________________
૨૦૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
હોવાથી=એક પગલપરાવર્તરૂપ વ્યાપક કાલનો જ લાભ હોવાથી, અધિકરણ કાલમાનનો અભિપ્રાય હોવાથી=બીજાદિ પ્રાપ્તિવાળા અપુતબંધકનું ચરમાવર્ત એ અધિકરણ કાલમાન છે એ પ્રકારનો અભિપ્રાય હોવાથી, આ રીતે બીજાદિ પ્રાપ્તિ થયા પછી સંજ્ઞીપણાનો ત્યાગ થતો નથી એ રીતે, અભિધાનનો અસંભવ છે. અન્યથા બીજાદિ પ્રાપ્તિ થયા પછી એક પગલપરાવર્તરૂપ વ્યાપકકાલ ઉત્કર્ષથી અપુનબંધક જીવ સંસારમાં રહે છે એમ સ્વીકારવામાં ન આવે અને અપુનબંધક જીવતો અધિકરણ કાળમાન ચરમાવર્ત છે એમ સ્વીકારવામાં આવે તો, સમ્યક્તમાં પણ એટલો સંસાર છે એક પગલપરાવર્તકાલમાન સંસાર છે, એ વચનના પણ અનવધત્વનો પ્રસંગ આવે. અર્થાત્ એ પ્રકારનું વચન કહેવામાં પણ વિરોધ નથી એમ સ્વીકારવાનો પ્રસંગ આવે. ભાવાર્થ :
પૂર્વપક્ષી “બીજાદિની પ્રાપ્તિ પછી અપુનબંધક જીવ અલ્પકાળમાં અવશ્ય સમ્યક્ત પામે છે” તેમ સ્વીકારીને માર્ગાનુસારિતાનો ઉત્કૃષ્ટ કાળમાન અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન સ્વીકારે છે તેનું નિરાકરણ ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી અનેક રીતે કર્યું. અને આવું સ્વીકારવામાં અન્ય દોષ બતાવવા અર્થે ગ્નિ'થી કહે છે –
બીજાદિનું ચરમપુદ્ગલપરાવર્તભાવિપણું છે અને બીજાદિની પ્રાપ્તિ પછી ઉત્કર્ષથી તે જીવ એક પુદ્ગલપરાવર્તકાળમાન સંસારમાં રહી શકે છે. અને બીજાદિની પ્રાપ્તિ સાત્તર-ઇતર ભેદવાળી છે. એ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે. માટે સમ્યક્તને અતિસંનિહિત જ માર્ગાનુસારીપણું થાય છે. તેના પૂર્વે નહીં એવો નિયમ સ્વીકારી શકાય નહિ; કેમ કે બીજાદિની પ્રાપ્તિ કેટલાક જીવો આંતરાથી કરનારા છે અને તે આંતરું અનેક વખત પડી શકે છે. એટલું જ નહિ પણ એક વખત બીજાદિ પ્રાપ્ત કર્યા પછી ઘણા દીર્ઘકાળ સુધી આંતરું પડી શકે છે. જેથી બીજાદિના ક્રમથી તાત્કાલિક તેવા જીવોને સમ્યક્તની પ્રાપ્તિ થઈ શકે નહિ. પરંતુ જે જીવો આંતરા વગર=સમ્યક્તની પ્રાપ્તિમાં આંતરા વગર, બીજાદિ પ્રાપ્ત કરે છે. અથવા અલ્પકાળના આંતરાથી બીજાદિ પ્રાપ્ત કરે છે. તે જીવો સમ્યક્તને સંનિહિત છે તેમ કહી શકાય. માટે અપુનબંધક જીવનો ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્તકાળમાન સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
પૂર્વે કહ્યું કે બીજાદિની પ્રાપ્તિ પછી જીવ એક પુદ્ગલપરાવર્તકાળ સંસારમાં રહી શકે છે. અને આ બીજાદિની પ્રાપ્તિ સાંતર-ઇતર ભેદવાળી છે. તેમાં વિશિકાની સાક્ષી આપે છે. તે પ્રમાણે અપુનબંધક જીવને બીજાદિની પ્રાપ્તિ થયા પછી પણ એક પુદ્ગલપરાવર્ત સંસાર થઈ શકે છે તેમ સિદ્ધ થાય છે. એ કથન દ્વારા અન્ય કોઈ કહે છે કે બીજાદિની પ્રાપ્તિ પછી માર્ગાનુસારી જીવ સમ્યક્તની પ્રાપ્તિ સુધી સંજ્ઞીપણામાં જ રહે છે, અસંજ્ઞીમાં જતો નથી. તેનું નિરાકરણ થાય છે, કેમ કે આગમમાં કહ્યું છે કે સંજ્ઞીનો ઉત્કૃષ્ટ કાળ સાતિરેક શતપૃથક્ત છે જ્યારે અપુનબંધકનો ઉત્કૃષ્ટથી સંસારનો કાળ એક પુલપરાવર્ત છે. તેથી બીજાદિની પ્રાપ્તિ પછી અપુનબંધક જીવ સમ્યક્તની પ્રાપ્તિ સુધી અસંજ્ઞીમાં ન જાય તેમ સ્વીકારીએ તો કોઈ અપુનબંધક જીવને ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્તમાન સંસાર ઘટી શકે નહિ. તેથી અપુનબંધક જીવને