________________
૨૨૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭, ૧૮
અહીં પૂર્વપક્ષી કહે કે સંગમના જીવને સંગમના ભવમાં ધર્મપૃચ્છાને અભિમુખ ગુણશ્રેણીના પરિણામ ન હતો. અને નયસારને પણ મહાત્માને દાન આપે છે તે વખતે ધર્મપૃચ્છાને અભિમુખ પરિણામ ન હતો. છતાં સંગમના જીવને ભવાંતરના વ્યવધાનથી ધર્મપૃચ્છાનો પરિણામ શાલિભદ્રના ભવમાં થાય છે. અને નયસારના જીવને મુનિને દાન આપ્યા પછી મુનિના હિતોપદેશના વચનથી ધર્માભિમુખ પરિણામ થાય છે. તેથી ભવાંતરના વ્યવધાનથી કે કંઈક કાલના વ્યવધાનથી જેઓને ગુણશ્રેણીને અનુકૂલ ભાવ છે તેઓમાં માર્ગાનુસારીપણું સ્વીકારી શકાય. પરંતુ જેઓને ઘણા કાલ વ્યવધાન પછી ગુણશ્રેણીને અનુકૂળ પરિણામપણું થવાનું છે તેમાં માર્ગાનુસારીપણું સ્વીકારી શકાય નહિ.
તેને ગ્રંથકારશ્રી કહે છે – જેઓમાં સંગમ-નયસાર આદિની જેમ માર્ગાનુસારીપણું છે તેઓને સંગમ, નયસાર આદિની જેમ નિયમા ભવાંતરના વ્યવધાનમાં ગુણશ્રેણીને અનુકૂલ પરિણામ થાય તેવો એકાંત નિયમ નથી. તેથી સમ્યક્તાદિની નિયત ગુણશ્રેણીની પ્રાપ્તિ વગર પણ અલ્પ મોહમલવાળા તેવા મિથ્યાદૃષ્ટિ જીવોને સંસારને અલ્પ કરનાર એવી દયા-દાનાદિ ગુણપરિણતિ હોય છે. જે માર્ગાનુસારિતારૂપ છે તેમ સ્વીકારવું જોઈએ. આથી જ યોગબિંદુમાં કહેવાયું છે કે “જે જીવો ભવાભિનંદી દોષોના પ્રતિપક્ષ ગુણોથી યુક્ત છે અને વર્ધમાન ગુણવાળા છે તેઓ અપુનબંધક છે.” તેથી ફલિત થાય કે જેઓ ગુણશ્રેણીને અભિમુખ નથી છતાં ભવાભિનંદી જીવોના ક્ષુદ્રાદિ દોષો જેઓમાં અલ્પ-અલ્પતર થઈ રહ્યા છે, અશુદ્રાદિ ગુણો વર્તી રહ્યા છે અને ઉચિત દયા-દાનાદિ ગુણો દ્વારા વધતા ગુણોવાળા છે તેઓ અપુનબંધક છે. માટે અપુનબંધકદશા એ પ્રથમ ગુણસ્થાનકની અવસ્થાવિશેષ છે. એથી જેઓ અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવોમાં માનુસારી ભાવરૂપ ગુણ નથી તેમ કહે છે એ નિર્ગુણ એવા તેઓનું સર્વથા ગુણના નિષેધનું વચન છે. અર્થાતુ ભગવાનના માર્ગને નહીં જાણનારા એવા જીવોનું તે પ્રકારનું વચન છે. ll૧ના અવતરણિકા -
तदेवं मार्गानुसारिभावस्य कालमानमुक्तं, अथानेन सदाचारक्रियारूपेण ज्ञानदर्शनयोगायोगाभ्यां यथा चतुर्भगी निष्पद्यते तथाऽऽह - અવતરણિકાર્ય :
આ રીતે પૂર્વે ગાથામાં બતાવ્યું એ રીતે, માર્ગાનુસારીભાવનું કાલમાન કહેવાયું. હવે સદાચાર ક્રિયારૂપ એવા આની સાથે માર્ગાનુસારીભાવ સાથે, જ્ઞાન-દર્શનના યોગ-આયોગ દ્વારા જે પ્રમાણે ચતુર્ભગી થાય છે તે પ્રમાણે કહે છે –
ગાથા :
एअम्मि नाणदंसणजोगाजोगेहिं देससव्वकओ । चउभंगो आराहगविराहगत्तेसु सुअसिद्धो ।।१८।।