________________
૨૦૧
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ અસહ્વાહના પરિત્યાગથી જ તત્વની પ્રતિપત્તિ માર્ગાનુસારિતા છે. એ રૂપ મુખ્ય તત્વની પ્રતિપત્તિનું મેઘકુમારના જીવ હસ્તિ આદિમાં પણ કહેવા માટે અશક્યપણું છે. તે કારણથી='તે'થી કહેલા કથનનું નિરાકરણ કરીને કહ્યું કે ધર્મના અધિકારી બધાં જ અપુનબંધકાદિને માર્થાતુસારિતાનો અપ્રતિઘાત છે તે કારણથી, સંગમ-નયસારાદિની જેમ અતિ સંનિહિત સમ્યક્તની પ્રાપ્તિવાળા જીવોને જ માર્ગાનુસારીપણું છે. એ પ્રમાણે મુગ્ધ જીવોનું પ્રતારણ માત્ર છે, કેમ કે અપુતબંધક આદિ લક્ષણવાળાઓનો જ તે પ્રકારનો ભાવ છે=માર્ગાનુસારી ભાવ છે. અન્યથા=સર્વ અપનબંધકાદિ લક્ષણવાળા જીવોમાં માર્ગાનુસારી ભાવ સ્વીકારવામાં ન આવે તો તેવા પ્રકારના સંનિહિતપણાનું અલ્પકાળમાં અવશ્ય સમ્યક્ત પામશે એવા પ્રકારના સંનિહિતપણાના અનિશ્ચયમાં અપુનબંધકાદિનો ઉપદેશ પણ ઉચ્છેદ પામે. તેથી સકલ જૈન પ્રક્રિયાના વિલોપની આપત્તિ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી અત્યંત સમ્યક્તને અભિમુખ એવા મિથ્યાત્વીને માર્ગાનુસારી સ્વીકારે છે. અને તેના બળથી માર્ગાનુસારીને અર્ધપુદ્ગલપરાવર્તકાલ ન્યૂન સંસાર છે તેમ સ્થાપન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષી સમ્યક્તને દૂર રહેલા એવા આદિધાર્મિકમાં માર્ગાનુસારીપણું નથી તેમ કહીને શાસ્ત્રમાં અપુનબંધકાદિ ત્રણ ધર્મના અધિકારી છે એ પ્રકારના મૂળ કથનને જ સમજ્યો નથી. અર્થાતુ શાસ્ત્રમાં કહેલ છે કે ધર્મના અધિકારી અપુનબંધક, સમ્યગ્દષ્ટિ અને વિરતિધર છે. તે શાસ્ત્રના વચનનું તાત્પર્ય જ પૂર્વપક્ષી જાણતો નથી.
કેમ જાણતો નથી ? તેમાં યુક્તિ આપતાં કહે છે – સમ્યક્તને સન્મુખ એવા અપુનબંધકને અન્ય અપુનબંધક કરતાં પૃથગુ સ્વીકારીને તેને ધર્મનો અધિકારી પૂર્વપક્ષી સ્વીકારે તો ચારિત્રને અભિમુખ એવા સમ્યગ્દષ્ટિને ચારિત્રને અનભિમુખ એવા સમ્યગ્દષ્ટિ કરતાં પૃથગુ સ્વીકારીને ધર્મના અધિકારી તરીકે પૂર્વપક્ષીને સ્વીકારવો પડે; કેમ કે જેમ સમ્યક્તને સન્મુખ નથી તેવા અપુનબંધકને “માર્ગાનુસારી” નથી તેમ કહેવામાં આવે તો જે સમ્યગ્દષ્ટિ જીવ ચારિત્રને સન્મુખ નથી તેવા સમ્યગ્દષ્ટિ જીવો પણ ચારિત્રના ઉપદેશ માટે યોગ્ય નથી તેમ સ્વીકારવું પડે. અને તેમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં જે અપુનબંધક આદિ ત્રણ ધર્મના અધિકારી કહ્યા છે તેના વિભાગનો વ્યાઘાત થાય. અને એમ માનવું પડે કે સમ્યક્તને સન્મુખ થયેલા એવા અપુનબંધક જીવો માર્ગાનુસારી છે અને અન્ય અપુનબંધક જીવો માર્ગાનુસારી નથી, માટે ધર્મના અધિકારી નથી. ચારિત્રને અભિમુખ એવા સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્ર ધર્મના અધિકારી છે અને ચારિત્રને અનભિમુખ એવા સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રના અધિકારી નથી પરંતુ સ્વભૂમિકાનુસાર ઉચિત ધર્મના અધિકારી છે. અને તેમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં અપુનબંધક આદિ ત્રણ ધર્મના અધિકારી કહ્યા છે. તેના વિભાગનો વ્યાઘાત થાય. માટે જે પ્રમાણે ચારિત્રથી વ્યવહિત એવા પણ સમ્યગ્દષ્ટિનું શમ-સંવેગાદિથી સમ્યગ્દષ્ટિપણું નિશ્ચિત થાય છે. માટે