________________
૨૨૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૮
એ ત્રણને આશ્રયીને ભગવતીમાં શ્રુત-શીલની ચતુર્ભગી બતાવી છે. તેને ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં બતાવે છે – (૧) દેશઆરાધક જીવોઃ
સંસારવર્તી જે જીવો કંઈક પાપથી ભય પામેલા છે અને સ્વબુદ્ધિથી હિંસાદિ પાપોને પાપરૂપે જાણીને તેનાથી વિરામ પામેલા છે. પરંતુ ભગવાનના વચનના મર્મને સ્પર્શનારો બોધ નહીં હોવાથી શ્રત વગરના છે. તેઓ દેશઆરાધકરૂપ પ્રથમ ભાંગામાં છે. આ ભાંગામાં અન્યદર્શનવાળા પણ જે ભદ્રકપ્રકૃતિવાળા છે અને યોગની ચાર દૃષ્ટિમાંથી કોઈક દૃષ્ટિમાં વર્તે છે તેવા બાલતપસ્વી જીવો પ્રાપ્ત થાય છે. વળી જેઓએ જૈન સાધુપણું સ્વીકાર્યું છે અને ગીતાર્થ સાધુની નિશ્રાવાળા નથી છતાં ભદ્રકપ્રકૃતિવાળા છે. તેથી જેઓ તપચારિત્રમાં નિરત છે અને અગીતાર્થ છે તેઓ પણ પ્રથમ ભાંગામાં આવે છે. (૨) દેશવિરાધક જીવો :
વળી બીજા ભાંગામાં દેશવિરાધકજીવો હોય છે જેઓ અશીલવાળા અને શ્રુતવાળા છે. જોકે બીજા ભાંગામાં રહેલ અવિરતસમ્યગ્દષ્ટિ પણ પોતાની ભૂમિકાનુસાર ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનો કરે છે, જે શીલરૂપ છે તોપણ જે પ્રકારે સૂક્ષ્મ બોધ અવિરતસમ્યગ્દષ્ટિને છે તે બોધથી નિયંત્રિત એવું શીલ દેશવિરતિના કે સર્વવિરતિના પાલનરૂપ છે. આવું શીલ અવિરતસમ્યગ્દષ્ટિમાં નથી અને ભગવાનના વચનાનુસાર સંક્ષેપથી કે વિસ્તારથી શ્રુતનો સૂક્ષ્મ બોધ છે. માટે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના ચારિત્રરૂપ એક અંશસ્વરૂપ શીલના તેઓ વિરાધક છે.
અવિરતસમ્યગ્દષ્ટિપણાની પ્રાપ્તિ પણ બે રીતે થાય છે. જેઓએ સંયમ ગ્રહણ કર્યું છે અને સૂક્ષ્મ બોધને અનુરૂપ જેઓનું સંયમના આચારમાં સદ્વર્ય ઉલ્લસિત થતું નથી તેથી સંયમવેશમાં રહેલા, સ્થૂલથી સંયમના આચાર પાળનારા એવા સંવિગ્નપાક્ષિક પ્રતિજ્ઞાથી પ્રાપ્ત એવા ચારિત્ર અંશનું અપાલન કરે છે તેથી દેશવિરાધક છે. વળી જેઓ ઉપદેશાદિની સામગ્રીથી સમ્યક્તને પામેલા છે અને સૂક્ષ્મ બોધ હોવાને કારણે ભાવથી સર્વવિરતિ પ્રત્યે જ બદ્ધરાગવાળા છે, પરંતુ પોતાની વિરતિની શક્તિ નથી તેવું જણાવાથી વિરતિ સ્વીકારતા નથી. તેઓને વિરતિની અપ્રાપ્તિ હોવાથી રત્નત્રયીના એક અંશરૂપ ચારિત્રના વિરાધક છે. (૩) સર્વઆરાધક જીવો :
વળી, જેઓ ભગવાનના વચનના સૂક્ષ્મ બોધવાના છે. તેથી સંક્ષેપથી કે વિસ્તારથી શ્રુતના તાત્પર્યને જાણનારા છે તેવા જીવો શ્રુતવાળા છે. અને શ્રુતનો મર્મસ્પર્શી બોધ હોવાથી સંસારમાં જીવની કર્મકૃત અવસ્થા જીવની વિડંબણારૂપ છે તેવો સ્પષ્ટ બોધ છે. સંસારના ઉચ્છદ માટે ભાવથી સંગ વગરની જીવની પરિણતિ આવશ્યક છે. જેના ઉપાયરૂપે ભગવાને સામાયિકનો પરિણામ બતાવ્યો છે. તે સામાયિકના પરિણામનો પરમાર્થ જાણીને સામાયિકના પરિણામ પ્રત્યે જેઓને અત્યંત રાગ થયો છે. તેથી સર્વ બાહ્ય સંગનો ત્યાગ કરીને માત્ર સામાયિકના પરિણામના રાગથી ચારિત્ર ગ્રહણ કરેલ છે. સ્વ સત્ત્વ અનુસાર અપ્રમાદભાવથી ચારિત્રચારની ક્રિયા કરીને સામાયિકના પરિણામને પામેલા છે. આવા મહાત્માઓ પ્રાપ્ત