________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
૨૦૭
ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્તમાન સંસાર સ્વીકારનાર શાસ્ત્રવચનના બળથી સ્વીકારવું જોઈએ કે બીજાદિની પ્રાપ્તિ પછી સમ્યક્તની પ્રાપ્તિ પહેલાં પણ જીવ અસંજ્ઞી થઈ શકે છે.
અહીં પૂર્વપક્ષી કહે કે શાસ્ત્રમાં પાંચમા આરામાં મતિ આદિ પાંચ જ્ઞાનનો સદ્ભાવ હોય છે તેમ કહેલું છે. તોપણ તે મતિ આદિ પાંચ જ્ઞાનો પૂર્ણપણે પાંચમા આરામાં પ્રાપ્ત થતા નથી. પરંતુ પાંચમા આરાના પ્રારંભમાં જ પ્રાપ્ત થાય છે. તેથી પાંચમો આરો પાંચ જ્ઞાનના અધિકરણનો કાળ છે. તેમ બીજની પ્રાપ્તિ પછી ચરમપુદ્ગલપરાવર્તકાળમાનનું કથન છે તે પણ બીજપ્રાપ્તિનો અધિકરણ કાળ હોવાથી સંજ્ઞીપણાના ઉત્કૃષ્ટ કાળમાન સુધીમાં અવશ્ય સમ્યક્તપ્રાપ્તિનું કારણ બને છે, તેમ સ્વીકારી શકાશે; કેમ કે બીજાદિની પ્રાપ્તિ પછી જે એક પુદ્ગલપરાવર્તનું કથન છે તે અધિકરણ કાળને આશ્રયીને છે. અર્થાતું પરિભ્રમણનો કાળ નથી પરંતુ છેલ્લા આવર્તરૂપ અધિકરણમાં બીજાધાન પ્રાપ્ત થાય છે અને ત્યારપછી તરત જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે છે એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બીજપ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટથી ચરમાવર્તમાન જ સંસાર છે તે પ્રકારના વચનની પ્રાપ્તિ હોવાથી એક પુદ્ગલપરાવર્તરૂપ વ્યાપક કાળનો જ લાભ છે. માટે પાંચમા આરામાં જ્ઞાનપંચકના સદ્ભાવના દૃષ્ટાંતથી બીજપ્રાપ્તિ પછી ચરમપુલપરાવર્ત એ અધિકરણકાળ છે એ અભિપ્રાય ગ્રહણ કરીને બીજપ્રાપ્તિ પછી અલ્પકાળમાં સમ્યક્ત મળે છે તે પ્રકારનું કથન થઈ શકે નહિ. જો ચરમપુદ્ગલપરાવર્ત એ બીજ પ્રાપ્તિનો અધિકરણ કાળ છે તેમ સ્વીકારવામાં આવે તો ચરમપુલપરાવર્ત એ સમ્યક્તનો અધિકરણકાળ છે તેમ સ્વીકારી શકાય. ચરમપુદ્ગલપરાવર્ત એ સમ્યક્તનો અધિકરણકાળ છે તેમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં જેમ બીજપ્રાપ્તિ પછી એક પુદ્ગલપરાવર્તમાન સંસાર છે તેમ કહેલ છે તેમ સમ્યક્તપ્રાપ્તિ પછી પણ એક પુદ્ગલપરાવર્તમાન સંસાર છે તેમ કહેવાનો પ્રસંગ આવે. પરંતુ શાસ્ત્રમાં તો સમ્યગ્દષ્ટિને ઉત્કર્ષથી અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન સંસાર છે અને અપુનબંધકને ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્ત સંસાર છે તેમ કહેલ છે. તેથી અધિકરણ કાળમાનના અભિપ્રાયથી બીજપ્રાપ્તિ પછી એક પગલપરાવર્તમાન સંસાર છે તેમ જે પૂર્વપક્ષી કહે છે તે વચન સંગત નથી. ટીકા :શિષ્ય – अचरिमपरिअट्टेसु कालो भवबालकालमो भणिओ । चरिमो अ(उ)धम्मजुव्वणकालो तह चित्तभेओत्ति ।।१९।। ता बीजपुव्वकालो णेओ भवबालकाल एवेह । इयरो उ धम्मजुव्वणकालो विह(हि) लिंगगम्मुत्ति ।।१६।। इत्येतच्चतुर्थपञ्चमविंशिका गाथाद्वयार्थविचारणया बीजकालस्य चरमावर्त्तमानत्वमेव सिध्यति ।।