________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
૨૧૫
છતાં અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્ત સંસાર છે અને જૈનદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને ઉત્કર્ષથી અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર છે, તેવો ભેદ કેમ કરી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
બંને અપુનબંધક જીવોમાં માર્ગાનુસારીભાવ સમાન હોવા છતાં પણ જૈનદર્શનની ક્રિયા સર્વજ્ઞ કથિત છે. તેથી એ ક્રિયા કરનારા અપુનબંધક જીવોની પ્રવૃત્તિનો વિષય વિશેષ છે. અર્થાત્ અન્યદર્શનવાળા જીવોની પ્રવૃત્તિના વિષય કરતાં જૈનદર્શનની પ્રવૃત્તિ કરનારા જીવોની પ્રવૃત્તિનો વિષય વિશેષ છે. તેના કારણે જૈનદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને વિશેષ પ્રકારની નિર્મળતારૂપ ફળવિશેષ પ્રાપ્ત થાય છે. તેથી અન્યદર્શનની ક્રિયા કરનારા કરતાં જૈનદર્શનની ક્રિયા કરનારા અપુનબંધકમાં ભેદની પ્રાપ્તિ છે. જેમ કોઈ આરાધક જીવને સામાન્ય સાધુનું દર્શન થાય અને તીર્થકરનું દર્શન થાય તો તે દર્શનકૃત પરિણામના ભેદને કારણે નિર્જરાનો ભેદ થાય છે. તેમ માર્ગાનુસારી ભાવ બંને અપુનબંધક જીવોમાં સમાન હોવા છતાં પણ જૈનદર્શનની વિધિશુદ્ધ ક્રિયા કરનારને તે તે પ્રકારનો કંઈક વિશેષ ભાવ થાય છે. જેથી અન્યદર્શનના અપુનબંધક જીવોથી જૈનદર્શનની ક્રિયા કરનારા અપુનબંધકનો ભેદ પ્રાપ્ત થાય છે.
વળી કોઈક સ્થાને શંકા કરેલી છે કે ભગવાન સર્વ ભવોના નાથ હોય તો અત્યાર સુધી ઘણા તીર્થંકરો થયા. તેમાંથી કોઈ ને કોઈ તીર્થકરો દ્વારા સર્વ ભવ્યજીવોને બીજાધાનાદિની પ્રાપ્તિ થવી જોઈએ; કેમ કે “નાથ” શબ્દનો અર્થ છે કે “યોગક્ષેમ કરનારા”. તેથી જે ભવ્યજીવોને તીર્થકરનો યોગ થયો છે તે ભવ્યજીવોમાં તીર્થકરોએ બીજાધાનાદિનો યોગ અવશ્ય કર્યો હોય તેમ માનવું પડે. અને સર્વ ભવ્યજીવોને આટલા કાળમાં કોઈ ને કોઈ તીર્થકર દ્વારા બીજાધાનાદિ થયું હોત તો અલ્પ એવા એક પુદ્ગલપરાવર્તકાળની અંદર સર્વ ભવ્ય જીવોની મુક્તિ થાય. એ પ્રકારની શંકા કરીને ઉત્તર આપતાં કહ્યું કે સર્વ ભવ્યજીવોને બીજાધાન થતું નથી. પરંતુ તીર્થકરોના સાંનિધ્યથી પણ અપુનબંધકને જ બીજાધાન થાય છે. બીજાધાન થયેલ અપુનબંધકનો પુદ્ગલપરાવર્ત સંસાર નથી. તેથી કોઈને પ્રશ્ન થાય કે આ વચનથી સિદ્ધ થાય છે કે ભગવાનના વચનથી બીજાધાન થયેલા જીવોને પણ એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નથી, માટે જૈનદર્શનની શુદ્ધ ક્રિયા કરનારને ઉત્કર્ષથી અપાઈપુદ્ગલપરાવર્ત સંસારથી અધિક સંસાર નથી તેમ કેમ કહી શકાય ? તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે ભગવત્ પ્રદેય વિચિત્ર બીજની અપેક્ષાએ કોઈક જીવોને ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્ત સંસાર છે. અને કોઈક જીવોને ઉત્કર્ષથી અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર છે. તેથી જેઓ જૈનદર્શનને પામ્યા વિના અપુનબંધકદશાને પામ્યા છે તેમના ભગવત્ પ્રદેય બીજ કરતાં જે અપુનબંધકદશાને પ્રાપ્ત જીવો જૈનદર્શનને પામેલા છે અને વિધિશુદ્ધ ક્રિયા કરે છે તેઓને પ્રાપ્ત થયેલું ભગવત્ પ્રદેય બીજ વિશેષ પ્રકારનું છે. માટે અન્ય અપુનર્ધધક કરતાં ભગવત્ પ્રદેય વિશેષ બીજને કારણે જૈનદર્શનમાં રહેલા અપુનબંધક જીવો બીજાધાન કર્યા પછી ઉત્કર્ષથી અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર પછી અવશ્ય મોક્ષને પામે છે. અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને ભગવદેય બીજ કરતાં જૈનદર્શનમાં રહેલા વિધિશુદ્ધ ક્રિયા કરનારા અપુનબંધક જીવોને ભગવ—દેય