________________
૨૧૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ તથા=અને તે રીતે યોગબિંદુ સૂત્રની વૃત્તિમાં કહ્યું તે રીતે, ચરમપુગલપરાવર્તવર્તી, મુક્તિ અદ્વેષ, મુક્તિરાગ, અક્ષુદ્રતાદિ ગુણવાળા, ગલિત કદાગ્રહવાળા જીવોને, સમ્યક્તની પ્રાપ્તિના સાંનિધ્યતા વ્યવધાનવિશેષમાં પણ=સમ્યક્ત પ્રાપ્તિના સાંનિધ્યથી ઘણો વ્યવધાન હોવા છતાં પણ, સર્વ અપુતબંધકાદિ જીવોને અવિશેષથી માર્ગાનુસારીપણું સ્વીકારવું જોઈએ.
વળી, “તથા=અને, પ્રથમ કરણના ઉપરમા=યથાપ્રવૃત્તિકરણરૂપ પ્રથમકરણના ઉપરમાં, આ શુદ્ધ વંદના, સંગત છે.” એ પ્રકારનું વચન હોવાથી પ્રથમકરણની ઉપર વર્તતા અપુનબંધકાદિ જીવોને શુદ્ધ વંદના થાય છે. એ પ્રકારે કહીને ‘ભાવથી આ થયે છતે શુદ્ધ વંદના થયે છતે, જીવોને પર પણ=ઉત્કૃષ્ટ પણ. અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નથી. જિનમતમાં આ પ્રસિદ્ધ છે. એ ગ્રંથથી શુદ્ધ અધ્યવસાયથી શુદ્ધ વંદના હોતે છતે જિનગુણના કંઈક બોધપૂર્વક જિનગુણની પ્રાપ્તિના શુદ્ધ અધ્યવસાયથી શુદ્ધ વંદના હોતે છતે, ઉત્કૃષ્ટ પણ અપાઈપુદ્ગલથી અધિક સંસાર થતો નથી.’ એ પ્રમાણે પંચાશકમાં જે કહેવાયું છે તે અપુનબંધકની અવસ્થાભેદને કારણે વિચિત્રપણું હોવાથી વિધિ શુદ્ધ જૈન ક્રિયા આરાધક અપુતબંધકને આશ્રયીને જાણવું; કેમ કે પૂર્વમાં કહેલી યુક્તિથી એક પુદ્ગલપરાવર્તવાળા જીવોને યોગબીજ થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેવાયેલી યુક્તિથી, સર્વ અપુનબંધકને આટલું કાળમાનનું અર્ધપુદ્ગલપરાવર્તથી ચૂત કાલમાધનો અનિયમ છે. કેમ સર્વ અપુનબંધકને અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન કાલમાનનો અનિયમ છે ? તેમાં હેતુ કહે છે – ભાવશુદ્ધ જૈન ક્રિયાનું જ આટલા કાળમાનની સાથે નિયતપણું છે.
આથી જગવિશુદ્ધ એવી જૈન ક્રિયા કરનારા અપુતબંધકને આશ્રયીને ઉત્કૃષ્ટથી અપાઈપુદગલપરાવર્ત સંસાર છે આથી જ, આ અર્થમાં=જેની શુદ્ધ ક્રિયા કરનારને અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર છે. એ અર્થમાં, “દેશોનઅર્ધપુદ્ગલપરાવર્તરૂપ અનંતકાળ શ્રતમાં આશાતના બહુલને ઉત્કૃષ્ટ અંતર છે.” એ પ્રમાણે સંમતિપણાથી વૃત્તિકાર વડે ઉભાવન કરેલ છે. મોક્ષાર્થીપણાથી કરાતી વિધિ શુદ્ધ જેવી ક્રિયા ઉત્કર્ષથી આટલા કાલના વ્યવધાનથી મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એ પ્રમાણેના વિષયવિશેષવાળો આ છે એ પ્રકારના જૈન શાસનના વિષયવિશેષવાળો અપુતબંધક છે. અને ભાવોના અવિશેષમાં પણ વિષયવિશેષથી ફલવિશેષ થાય છે=દાનાદિના વિષયભૂત એવા મહામુનિરૂપ વિષયવિશેષથી નિર્જરારૂપ ફલવિશેષ થાય છે, કેમ કે સામાન્યસાધુના અને ભગવાનના દાતાદિમાં એ પ્રકારનું દર્શન છે, એ પ્રમાણે શ્રદ્ધા કરવી અને જો આ પ્રમાણે ન હોય=વિષયવિશેષને કારણે ફલભેદ ન હોય તો સ્વતંત્રને જૈનદર્શનને, અને અન્યતંત્રને અન્યદર્શનને, સિદ્ધ એવી ક્રિયા કરનાર અપુનબંધકનો ભેદ ન થાય એ પ્રમાણે બુદ્ધિમાને ભાવન કરવું જોઈએ.
બીજાધાન પણ અપુનબંધકને છે. અને આજે પણ અપુનર્બધકને પણ, પુદ્ગલપરાવર્ત સંસાર નથી.” એ પ્રમાણે “ભગવાનનું સર્વભવ્યોનું નાથપણું હોતે છતે અન્યતર એવા ભગવાનથી=અનંત કાળચક્રમાં અત્યાર સુધી થયેલા અત્યંત તીર્થંકરોમાંથી કોઈક તીર્થંકરથી, બીજાધાનાદિની સિદ્ધિ હોવાને કારણે સર્વ ભવ્ય જીવોમાં બીજાધાનાદિની સિદ્ધિ હોવાને કારણે, અલ્પ જ એવા કાળથી=બીજાધાનાદિનો જે ઉત્કૃષ્ટ સંસાર કાળમાન છે તે રૂ૫ અલ્પ જ