________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
सारित्वमित्याग्रहस्तदा संगमनयसारादेरपि मार्गानुसारित्वं न स्याद् । न हि भवान्तरव्यवधानेऽपि गुणश्रेण्यनुकूलमाभिमुख्यं संभवति, इति सम्यक्त्वादिनियतगुणश्रेणीं विनापि मिथ्यादृशामप्यल्पमोहमलानां संसारप्रतनुताकारिणी दयादानादिगुणपरिणतिर्मार्गानुसारितानिबन्धनं भवतीति प्रतिपत्तव्यम् अत एव
1
भवाभिनन्दिदोषाणां प्रतिपक्षगुणैर्युतः ।
वर्धमानगुणप्रायो ह्यपुनर्बन्धको मतः ।।१७८ ।।
इति योगबिन्दावुक्तम्, अपुनर्बन्धकश्च प्रथमगुणस्थानावस्थाविशेष इति तत्र सर्वथा गुणप्रतिक्षेपवचनं निर्गुणानामेवेति मन्तव्यम् ।।१७।।
ટીકાર્ય :
.....
નિર્દુળાનામેવેતિ મન્તવ્યમ્ ।। જેઓ વળી કહે છે
શું કહે છે ? તે બતાવે છે –
૨૧૭
–
-
મિથ્યાદૅષ્ટિને માર્ગાનુસારીપણું સ્વીકારાયે છતે તેઓને=માર્ગાનુસરી જીવોને, ગુણવત્ત્વનો અવશ્યભાવ હોવાથી મિથ્યાત્વમાં પણ ગુણશ્રેણીના સ્વીકાસ્યો પ્રસંગ આવે અને આ=મિથ્યાદૅષ્ટિને ગુણશ્રેણીનો સ્વીકાર ઇષ્ટ નથી; કેમ કે સમ્યક્ત્વની પ્રાપ્તિથી માંડીને જ કર્મગ્રંથાદિમાં ગુણશ્રેણીનું અભિધાન છે. એ પ્રમાણે ઋજુબુદ્ધિવાળા તેઓને=પૂર્વે કહ્યું એ પ્રમાણે જેઓ કહે છે તેઓને, જીવોની હરિભદ્રાચાર્ય વડે બતાવાયેલ અન્વર્થ ગુણસ્થાનકપદની પ્રવૃત્તિ જ મિથ્યાત્વપણામાં પણ ગુણસદ્ભાવમાં સાક્ષિણી છે. અને ધર્મપૃચ્છાદિમાં મિથ્યાદૃષ્ટિને પણ સમ્યક્ત્વની ઉપપત્તિ આદિથી ઉપલક્ષિત જ ગુણશ્રેણી જાણવી. જે કારણથી આચારાંગસૂત્રના વૃત્તિકાર કહે છે
“અહીં=સંસારમાં, મિથ્યાદષ્ટિઓ અને દેશોન કોટાકોટી કર્મસ્થિતિવાળા ગ્રંથિમાં રહેલા જીવો છે તેઓ કર્મનિર્જરાને આશ્રયીને તુલ્ય છે. ધર્મપૃચ્છાના ઉત્પન્ન સંજ્ઞાવાળા મિથ્યાદ્દષ્ટિ જીવો તેઓથી=ગ્રંથિદેશમાં રહેલા જીવોથી અસંખ્ય ગુણ નિર્જરા કરનારા છે. તેનાથી પણ ધર્મની પૂછવાની ઇચ્છાવાળા છતાં સાધુ પાસે જવાની ઇચ્છાવાળા અસંખ્યગુણ નિર્જરા કરનારા છે. તેનાથી પણ=સાધુ પાસે ધર્મપૃચ્છાની ઇચ્છાવાળા મિથ્યાદ્દષ્ટિ જીવો કરતાં પણ, ક્રિયાથી આવિષ્ટ પૂછતો=ધર્મને પૂછવાને માટે ઉચિત વિનયાદિ ક્રિયાથી યુક્ત ધર્મને પૂછતો મિથ્યાદ્દષ્ટિ જીવ અસંખ્યગુણ નિર્જરા કરે છે. તેનાથી પણ ધર્મને સ્વીકારવાની ઇચ્છાવાળો મિથ્યાદ્દષ્ટિ જીવ અસંખ્યગુણ નિર્જરા કરે છે. તેનાથી પણ ક્રિયાવિષ્ટ પ્રતિપદ્યમાન=ધર્મને સ્વીકારવાને અનુકૂળ ઉચિત ક્રિયાથી યુક્ત ધર્મને સ્વીકારતો, અસંખ્યગુણ નિર્જરા કરે છે. તેનાથી પણ પૂર્વે સ્વીકારાયેલ ધર્મવાળો જીવ અસંખ્યગુણ નિર્જરા કરે છે. એ પ્રમાણે સમ્યક્ત્વની ઉત્પત્તિ વ્યાખ્યાત છે.” અને જો આ વચનના બળથી જ=આચારાંગસૂત્રના વૃત્તિકારના વચનના બળથી જ, ચારિત્રાદિની જેમ સમ્યક્ત્વમાં પણ અભિમુખ, પ્રતિપદ્યમાન અને પ્રતિપન્ન એ ત્રણને જ ગુણશ્રેણીનો સદ્ભાવ હોવાથી સમ્યક્ત્વને અનભિમુખ એવા મિથ્યાદૃષ્ટિનું માર્ગાનુસારીપણું નથી એવો આગ્રહ છે તો સંગમ,