________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
છે=અતીવ્રભાવથી પાપ કરાવે તેવા પ્રકારના મંદ મિથ્યાત્વ અને અજ્ઞાનાદિ આપાદક જ્ઞાનાવરણીયાદિ કર્મનો દોષ છે. અને ઘોર=રૌદ્ર, એવા ભવને=સંસારને, બહુ માનતો નથી,=બહુમાનનો વિષય કરતો નથી; કેમ કે તેના=ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારના, ઘોરત્વનો બોધ છે. અને ઉચિત સ્થિતિને=અનુરૂપ પ્રતિપત્તિને, સેવે છે; કેમ કે કર્મનું લઘુપણું છે=અનુચિત પ્રવૃત્તિના આપાદક કર્મના વિગમનને કારણે કર્મનું અલ્પપણું છે.
૨૦૦
ક્યાં ઉચિત પ્રવૃત્તિ કરે છે ? તેથી કહે છે
-
સર્વત્ર પણ અર્થાત્ કોઈ એક ઠેકાણે તો દૂર રહો સર્વત્ર પણ, અર્થાત્ દેશ, કાલ, અવસ્થાની અપેક્ષાએ સમસ્ત પણ દેવ, અતિથિ, માતા, પિતા વિગેરેમાં અનુરૂપ પ્રવૃત્તિ કરે છે, એ પ્રમાણે અન્વય છે; કેમ કે મયૂરશિશુના દૃષ્ટાંતથી માર્ગાનુસારિતાનું અભિમુખપણું છે.
કોણ આવો છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
ઉક્ત નિર્વચનવાળો એવો અપુનર્બંધક જીવ આવા પ્રકારની ક્રિયાના લિંગવાળો થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે.” પૂર્વે ગ્રંથકારશ્રીએ અપુનર્બંધકમાં માર્ગાનુસારિતા છે તેમ કહ્યું અને પ્રસ્તુત પંચાશકના ઉદ્ધરણની ટીકામાં માર્ગાનુસારિતાનું અભિમુખપણું કહ્યું, તેથી કોઈને ભ્રમ થાય. તેના નિવારણ માટે કહે છે –
અને અપુનબંધકનું કોઈક સ્થાનમાં માર્ગાનુસારીપણાનું અને કોઈક સ્થાનમાં તેના=માર્ગાનુસારીપણાના, અભિમુખપણાનું દર્શન હોવાથી ભ્રમથી કલુષિત ચિત્ત કરવું નહિ; કેમ કે દ્રવ્ય અને ભાવ યોગના અભિપ્રાયથી=જયાં માર્ગાનુસારિતા કહી છે ત્યાં દ્રવ્યમાર્ગાનુસારિતાના યોગનો અભિપ્રાય છે. જ્યાં માર્ગાનુસારિતાની અભિમુખતાનું કથન છે ત્યાં ભાવમાર્ગાનુસારિતાના અભિમુખભાવના યોગનો અભિપ્રાય છે. તેનાથી ઉભયના અભિધાનનો અવિરોધ છે=અપુનર્બંધકમાં માર્ગાનુસારિતા અને માર્ગાનુસારિતાના અભિમુખપણાના અભિધાનનો અવિરોધ છે.
આનાથી=પૂર્વે “વેન...”થી અત્યાર સુધી કહ્યું તે પ્રમાણે સમ્યક્ત્વને સન્મુખ ન હોય તેવા પણ અપુનર્બંધક જીવોમાં માર્ગાનુસારીપણું સ્થાપન કર્યું એનાથી, આગળમાં કહે છે તે કથન અપાસ્ત થાય છે. અને તે પૂર્વપક્ષીનું કથન આ પ્રમાણે છે – માર્ગાનુસારીપણું હોવાથી-એ પ્રકારના કથનમાં ધર્મબિંદુ પ્રકરણમાં સમ્યગ્ જ્ઞાનાદિ મુક્તિપથરૂપ માર્ગનું અનુવર્તન હોવાથી-એ પ્રમાણે વ્યાખ્યાન હોવાને કારણે, વંદારુ વૃત્તિમાં પણ માર્ગાનુસારી-એ પ્રમાણેના કથનમાં અસગ્રહના પરિત્યાગથી જ તત્ત્વની પ્રતિપત્તિ માર્ગાનુસારિતા છે, એ પ્રમાણે વ્યાખ્યાન હોવાને કારણે, અકરણનિયમાદિ કરનાર પણ મિથ્યાદૃષ્ટિને માર્ગાનુસારીપણું નથી. એમ જે પૂર્વપક્ષી કહે છે તે ‘તેન’થી અપાસ્ત છે; કેમ કે પરને અભિમત એવા સમ્યક્ત્વને અભિમુખની જેમ=પૂર્વપક્ષીને સંમત એવા સમ્યક્ત્વને સન્મુખ એવા માર્ગાનુસારીની જેમ ધર્મના અધિકારી એવા સર્વ પણ અપુનબંધકાદિને યોગ્યપણાથી=સમ્યક્ત્વની પ્રાપ્તિના યોગ્યપણાથી, તત્ત્વની પ્રતિપત્તિ હોવાથી માર્ગાનુસારિતાનો અપ્રતિઘાત છે=સમ્યક્ત્વને સન્મુખ કરતાં દૂરવર્તી એવા એક પુદ્ગલપરાવર્તવાળા અપુનબંધકાદિ જીવોમાં માર્ગાનુસારિતાનો અપ્રતિઘાત છે. અને મુખ્ય તત્ત્વ પ્રતિપત્તિનું=પૂર્વપક્ષીએ વન્દારુવૃત્તિના વચનને ગ્રહણ કરીને કહેલ કે