________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
૨૦૫
પછી ગુરુસંયોગ આદિની પ્રાપ્તિ પછી, સુદેશના આદિ વડે જે ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. તે અહીં સંસારમાં નિયમથી પરમફળનું પ્રસાધક એવું ફળ જાણવું. || ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ બીજની પણ પ્રાપ્તિ થાય છે. જે કારણથી બીજની પ્રાપ્તિ પણ અત્યંત સુંદર છે. તેથી શેષ આવર્તમાં બીજની પ્રાપ્તિ થતી નથી. મેં જે કારણથી એક પુદ્ગલપરાવર્તમાં અનંત અવસર્પિણી થાય છે તે કારણથી, બીજની પ્રાપ્તિ થયા પછી બીજની પ્રાપ્તિ કરનાર જીવને સંસારમાં અનંતકાળ ઘટતો નથી એમ નથી. II અને એકાંત સ્વભાવની બાધા હોવાને કારણે તથાભવ્યત્વથી આક્ષિપ્ત એવા આ બીજાદિ તે તે પ્રકારે સાંતર અને નિરંતર જાણવા. "
આતા દ્વારા પૂર્વે કહ્યું કે બીજાદિ ચરમપુદગલપરાવર્ત ભાવિત્વ છે, તેની પ્રાપ્તિમાં ઉત્કર્ષથી એક પગલપરાવર્તકાલ સંસાર છે અને બીજાદિ સાત્તર-ઈતર ભેજવાળા છે આના દ્વારા, કોઈના વડે જે કહેવાયું કે બીજાદિની પ્રાપ્તિ થયે છતે માર્ગાનુસારી જીવ સમ્યક્તની પ્રાપ્તિ સુધી સંન્નિત્વનો ત્યાગ કરતો નથી તે કથન અપાસ્ત જાણવું.
કેમ અપાસ્ત છે ? તેમાં યુક્તિ આપે છે – “સંજ્ઞીપણાની પૃચ્છા છે – હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમશતપૃથક્વ છે=કંઈક અધિક સાગરોપમશતપૃથર્વ સંજ્ઞીપણું છે.” તે પ્રકારના આગમવચનથી સંજ્ઞીકાળનું ઉત્કર્ષથી સાતિરેક સાગરોપમશતપૃથક્વમાનપણું છે.
અહીં પ્રશ્ન થાય કે સંજ્ઞીપણાનું=ઉત્કર્ષથી સાતિરેક સાગરોપમશતપૃથક્વમાનપણું હોય એટલામાત્રથી માર્ગાનુસારી જીવ બીજાદિ પ્રાપ્ત થયે છતે સંજ્ઞીપણાનો ત્યાગ કરતો નથી. એ કથન કઈ રીતે અપાસ્ત થાય ? તેથી બીજો હેતુ કહે છે –
અપુનબંધકપદનું અપુતબંધકપણારૂપે ઉત્કૃષ્ટથી કર્મસ્થિતિના ક્ષપણાર્થના પર્યાલોચનમાં પણ આનાથી અધિક-સાતિરેક સાગરોપમશતપૃથક્વથી અધિક, સંસારનું આવશ્યકપણું છે.
અહીં પ્રશ્ન થાય કે અપુનબંધક જીવ બીજાદિની પ્રાપ્તિ થયા પછી અપુનબંધકપણારૂપે ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમશતપૃથક્વમાનથી અધિક સંસારમાં રહે છે. તે કેવી રીતે નક્કી થાય ? તેમાં હેતુ કહે
બીજાદિની પ્રાપ્તિમાં પણ એક પુદ્ગલપરાવર્ત નિયત અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલમાનતો નિર્દેશ છે=અપુનબંધક જીવતો ઉત્કર્ષથી સંસારના કાલમાનનો નિર્દેશ છે, અને પાંચમા આરામાં જ્ઞાનપંચકના સદ્ભાવના અભિધાનની જેમ બીજાદિ પ્રાપ્ત થયે છતે ચરમ પુદ્ગલપરાવર્તકાલમાનના અભિધાનમાં પણ=અપુનબંધકના ઉત્કર્ષથી ચરમપુગલપરાવર્તકાલમાનના અભિધાનમાં પણ, ઉત્કર્ષથી તેટલું અંતર=સાતિરેક સાગરોપમશતપૃથક્વમાનથી અધિક અંતર, તેને=બીજાદિ પ્રાપ્તિવાળા અપુનબંધક જીવને, પ્રાપ્ત થતું નથી. એ પ્રમાણે ન કહેવું કેમ કે બીજાદિની પ્રાપ્તિ થયે છતે ચરમાવર્તમાન જ સંસાર છે એ પ્રકારની પરિપાટીથી=એ પ્રકારના વચનની પરિપાટીથી, વ્યાપક કાલનો જ લાભ