________________
૨૧૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
થાય છે. અને વિષ્ટાની જેમ આત્માને મલિન કરનારા ભોગો પ્રત્યે જેમ જેમ હેયબુદ્ધિ થાય છે તેમ તેમ મોક્ષમાર્ગમાં સમ્યગુ યત્ન કરીને તે અપુનબંધક જીવો અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
મુક્તિઅષકાળમાં તે અપુનબંધક જીવો ઉત્કર્ષથી ચરમપુદ્ગલપરાવર્તના વ્યવધાનથી મોક્ષ પામે તેવી ભૂમિકાવાળા છે તેમાં ગ્રંથકારશ્રી યોગબિંદુ સૂત્રની વૃત્તિની સાક્ષી આપે છે. તે આ પ્રમાણે –
“જેઓ અપુનબંધકદશાને પામેલા છે તેમાં થોડાક અંશમાં સ્વગત સંસારની યોગ્યતાની હાનિ થયેલી છે અને તેના કારણે તે જીવો ચરમપુદ્ગલપરાવર્તના વ્યવધાનાદિ દ્વારા મોક્ષના ભાગી થાય છે.”
આ કથનથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – જે જીવો ચરમપુદ્ગલપરાવર્તમાં આવેલા છે. તેના કારણે ભવનો આસંગ કંઈક ઘટેલો હોવાથી મુક્તિઅદ્વેષ અથવા કંઈક મુક્તિનો રાગ પ્રગટ્યો છે તેવા અને અશુદ્રાદિ ગુણવાળા અને કદાગ્રહ જેમનો ગળી ગયો છે તેવા જીવો સમ્યક્તની પ્રાપ્તિના સાંનિધ્યના ઘણા વ્યવધાનવાળા હોય તોપણ સર્વ અપુનબંધક જીવોમાં અવિશેષથી માર્ગાનુસારીપણું સ્વીકારવું જોઈએ.
વળી, કેટલાક અપુનબંધક જીવો શુદ્ધ વંદનાદિ કરે છે અને તેઓને અપાઈપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નથી તેમ પંચાશકમાં કહ્યું છે. તેથી પૂર્વપક્ષીને જણાય કે સર્વ અપુનબંધક જીવોને અપાઈપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર ન હોય તેઓને જ માર્ગાનુસારીપણું આવે છે, અન્યને નહિ. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જે અપુનબંધક જીવો ભાવશુદ્ધ જૈનક્રિયા કરે છે તેઓ કોઈક નિમિત્તથી માર્ગભ્રષ્ટ થાય તોપણ અપાઈપુદ્ગલપરાવર્તમાં મોક્ષને પામે જ. પરંતુ બધા અપુનબંધક જીવો માટે તેવો નિયમ નથી. આથી જ જે જીવોને જૈનદર્શનની પ્રાપ્તિ નથી છતાં તે તે દર્શનમાં રહીને પણ મોક્ષ અર્થે પ્રવૃત્તિ કરનારા છે તેવા અપુનબંધક જીવો ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્તકાળમાં સંસારનો અંત કરશે.
વળી, ગ્રંથકારશ્રીએ કહ્યું કે જૈનદર્શનમાં રહેલા વિધિશુદ્ધ ક્રિયા કરનારા અપુનબંધકને ઉત્કર્ષથી અપાઈપુદ્ગલપરાવર્ત છે. અન્યદર્શનમાં રહેલા અપુનબંધકને ઉત્કર્ષથી અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર નથી. પરંતુ ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્ત સંસાર છે. આથી જ પંચાશકની વૃત્તિમાં એ અર્થનું સમર્થન કરવા માટે આવશ્યકનિયુક્તિનું ઉદ્ધરણ આપેલું છે. વસ્તુતઃ ભાવથી શ્રુતની પ્રાપ્તિ થયા પછી ઉત્કૃષ્ટ અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર છે, તેમ આવશ્યકનિયુક્તિમાં કહેલ છે. તે કથન સમ્યક્તની પ્રાપ્તિ પછી ભાવથી શ્રતની પ્રાપ્તિ થાય છે તેને આશ્રયીને છે; છતાં વિધિશુદ્ધ જૈન ક્રિયા કરનારા અપુનબંધકને પણ ઉત્કર્ષથી તેટલો જ કાળ છે તે બતાવવા માટે વૃત્તિકારે આવશ્યકનિયુક્તિના કથનની સંમતિ બતાવી છે. તેથી ફલિત થાય છે કે મોક્ષ અર્થે જેઓ વિધિશુદ્ધ જૈનદર્શનની ક્રિયા કરે છે તેઓ ઉત્કર્ષથી અપાઈપુદ્ગલપરાવર્તમાં અવશ્ય મોક્ષને
પ્રાપ્ત કરે છે.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનના પણ અપુનબંધક જીવોમાં માર્ગાનુસારી પ્રજ્ઞા છે અને જૈનદર્શનમાં રહેલા પણ અપુનબંધક જીવોમાં માર્ગાનુસારી પ્રજ્ઞા છે. તેથી માર્ગાનુસારી પ્રજ્ઞાભાવ બંનેમાં સમાન હોવા