________________
૨૨૩
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૮ શેનાથી ઉપરત છે ? તેથી કહે છે – સ્વબુદ્ધિ વડે પાપથી ઉપરત છે–નિવૃત્ત છે. અવિજ્ઞાતધર્મવાળો છે=ભાવથી નહિ પ્રાપ્ત કરાયેલા શ્રુતજ્ઞાનવાળો છે. પ્રથમ ભંગ કોણ છે ? તેથી કહે છે –
બાલતપસ્વી છે. અને ગીતાર્થને અનિશ્રિત, તપચારિત્રમાં નિરત એવો અગીતાર્થ સાધુ છે, એમ બીજાઓ કહે છે. દેશઆરાધક એટલે દેશ સ્તોક અંશરૂપ મોક્ષમાર્ગનું આરાધન કરે છે, તે પ્રમાણે અર્થ છે.
કેમ દેશઆરાધક છે ? તેથી કહે છે – સમ્યમ્ બોધરહિતપણું હોવાથી અને ક્રિયામાં તત્પરપણું હોવાને કારણે દેશઆરાધક છે. અશીલવાન અને શ્રુતવાન એનો શો અર્થ છે ? એ કહે છે –
અનુપરત અને વિજ્ઞાતધર્મવાળો છે–પાપથી અનિવૃત્ત અને ભગવાને કહેલા શ્રુતના તાત્પર્યને જાણનારો છે. અને તે અવિરતસમ્યગ્દષ્ટિ છે. તે અવિરતસમ્યગ્દષ્ટિ દેશવિરાધક છે.
તેનો અર્થ સ્પષ્ટ કરે છે – દેશ=થોડા અંશની=જ્ઞાનાદિત્રયરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગરૂપ ચારિત્રરૂપ થોડા અંશની, વિરાધના કરે છે, કેમ કે પ્રાપ્ત એવા તેનું અપાલન છે – સ્વીકારાયેલા વ્રતવાળા એવા સંવિગ્નપાક્ષિકને પ્રાપ્ત એવા ચારિત્રનું અપાલન છે. અથવા અપ્રાપ્તિ છે=સમ્યક્ત પામેલ છે અને વિરતિ સ્વીકારી નથી તેવા સમ્યગ્દષ્ટિને ચારિત્રરૂપ દેશની અપ્રાપ્તિ છે. સર્વઆરાધક એટલે સર્વ=ત્રણે પ્રકારના મોક્ષમાર્ગનું આરાધન કરે છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રુત-શીલની ચતુર્ભગીમાં બે પ્રકારના મોક્ષમાર્ગને કહેવાને બદલે ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ કેમ કહ્યો ? તેથી કહે છે –
શ્રતશીલમાં રહેલા મૃત શબ્દથી જ્ઞાન-દર્શનનું સંગૃહીતપણું છે. અહીં પ્રશ્ન થાય કે શ્રુત-શીલમાં શ્રુત શબ્દથી જ્ઞાન-દર્શનનું સંગૃહીતપણું કેમ છે ? તેથી કહે છે – હિ=જે કારણથી, મિથ્યાષ્ટિ પરમાર્થથી વિજ્ઞાતધર્મવાળા થતા નથી તેથી શ્રત અંતર્ગત સમ્યગ્દર્શનનો સંગ્રહ છે. એમ અન્વય છે. આનાથીeત્રીજા ભાંગાથી, સમુદિત એવા શ્રુત-શીલનું શ્રેયપણું કહેવાયું.
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧૮ ભાવાર્થ :
ગાથા-૧૭માં દ્રવ્યથી માર્ગાનુસારી ભાવ ચરમ પુદ્ગલપરાવર્તમાં બીજાધાન કરતા એવા અપુનબંધક જીવમાં છે તેમ બતાવ્યું તે માર્ગાનુસારી ભાવ દ્રવ્યમાર્ગાનુસારી ભાવ છે. જેઓ જિનવચનના પરમાર્થને જાણીને જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને જિનતુલ્ય થવા યત્ન કરે છે તેવા જીવોમાં ભાવમાર્ગાનુસારી ભાવ છે. આ દ્રવ્યમાર્ગાનુસારી ભાવ અને ભાવમાર્ગાનુસારી ભાવ અને માર્ગાનુસારી ભાવનો અભાવ