________________
૨૨૯
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૯ ભય પામેલા છે અને મોક્ષમાં જવાની ઇચ્છાવાળા છે. તેથી મોક્ષના ઉપાયરૂપે તે તે દર્શનના વચનાનુસાર તપ-ત્યાગને સેવે છે. તે બાલતપસ્વી જીવો દેશારાધક છે. અહીં બાલતપસ્વી કહેવાથી એ પ્રાપ્ત થાય કે તપસ્વી હોવાને કારણે મોક્ષમાર્ગના આરાધક છે અને મોક્ષમાર્ગના આરાધકના વિષયક સ્થૂલ બોધવાળા હોવાથી બાલ છે. દેશઆરાધકનો દ્વિતીય પ્રકાર : ગીતાર્થઅનિશ્ચિત અગીતાર્થ :
વળી, અન્ય આચાર્યોના મતે ગીતાર્થની નિશ્રાનો ત્યાગ કરીને અગીતાર્થ એવા સાધુ જે જૈન શાસનના આચારો પાળે છે અને મોક્ષમાં જવાના અર્થી હોવાથી પોતાના સ્કૂલ બોધાનુસાર પાપની નિવૃત્તિને કરનારા છે તેવા સાધુઓ દેશારાધક છે. આ બંને સાંપ્રદાયિક મતો છે. અર્થાત્ બાલતપસ્વીને દેશારાધક સ્વીકાર્યા અને ગીતાર્થઅનિશ્રિત અગીતાર્થને દેશારાધક સ્વીકાર્યા આ બંને સાંપ્રદાયિક મત છે. આ બંનેમાં બહુ ભેદ નથી જે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવશે. તેથી એ પ્રાપ્ત થાય કે અન્યદર્શનમાં પણ સ્કૂલ બોધવાળા જીવો સંન્યાસ ગ્રહણ કરીને મોક્ષમાર્ગની આરાધના કરે છે અને જૈનદર્શનમાં રહેલા પણ સ્કૂલબોધવાળા સંયમની ક્રિયા કરીને મોક્ષમાર્ગની આરાધના કરે છે તે બંને પ્રકારના જીવો દેશારાધક છે. સંપ્રદાયબાહ્યને માન્ય દેશારાધકનું સ્વરૂપ :
આ રીતે ગાથાના પૂર્વાર્ધથી દેશારાધક કોણ છે ? તે ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે જેઓ ભગવાનના માર્ગરૂપ સંપ્રદાયથી બાહ્ય છે અને સ્વમતિ અનુસાર શાસ્ત્રવચનનો અર્થ કરે છે તેઓ દેશારાધક કોને સ્વીકારે છે, તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે. તેઓનું તે વચન ઉચિત નથી તે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવશે.
સંપ્રદાયબાહ્ય એવા સાધુઓ કહે છે કે જેમણે જૈન સાધુવેશ ગ્રહણ કરેલ છે, સમગ્ર મુનિમાર્ગની ક્રિયામાં તત્પર છે, આમ છતાં તે ક્રિયાઓ દ્વારા મોક્ષને અનુકૂળ વીતરાગગામી એવા ભાવને લેશ પણ સ્પર્શતા નથી માટે વીતરાગ થવાના કારણભૂત એવા માત્ર લિંગને ધારણ કરનારા છે તેવા મિથ્યાષ્ટિ જીવો જ દેશારાધક છે. પરંતુ બૌદ્ધ દર્શનાદિમાં રહેલા મોક્ષને અનુકૂળ ક્રિયા કરનારા પણ દેશારાધક નથી.
કેમ તેઓ દેશારાધક નથી ? તેમાં તેઓ યુક્તિ આપે છે કે પોતે જે વ્રત સ્વીકારેલું હોય અને તે વ્રતનું અનુષ્ઠાન ન કરવામાં આવે તો જિનાજ્ઞાનું વિરાધકપણું થાય અને પોતે જિનાજ્ઞાનુસાર સ્વીકારાયેલા અનુષ્ઠાનના કરણથી જ જિનાજ્ઞાનું આરાધકપણું થાય અને અન્યદર્શનવાળા જીવોનું અનુષ્ઠાન જિનાજ્ઞાનું અનુસાર નથી માટે અન્યદર્શનના વચનાનુસાર કોઈ તે અન્યદર્શનનું અનુષ્ઠાન કરે તો આરાધક અને અન્યદર્શનનું સ્વીકારેલું અનુષ્ઠાન ન કરે તો તે વિરાધક તેમ કહી શકાય નહિ; કેમ કે આરાધક-વિરાધક ચતુર્ભગીમાં જિનાજ્ઞા કરનારને આરાધક સ્વીકારેલ છે અને જિનાજ્ઞા સ્વીકાર્યા પછી તે આરાધના નહીં કરનારને વિરાધક સ્વીકારેલ છે. માટે અન્યદર્શનના અનુષ્ઠાન કરનારને મોક્ષમાર્ગના દેશારાધક સ્વીકારી શકાય નહિ. જો અન્યદર્શનના જીવો મોક્ષમાર્ગના દેશની આરાધના કરે છે તેમ સ્વીકારીએ તો ઉપદેશકના