________________
૨૧૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ કાળમાનથી, સર્વ ભવ્યોની મુક્તિ થાય.” એ પ્રકારની શંકામાં જે પણ હેતુપણાથી કહેવાયું, તે પણ ભગવત્ પ્રદેય વિચિત્ર બીજાધાનની અપેક્ષાએ છે. અર્થાત્ ભગવાનના શાસનમાં રહેલા અપુતબંધકની જે શુદ્ધ ક્રિયા છે અને અત્યદર્શનવાળાની જે બીજાધાનનું કારણ એવી જે ક્રિયા છે તે સર્વરૂપ ભગવદેય વિચિત્ર બીજાધાનની અપેક્ષાએ છે. આથી જ અત્યદર્શનવાળાને ભગવત્ પ્રદેય બીજાધાન કરતાં જૈનદર્શનમાં રહેલા અપુનબંધકને ભગવત્ પ્રદેય બીજાધાન વિલક્ષણ છે આથી જ, પૂર્વસેવાદિની પૃથર્ ગણના વડે જૈનદર્શનની પૂર્વસેવાદિ કરતાં અન્યદર્શનના અપુનબંધકની પૂર્વસેવાદિની પૃથમ્ ગણના વડે, બીજાપાનમાં પુદ્ગલપરાવર્ત અત્યંતર સંસારના કથનની ઉપપત્તિ છે. અન્યથા અન્યદર્શનમાં રહેલા અપુતબંધકની પૂર્વસેવાદિ કરતાં જૈનદર્શનના અપુનબંધકની પૂર્વસેવાદિની પૃથર્ ગણના કરવામાં ન આવે તો, અલ્પતર કાલનું આક્ષેપકપણું હોવાથી=અવ્યદર્શનમાં રહેલા બીજાધાનને કરનારા એવા અપુનર્બલકને પણ અલ્પતર કાલ આક્ષેપકપણું હોવાથી “આને પણ અપુનબંધક જીવને પણ, અપાઈપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નથી” એ પ્રમાણે જ ઉપચાસ કરવા યોગ્ય થાય તે રીતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું જોઈએ. ભાવાર્થ :
વળી ભવાભિમ્પંગથી સંસારની દીર્ઘતા છે અને થોડો પણ ભવાભિમ્પંગ નિવર્તન પામે છે ત્યારે જીવ અપુનબંધક થાય છે એ પ્રમાણેનું શાસ્ત્રવચન હોવાથી જે જીવોમાં થોડો પણ સંસારનો આસંગભાવ નિવર્તન થયો છે તે જીવોમાં અપુનબંધકપણાની સિદ્ધિ છે. વળી ભવના આસંગભાવની નિવૃત્તિ મુક્તિઅદ્વેષથી પણ થાય છે. તેથી જેઓને મુક્તિઅદ્વેષથી ભવનો આસંગભાવ નિવર્તન પામે છે. તેઓને ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્તના વ્યવધાનથી મુક્તિઅદ્દેષ મોક્ષનો હેતુ બને છે.
આશય એ છે કે જેમાં નાના બાળકને કેડબરી આદિ પદાર્થો પ્રત્યે અત્યંત રાગ હોય છે તેથી તે કેડબરી આદિ પદાર્થ ‘છી છે એમ મા કહે તોપણ તે બાળક સ્વીકારતો નથી. પરંતુ કેડબરી આદિ માટે આગ્રહ રાખે છે. વળી તે જ બાળક વિષ્ટાદિમાં પણ હાથ નાંખે છે અને ક્વચિત્ ખાય પણ છે, છતાં કેડબરી જેવો અત્યંત રાગ વિષ્ટાદિમાં નથી. તેથી મા તેને “છી' કહે તો “છી' “છી' કહીને તેનો ત્યાગ કરે છે. તેથી ફલિત થાય છે કે જેવો કેડબરીમાં બાળકને આસંગભાવ=આસક્તિ છે તેવી આસક્તિ વિષ્ટા પ્રત્યે નથી. આથી જ કેડબરીના ત્યાગ પ્રત્યે બાળકને દ્વેષ વર્તે છે અને વિષ્ટાના ત્યાગ પ્રત્યે બાળકને અદ્વેષ વર્તે છે. તેમ જ જીવોને મોક્ષના વિરોધી એવા સંસારના કોઈ પણ પદાર્થ પ્રત્યે ગાઢ રાગ હોય ત્યારે તેઓ તેના ત્યાગ પ્રત્યે વૈષવાળા હોય છે. મોક્ષ સંસારના સર્વભોગોથી રહિત છે. તેથી સંસારના ભોગોમાં જેને ગાઢ આસક્તિ છે તેઓને ભોગના ત્યાગરૂપ મુક્તિ પ્રત્યે દ્વેષ વર્તે છે અને જ્યારે ભોગનો રાગ કંઈક મંદ થાય છે ત્યારે ભોગના ત્યાગરૂપ મુક્તિ પ્રત્યે તે જીવોને અદ્વેષ પ્રગટે છે. બાળકને વિષ્ટાના ત્યાગ પ્રત્યે અદ્વેષ હોવાથી માના વચનથી વિષ્ટાના ત્યાગનો પરિણામ થાય છે. તેમ ભોગના કંઈક આસંગના નિવર્તનથી થયેલી મંદ આસક્તિને કારણે મુક્તિઅષવાળા જીવોને ભોગના ત્યાગ પ્રત્યે ઉપદેશાદિ દ્વારા કંઈક-કંઈક આકર્ષણ