________________
૩૫
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ પ્રતિસેવાદિથી પણ થાય છે અને ઉત્સુત્રભાષણથી પણ થાય છે અને ઉસૂત્રભાષણથી જે અનંતસંસાર થાય છે તે અન્ય ઉસૂત્રભાષણથી થતું નથી પરંતુ નિયત ઉસૂત્રભાષણથી જ થાય છે.
આ કથનમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે નિયત ઉસૂત્રભાષણથી જ અનંતસંસાર થાય છે, અન્ય ઉત્સુત્રભાષણથી નહિ, એવો અર્થ બતાવનાર કોઈ સૂત્ર પ્રાપ્ત થતું નથી. માટે નિયત ઉસૂત્રભાષણથી અનંતસંસાર થાય છે તેવો નિયમ બાંધી શકાય નહિ. ત્યાં પૂર્વપક્ષીએ કહ્યું કે “ઉત્સુત્રભાષણ કરનારને બોધિનો નાશ અને અનંતસંસાર છે.” ઇત્યાદિ વચનોમાં જે સામાન્ય કાર્યકારણભાવ બતાવાયો છે, ત્યાં તે સૂત્રના અર્થમાં નિયતત્વ નામની વિશેષ કલ્પના કરાય છે. તેથી નિયત ઉસૂત્રભાષણ અનંતસંસારનો હેતુ છે તેવો અર્થ સિદ્ધ થશે.
તેનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે જો નિયત ઉસૂત્રભાષણ કરનારને અનંતસંસાર છે તેમ સ્વીકારવામાં આવે તો કોઈ પણ યથાછંદને અનંતસંસારની પ્રાપ્તિ થઈ શકે નહિ તેમ માનવું પડે; કેમ કે પૂર્વપક્ષના અભિપ્રાયથી યથાછંદ નિયત ઉસૂત્રભાષી નથી અને કોઈ યથાછંદને અનંતસંસાર નથી તેમ સ્વીકારીએ તો “સર્વ પ્રવચનનો સાર” ઇત્યાદિ ભાષ્યવચનનો વિરોધ આવે. તે ભાષ્ય વચનમાં કહ્યું છે કે યથાવૃંદ સાધુ સર્વ પ્રવચનનો સાર અને સંસારના દુઃખથી મોક્ષનું કારણ એવું સમ્યક્ત મલિન કરીને દુર્ગતિ વર્ધક થાય છે. તેથી ફલિત થાય કે યથાછંદ સમ્યક્તને મલિન કરીને દુર્ગતિની વૃદ્ધિ કરે છે અને સમ્યક્ત મલિન થવાથી અનંતાનુબંધીનો ઉદય થાય છે. અને અનંતાનુબંધીના ઉદયકાળમાં મિથ્યાત્વના ઉદયથી અનંતસંસારનું અર્જન થઈ શકે છે. માટે કોઈ પણ યથાછંદને ઉસૂત્રભાષણથી અનંતસંસાર નથી એવું કહી શકાય નહિ.
આ દોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે યથાછંદને અનંતસંસારનું અર્જન ક્લિષ્ટ અધ્યવસાયથી થાય છે. માટે “સર્વ પ્રવચનનો સાર” ઇત્યાદિ ભાષ્યવચનનો વિરોધ થશે નહિ અને ઉન્માર્ગપતિત નિનવને નિયત ઉસૂત્રભાષણથી જ અનંતસંસાર થાય છે તેમ સ્વીકારી શકાશે. આ કથન પણ પૂર્વપક્ષીનું યુક્ત નથી; કેમ કે આમ સ્વીકારવાથી અનંતસંસારની પ્રાપ્તિ પ્રત્યે કોઈ નિયત હેતુ છે તેવો અર્થ પ્રાપ્ત થાય નહિ. પરંતુ ભિન્ન ભિન્ન અધ્યવસાયથી અનંતસંસાર થાય છે તેમ માનવું પડે. વાસ્તવિક રીતે નિયત કાર્ય પ્રત્યે નિયત જ હેતુ હોઈ શકે અને નિયત કાર્ય પ્રત્યે અનિયત હેતુને હેતુરૂપે સ્વીકારી શકાય નહિ તેમ “આકરમાંક સ્યાદ્વાદરત્નાકરમાં કહ્યું છે. આનાથી એ ફલિત થાય કે કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ કરતી વખતે અનંતસંસારની પ્રાપ્તિ થાય છે. તે અનંતસંસારની પ્રાપ્તિ પ્રત્યે તેને અનુરૂપ ક્લિષ્ટ અધ્યવસાય બધાને સમાન જ હોય છે; કેમ કે સમાન અનંતસંસારની પ્રાપ્તિ પ્રત્યે તેને અનુકૂળ ક્લિષ્ટ અધ્યવસાય અસમાન સ્વીકારીએ તો જેવો અધ્યવસાય છે તેવું જ ફળ મળે છે તેવો નિયમ રહે નહિ. કર્મબંધ પ્રત્યેની કાર્યકારણભાવની વ્યવસ્થામાં સમાન અધ્યવસાયથી સમાન જ કાર્ય થાય. તે પ્રકારે કાર્યકારણભાવ સ્વીકારાય છે. ફક્ત મૈથુન પ્રતિસેવના કરનાર જીવ અને ઉત્સુત્રભાષણ કરનાર જીવ સમાન અનંતસંસારનું અર્જન કરે તે વખતે અનંતસંસારના અર્જન પ્રત્યે મિથ્યાત્વના ઉદયરૂપ ક્લિષ્ટતા બંનેની સમાન છે અને ઉત્સુત્રભાષણકાળમાં જે માનાદિ કષાય છે અને મૈથુન પ્રતિસેવનાકાળમાં જે રાગાદિભાવો છે તેને અનુરૂપ અન્ય પ્રકારના પાપબંધમાં પરસ્પર વિલક્ષણતા પ્રાપ્ત થાય.
આ સર્વ કથનથી શું ફલિત થયું ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –