવે; કેમ કે અન્યદર્શનવાળા જીવો પણ પોતાના દર્શનાનુસાર મોક્ષમાર્ગનું આરાધન કરતા હોય તો તે મોક્ષમાર્ગની ઉચિત આચરણાનો ત્યાગ કરાવવો ઉચિત ગણાય નહિ.
વળી, અન્યદર્શનવાળા મિશ્રાદૃષ્ટિમાં દશારાધકપણું નથી તેમ સ્વીકારવા માટે સંપ્રદાયબાહ્ય એવા અન્ય યુક્તિ આપે છે – મિથ્યાષ્ટિ જીવોનું જ્ઞાન અજ્ઞાન છે. તેથી અજ્ઞાની એવા અન્યદર્શનવાળાના માર્ગમાં રહેલા જીવોનું શીલ પણ પરમાર્થથી અશીલ જ છે. એથી તેઓને દેશારાધક સ્વીકારી શકાય નહિ; કેમ કે અન્યભિક્ષુઓ જીવાદિ આસ્તિક્ય રહિત છે. અર્થાત્ જીવ છે, આત્મા નિત્ય છે, સ્વ-પરનો કર્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ ક સ્થાનોની શ્રદ્ધા રહિત છે. માટે તેઓના શીલની આચરણા પણ સર્વથા અચારિત્રરૂપ છે. માટે તેઓને દેશારાધક સ્વીકારી શકાય નહિ. અને જો અન્યદર્શનવાળા પોતાના ઇષ્ટ દેવના વચનાનુસાર શીલની આચરણા કરે છે તે આચરણાને આશ્રયીને તેઓને મોક્ષમાર્ગના દેશથી આરાધક સ્વીકારીએ તો તેવું શીલ બતાવનાર તેઓના દેવ પણ ઉપાય છે તેમ સ્વીકારવા પડે; કેમ કે મોક્ષમાર્ગના કારણભૂત એવા શીલને બતાવનારા છે. અને અન્યદર્શનના દેવ અને ગુરુ ઉપાસ્યરૂપે શાસ્ત્રસંમત નથી. માટે તેઓએ બતાવેલું શીલ પણ મોક્ષમાર્ગરૂપ સ્વીકારી શકાય નહીં, માટે જૈન શાસનમાં રહેલા ભવ્યજીવ કે અભવ્ય જીવ સંપૂર્ણ સાધુ સામાચારીને પાળનારા છે અને મિથ્યાષ્ટિ છે. તેઓ દેશારાધક છે; કેમ કે તેઓ જે જૈન સાધ્વાચારની ક્રિયાઓ કરે છે તે દ્રવ્યશીલ છે માટે વ્યવહારનય તેને પ્રશસ્ત સ્વીકારે છે, તેથી તેવા શીલના બળથી તેઓ દેશારાધક છે. આ પ્રકારનો સંપ્રદાયબાહ્ય એવા અન્યનો આશય છે. અને પોતાના અભિપ્રાયને સ્પષ્ટ કરતાં કહે છે કે આથી જ ભવ્યાભવ્ય એવા મિથ્યાદૃષ્ટિ જીવો જૈન સાધ્વાચારને પાળીને ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. અને તે જીવો જૈન સાધ્વાચારની ક્રિયાઓ પાળે છે. તેથી નવમા રૈવેયકમાં જાય છે અને ભાવથી અસંયત છે. તેથી તેઓનું અનુષ્ઠાન ચારિત્રના પરિણામથી શૂન્ય છે. માટે તેઓ બાલતપસ્વી છે. અર્થાત્ ભગવાનના શાસનનું અનુષ્ઠાન કરે છે માટે તપસ્વી છે. અને મિથ્યાત્વી છે માટે બાલ છે. આ પ્રકારે જૈનદર્શનના સાધ્વાચાર પાળનાર મિથ્યાત્વીને દેશારાધક તરીકે સંપ્રદાયબાહ્ય એવા અન્ય સ્થાપન કરે છે. ll૧લા અવતરણિકા :
एतन्मतं दूषयति - અવતરણિકાર્ય :
આ મતને ગાથા-૧૯ના ઉત્તરાર્ધથી સંપ્રદાયબાહ્ય એવા અન્ય જે કહે છે તે બતાવ્યું. તે મતને દૂષિત કરે છે –