________________
૨૧૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ નયસારાદિને પણ માર્ગાનુસારીપણું ન થાય. આ પ્રકારના ગ્રંથકારશ્રીના વચનમાં પૂર્વપક્ષી કહે કે સંગમ અને વયસાદિ જીવો કંઈક વ્યવધાન પછી સત્ત્વની પ્રાપ્તિને અનુકૂળ ગુણશ્રેણી કરે છે. તેથી સંગમને શાલિભદ્રના ભવમાં સમ્યક્તને અનુકૂળ ગુણશ્રેણીની પ્રાપ્તિ થઈ અને નયસારને સાધુને દાન આપ્યા પછી સાધુના ઉપદેશથી સત્ત્વને અનુકૂળ ગુણશ્રેણી થઈ. માટે કંઈક વ્યવધાનવાળા જીવોમાં માર્ગાનુસારીપણું સ્વીકારી શકાશે, પરંતુ ભવાંતરના વ્યવધાન છતાં ગુણશ્રેણીની અભિમુખભાવ તથી તેવા જીવોમાં માર્ગાનુસારી ભાવ સ્વીકારી શકાય નહિ. એ પ્રકારની પૂર્વપક્ષની શંકાતા સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે – ભવાંતરના વ્યવધાનમાં પણ ગુણશ્રેણીને અનુકૂળ અભિમુખભાવ સંભવતો નથી કેટલાક માર્ગાનુસારી જીવોમાં સંભવતો નથી એથી સમ્યક્તાદિ નિયત ગુણશ્રેણી વગર પણ અલ્પ મોહમલવાળા મિથ્યાષ્ટિઓને પણ સંસારની અલ્પતાને કરનારી દયાદાનાદિ ગુણની પરિણતિ માર્ગાતુસારિતાનું કારણ છે તે પ્રમાણે સ્વીકારવું જોઈએ. આથી જ “ભવાભિનંદી દોષોના પ્રતિપક્ષ ગુણોથી યુક્ત વર્ધમાન ગુણોવાળો અપુનબંધક જીવ કહેવાયો છે. એ પ્રમાણે યોગબિંદુમાં કહેવાયું છે અને અપુતબંધક પ્રથમ ગુણસ્થાનકની અવસ્થાવિશેષ છે. એથી ત્યાં અપુનબંધકમાં, સર્વથા ગુણોના પ્રતિક્ષેપનું વચન નિર્ગુણોનું જ છે. એ પ્રમાણે જાણવું. ll૧૭ના ભાવાર્થ
વળી જેઓ કહે છે કે મિથ્યાષ્ટિને માર્ગાનુસારી સ્વીકારીએ તો તેઓમાં મોક્ષને અનુકૂળ એવું ગુણવાનપણું અવશ્ય સ્વીકારવું પડે. અને મિથ્યાષ્ટિમાં મોક્ષને અનુકૂળ એવું ગુણવાનપણું અવશ્ય સ્વીકારીએ તો મિથ્યાદૃષ્ટિ જીવોમાં પણ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિરૂપ ગુણશ્રેણી સ્વીકારવાની આપત્તિ આવે. અને કર્મગ્રંથાદિમાં સમ્યક્તપ્રાપ્તિ પછી જ ગુણશ્રેણી સ્વીકારી છે. માટે મિથ્યાષ્ટિમાં માર્ગાનુસારી ભાવ સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે. હરિભદ્રસૂરિ મહારાજાએ મિથ્યાદૃષ્ટિ જીવોમાં પણ અન્વર્થ ગુણસ્થાનક પદ સ્વીકારેલ છે. તેથી મિથ્યાષ્ટિ જીવોમાં મોક્ષને, અનુકૂલ એવા ગુણોની પ્રાપ્તિ છે. તેમ હરિભદ્રસૂરિ મહારાજાના વચનથી સ્વીકારવું જોઈએ. વળી જેમ મિથ્યાષ્ટિમાં મોક્ષને અનુકૂલ ગુણનો સદ્ભાવ છે તેમ મિથ્યાષ્ટિ જીવો ધર્મ પૃચ્છાદિમાં યત્ન કરે છે. ત્યારે સમ્યક્તને આસન્ન-આસન્નતર થાય છે. ત્યારે તેઓમાં પણ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિની પ્રાપ્તિરૂપ ગુણશ્રેણી છે.
સમ્યક્તની પ્રાપ્તિ વખતે મિથ્યાષ્ટિ જીવોને પણ ગુણશ્રેણીની પ્રાપ્તિ છે. તે આચારાંગના ટીકાકારે કહ્યું છે. તેમાં જેઓ મિથ્યાદૃષ્ટિ છે તેઓ અને દેશોન કોટાકોટિ કર્મની સ્થિતિવાળા ગ્રંથિદેશમાં રહેલા છે તે જીવો પોતાની ભૂમિકાનુસાર કર્મની નિર્જરા કરનારા છે. તેથી તેવા સર્વજીવો કર્મની નિર્જરા સમાન કરે છે. અને તેવા જીવોમાંથી કોઈક ગુણસંપન્ન જીવને યોગીઓ પાસેથી ધર્મ જાણવાની સંજ્ઞા ઉત્પન્ન થઈ. તે જીવોમાં ધર્મને અભિમુખ કંઈક વિશેષ પરિણામ થાય છે. તેથી મિથ્યાદૃષ્ટિ અને ગ્રંથિદેશમાં રહેલા જીવો કરતાં તેઓ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. અર્થાત્ તત્ત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા કરીને તે જીવો સમ્યક્તની કંઈક નજીકની ભૂમિકા પ્રાપ્ત કરે છે. તે જીવો કરતાં પણ