________________
૨૦૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ ભાવ હતો ત્યારે, જે પ્રકારની સ્કૂલથી તત્ત્વ પ્રતિપત્તિની યોગ્યતા સમ્યક્તને નજીક રહેતા જીવોમાં છે તેવી યોગ્યતા તે અપુનબંધક જીવોમાં પણ હતી. માટે તેમાં માર્ગાનુસારિતાનો અભાવ છે તેમ કહી શકાય નહીં. વળી વદારુ વૃત્તિમાં કહી તેવી જૈનદર્શનના આચારના સ્વીકારરૂપ મુખ્ય તત્ત્વની પ્રતિપત્તિ મેઘકુમારના જીવ હસ્તિ આદિમાં પણ ન હતી. છતાં જેમ મેઘકુમારનો જીવ હસ્તિ આદિના ઉત્તર ભવમાં સમ્યક્ત પ્રાપ્ત કરે છે. તેથી મેઘકુમારના જીવમાં પૂર્વપક્ષીને માર્ગાનુસારિતા અભિમત છે તેમ અન્યદર્શનમાં રહેલા એવા પણ અપુનર્બલકમાં માર્ગાનુસારિતા સ્વીકારવી જોઈએ.
વળી ધર્મબિંદુપ્રકરણના વચનના બળથી એક પુદ્ગલપરાવર્ત શેષ સંસારવાળા અપુનબંધક આદિ જીવોમાં ગુણોથી દેખાતી માર્ગાનુસારિતાનો અપલાપ કરવો જોઈએ નહિ. તેમજ અન્યદર્શનમાં રહેલા પાપાકરણના પરિણામવાળા અપુનબંધકમાં રહેલ માર્ગાનુસારિતાનો પણ અપલાપ કરવો જોઈએ નહીં. માટે જેમ પૂર્વપક્ષી સંગમ, નયસારાદિની જેમ અતિ સંનિહિત સમ્યક્તની પ્રાપ્તિવાળા જીવોમાં માર્ગાનુસારીપણું સ્વીકારે છે, તેમ અપુનબંધકાદિ લક્ષણવાળા બધા જીવોમાં માર્ગાનુસારીભાવ સ્વીકારવો જોઈએ. અન્યથા આ જીવ સમ્યક્તને સંનિહિત છે કે નથી તેવો નિર્ણય ન થવાથી અપુનબંધકાદિને ઉચિત ઉપદેશ આપવાની જૈનશાસનની મર્યાદા છે. તેનો ઉચ્છેદ પ્રાપ્ત થાય તેથી જૈનશાસનની ઉપદેશ વિષયક જે કોઈ પ્રક્રિયા છે તે સર્વનો વિલોપ પ્રાપ્ત થાય; કેમ કે અતિશય જ્ઞાની જ નિર્ણય કરી શકે કે આ અપુનબંધક જીવ અવશ્ય તત્કાલ સમ્યક્ત પામશે. જ્યારે સામાન્ય છદ્મસ્થ એવા ઉપદેશકો તો શાસ્ત્રવચનથી અપુનબંધકાદિ જીવોના લિંગોને જાણીને એવા જીવોમાં વર્તતા માર્ગાનુસારી ભાવને અનુરૂપ ઉચિત દેશના આપે છે. ટીકા -
किञ्च, बीजादीनां चरमपुद्गलपरावर्त्तभावित्वस्य तत्प्राप्तावुत्कर्षत एकपुद्गलपरावर्त्तकालमानस्य तेषां सान्तरेतरत्वभेदस्य च प्रतिपादनान सम्यक्त्वातिसंनिहितमेव मार्गानुसारित्वं भवतीति नियमः श्रद्धेयः । तदुक्तं पञ्चमविंशिकायाम्
बीजाइकमेण पुणो जायइ एसुत्थ भव्वसत्ताणं । णियमा न अन्नहा वि हु(उ) इट्ठफलो कप्परुक्खुव्व ।। बीजंविमस्स णेयं दट्टणं एयकारिणो जीवे । बहुमाणसंगयाए सुद्धपसंसाइ करणिच्छा ।। तीए चेवणुबन्धो अकलंको अंकुरो इहं णेओ । कट्ठे पुण विण्णेया तदुवायन्नेसणा चित्ता ।। तेसु पवित्ती य तहा चित्ता पत्ताइसरिसिगा होइ । तस्संपत्तीइ पुष्पं गुरुसंजोगाइरूवं तु ।।