________________
૨૧૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
બીજ વિશેષ પ્રકારનું છે. આથી જ પૂર્વસેવાદિની પૃથર્ ગણના વડે બીજાધાનમાં પુદ્ગલપરાવર્ત અત્યંતર સંસારની ઉપપત્તિ છે.
આશય એ છે કે અન્યદર્શનવાળા જીવો તે તે દર્શનની પૂર્વસેવા કરે છે અને જૈનદર્શનના જીવો પણ પૂર્વસેવાદિ કરે છે. તે પૂર્વસેવા જુદા પ્રકારની હોવાથી અન્યદર્શનના જીવોને પૂર્વસેવાદિથી બીજાધાન પ્રાપ્ત થયે છતે એક પુદ્ગલપરાવર્ત અભ્યતર સંસાર છે એમ જે શાસ્ત્રમાં કહ્યું છે તે સંગત થાય છે. અને જો જૈનદર્શનની પૂર્વસેવા કરનારા જીવો અને અન્યદર્શનની પૂર્વસેવા કરનારા જીવો જે બીજાધાન કરે છે તે સમાન જ હોય તો અન્યદર્શનવાળા જીવોને પણ સંસારપરિભ્રમણનો અલ્પતર કાળ આક્ષેપ થાય. તેથી કહેવું જોઈએ કે અન્યદર્શનમાં બીજાધાન કરનારા જીવોને પણ અપાઈપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નથી, અને તેમ સ્વીકારીએ તો શાસ્ત્રમાં અપુનબંધકને આશ્રયીને એમ જ કહેવું જોઈએ કે અપુનબંધક જીવોને અર્ધપગલપરાવર્તકાળથી કાંઈક ન્યૂન જ સંસાર છે. જેમ સમ્યગ્દષ્ટિને આશ્રયીને તેમ કહેલ છે. પરંતુ શાસ્ત્રમાં તેમ કહેલ નથી માટે અન્યદર્શનવાળા જીવો બીજાધાન કરે છે તેના કરતાં જૈનદર્શનની વિધિશુદ્ધ ક્રિયા કરનારા જીવોનું બીજાધાન વિશેષ છે એ પ્રકારે સૂક્ષ્મબુદ્ધિથી આલોચન કરવું જોઈએ.
અહીં વિશેષ એ છે કે કોઈપણ દર્શનના જીવો સંસારથી અતીત અવસ્થા પ્રત્યેના રાગવાળા થાય છે ત્યારે પોતાના ઉપાય એવા દેવને ગુણવાનરૂપે જાણીને તેમની ઉપાસના કરે છે તે વખતે તે જીવોને રાગાદિથી પર એવા ગુણવાન પ્રત્યે જે રાગ થાય છે તે વીતરાગ પ્રત્યેનો રાગ હોવાથી ભગવત્ પ્રદેય બીજાધાન છે. જૈનદર્શનમાં રહેલ પણ કદાગ્રહ વગર વીતરાગની ઉપાસના કરે છે તે ભગવ—દેય બીજાધાન છે, છતાં જૈનદર્શનની વિશિષ્ટ સામગ્રીના બળથી જૈનદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને જે બીજાધાન થાય છે તે અન્યદર્શનના અપુનબંધક કરતાં વિશેષ કોટિનું નિર્મળ હોય છે. તેથી તેઓનો ઉત્કર્ષથી પણ અપાઈપુદ્ગલપરાવર્તન સંસાર છે. ટીકા :
ये तु वदन्ति मिथ्यादृष्टीनां मार्गानुसारित्वाभ्युपगमे तेषां गुणवत्त्वावश्यंभावाद् मिथ्यात्वेऽपि गुणश्रेण्यभ्युपगमप्रसङ्गः, न चैतदिष्टं, सम्यक्त्वप्रतिपत्तिमारभ्यैव कर्मग्रन्थादौ गुणश्रेण्यभिधानाद् इति तेषामृजुबुद्धीनां हरिभद्राचार्योपदर्शिताऽन्वर्थगुणस्थानपदप्रवृत्तिरेव मिथ्यात्वेऽपि गुणसद्भावसाक्षिणी, गुणश्रेणी च धर्मपृच्छादौ मिथ्यादृशामपि सम्यक्त्वोत्पत्त्याधुपलक्षितैव द्रष्टव्या । यदाहाचारवृत्तिकृद्- (अ.४) 'इह मिथ्यादृष्टयो देशोनकोटीकोटिकर्मस्थितिकाश्च ग्रन्थिकसत्त्वास्ते कर्मनिर्जरामाश्रित्य तुल्याः, धर्मप्रच्छनोत्पन्नसंज्ञास्तेभ्योऽसंख्येयगुणनिर्जरकाः, ततोऽपि पिपृच्छिषुः सन्साधुसमीपं जिगमिषुः, तस्मादपि क्रियाऽऽविष्टः पृच्छन्, ततोऽपि धर्म प्रतिपित्सुः, तस्मादपि क्रियाविष्टः प्रतिपद्यमानः, तस्मादपि पूर्वप्रतिपन्नोऽसंख्येयगुणनिर्जरकः इति सम्यक्त्वोत्पत्तिर्व्याख्यातेति ।' यदि चैतद्वचनबलादेव चारित्रादाविव सम्यक्त्वेऽप्यभिमुखप्रतिपद्यमानप्रतिपन्नत्रयस्यैव गुणश्रेणीसद्भावात् सम्यक्त्वानभिमुखमिथ्यादृष्टेर्न मार्गानु