________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
૨૦૯
આથી જ ચરમાવર્તમાં અધ્યાત્મનો ભાવ હોવાથી જ, અહીં યોગની વિચારણામાં, જે પૂર્વસેવા પણ પર વડે કહેવાઈ છે=ભોગાદિ માટે યમ-નિયમની આરાધના માટે પૂર્વસેવા પણ પર વડે કહેવાઈ છે, તે ભાવાભિવંગના ભાવને કારણે આસન્ન એવા અન્ય પુદ્ગલપરાવર્તગત છે=ચરમપુદ્ગલપરાવર્તથી નજીકના અન્ય પુગલપરાવર્તગત છે, એમ હું માનું છું.”
અને તાત્વિક પૂર્વસેવાનું અપાઈપુદ્ગલપરાવર્તમાનપણું હોતે છતે આસન્નતાને જણાવવા માટે તેના પૂર્વકાલનિયત જ અર્ધ પુદ્ગલપરાવર્તના પૂર્વકાલ નિયત જ, આ=કપિલાદિની પૂર્વસેવાને, ગ્રંથકારશ્રી કહેત. ભાવાર્થ :
ચોથી અને પાંચમી વિંશિકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અચરમપુદ્ગલપરાવર્તનો કાળ ભવબાળકાળ છે. અને ચરમ પુદ્ગલપરાવર્તકાળ ધર્મનો યૌવનકાળ છે અને ભવબાળકાળ બીજનો પૂર્વકાળ છે. ધર્મનો યૌવનકાળ એ બીજનો કાળ છે. તેથી ફલિત થાય કે અચરમાવર્તમાં વર્તતા જીવો ભવના પરિભ્રમણને અનુકૂળ પ્રવૃત્તિ કરે તેવો બાળકાળ છે. તેથી તે વખતે જીવો આત્મહિતના કારણભૂત યોગમાર્ગનાં બીજો પ્રાપ્ત કરતા નથી. માટે તે બીજનો પૂર્વકાળ છે. જેમ યૌવનકાળમાં અર્થોપાર્જનાદિ હિત માટે જીવો પ્રવૃત્તિ કરે છે તેમ ચરમાવર્તમાં આત્મહિત અર્થે યોગબીજોની પ્રાપ્તિ માટે જીવો ઉદ્યમ કરે છે. માટે બીજનિષ્પત્તિનો કાળ પૂર્ણ ચરમાવર્ત છે. માટે બીજાધાનવાળો જીવ ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્ત સંસારમાં રહી શકે તેમ સિદ્ધ થાય છે. માટે પૂર્વપક્ષી કહે છે કે ઉત્કર્ષથી અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન સંસારવાળામાં માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત થાય છે, તે વચન યુક્ત નથી. વળી, યોગબિંદુના વચનથી સિદ્ધ થાય છે કે ઘી આદિના પરિણામ જેવો અધ્યાત્મ યોગ છે. તેની પ્રાપ્તિમાં કારણ એવા માખણાદિ સ્થાનીય ચરમાવર્ત છે. ઉપદેશાદિની કારણની સામગ્રી પ્રાપ્ત થાય તો અર્ધપગલપરાવર્તથી ન્યૂન સંસારમાં જેમ સમ્યક્તાદિ ગુણો થઈ શકે છે તેમ ચરમાવર્તમાં બીજાધાનને ઉચિત ગુણોની પ્રાપ્તિ થઈ શકે છે. તેમાં અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસારરૂપ કાળ પ્રતિબંધક થતો નથી, પરંતુ એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર હોય તો તે કાળ પ્રતિબંધક થઈ શકે છે.
વળી, ચરમાવર્તમાં ગમે તે કાળમાં યોગબીજો થઈ શકે છે તેની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી યોગબિંદુનાં વચનો બતાવે છે કે કપિલાદિ ઋષિઓ યમનિયમની આરાધનારૂપ પૂર્વસેવા સેવતા હતા તોપણ ભવના અભિવૃંગને કારણે તેઓની તે પૂર્વસેવા ભોગાર્થ હતી, પરંતુ બીજાધાનનું કારણ ન હતી. આથી તે પૂર્વસેવા ચરમાવર્તના નજીકના કોઈક અન્યાવર્તવાળી છે તેમ હું માનું છું એ પ્રમાણે હરિભદ્રસૂરિ મહારાજા કહે છે. જો અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળા જીવોમાં યોગબીજો પ્રાપ્ત થતાં ન હોય તો કપિલાદિની પૂર્વસેવાને અર્ધપગલપરાવર્તથી અધિક કોઈક આસન્ન ભાવવર્તિની પૂર્વસેવા છે એમ હરિભદ્રસૂરિ મહારાજા કહેત.
અહીં વિશેષ કહે છે કે જે પૂર્વસેવામાં અસંગ્રહ નિવર્તનીય છે અને તત્ત્વનો કંઈક રાગ વર્તે છે તે પૂર્વસેવા યોગનાં બીજોનું કારણ છે અને તે ચરમાવર્તમાં પ્રાપ્ત થાય છે. જે જીવોને ભોગનો ઉત્કટ રાગ છે