________________
પર
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭
આની વ્યાખ્યા-આ પ્રમાણે-ચતુદશરણગમન અનંતર દુષ્કૃત ગહ કહેવાઈ. તેને કહે છે – અરિહંતાદિના શરણને પામેલો છતો દુષ્કતની હું ગહ કરું છું. કેવું વિશિષ્ટ દુષ્કત ? તેથી કહે છે – જે અરિહંતાદિ વિષયક છે, અથવા ઓઘથી જીવ વિષયક છે. સમ્યગ્દર્શનાદિ યક્ત માર્ગસ્થિત જીવો વિષયક છે. સમ્યગ્દર્શનાદિ રહિત એવા અમાર્ગસ્થિત જીવો વિષયક, પુસ્તકાદિ માર્ગસાધન વિષયક, ખગાદિ અમાર્ગસાધન વિષયક, જે કાંઈ વિપરીત આચરણ કર્યું હોય અવિધિ-પરિભોગાદિરૂપ વિપરીત આચરણ કર્યું હોય, તે ક્રિયાથી અનાચરવા યોગ્ય છે. મનથી અનિચ્છનીય છે. પાપનું કારણ હોવાથી પાપ છે. તે પ્રકારના વિપાકભાવથી પાપઅનુબંધીવાળું છે. આ=સેવાયેલું પાપ ગહિત કુત્સાનું સ્થાન છે. આ દુષ્કત છે; કેમ કે ધર્મ બાહ્યપણું છે. આ ત્યાગ કરવા યોગ્ય છે; કેમ કે હેય છે. કલ્યાણમિત્ર અને ગુરુ ભગવંતના વચનથી આ મારા વડે વિજ્ઞાત છે, આ=દુષ્કત, આ પ્રમાણે છે-પૂર્વમાં કહ્યું એ રીતે ત્યાજ્ય છે, એ પ્રમાણે શ્રદ્ધાથી રોચિત છે—દુષ્કૃત પ્રત્યે જુગુપ્સા થાય તેવા પ્રકારના દર્શનમોહનીય ક્ષયોપશમથી જન્ય શ્રદ્ધાથી રોચિત છે. અરિહંત-સિદ્ધ સમક્ષ હું ગઈ કરું . કેવી રીતે ગહ કરું છું ? તેથી કહે છે –
આ દુષ્કત છે, આ ત્યાગ કરવા યોગ્ય છે. એ પ્રકારના અધ્યવસાયથી ગહ કરું છું. આ પ્રસંગમાં દુષ્કૃત-ગહના પ્રસંગમાં, 'મિચ્છામિ દુક્કડમ્ એ પાઠ ત્રણ વાર બોલવો.
હવે પૂર્વપક્ષી કહે કે પારભવિક પણ હિંસાદિ પાપના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય, પરંતુ ઉસૂત્રભાષણજનિત પાપના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય નહીં; કેમ કે ઉસૂત્રભાષી એવા નિતવોને ક્રિયાના બળથી=સંયમની ક્રિયાના બળથી, દેવ-કિલ્બિષિકપણાની પ્રાપ્તિ થવા છતાં પણ ત્યાં દેવભવમાં, પોતાના કરાયેલા પાપના પરિજ્ઞાનનો અભાવ હોવાના કારણે=પૂર્વભવમાં જે ઉસૂત્રભાષણરૂપ પાપ પોતે કર્યું તે પાપનું જ્ઞાન વિભંગજ્ઞાતથી તેઓને નહીં થતું હોવાને કારણે, દુર્લભબોધિપણું કહેલ છે. અર્થાત્ નિહલવો દેવભવમાં દુર્લભબોધિ છે તેમ શાસ્ત્રમાં કહેલ છે. જે પ્રમાણે આગમ છે. “દેવત્વને પામીને પણ દેવ કિલ્બિષિકમાં ઉત્પન્ન થયેલો એવો આ ત્યાં પણ જાણતો નથી. શું કૃત્ય કરીને આ ફળ=કિલ્બિષિકપણાનું ફલ છે ? ત્યાંથી પણ ઍવીને આ તે દેવ એડમૂકતાને પામશે. નરકને અથવા તિર્યંચ યોનિને પામશે. જ્યાં બોધિ સુદુર્લભ છે.
આ વૃત્તિ છે=દશવૈકાલિકસૂત્રતા પાઠની આ વૃત્તિ છે. જે આ પ્રમાણે – દેવત્વને પામીને પણ એવા પ્રકારની ક્રિયાના પાલનના વશથી–દેવગતિનું કારણ બને એવી સંયમની ક્રિયાના પાલનના વશથી, દેવ કિલ્બિષિક નિકાયમાં ઉત્પન્ન થયેલો ત્યાં પણ દેવભવમાં પણ, આ જીવ વિશુદ્ધ અવધિજ્ઞાનના અભાવને કારણે “શું મારા કૃત્યને કરીને આ કિલ્બિષિકદેવત્વરૂપ ફળ છે?" એ જાણતો નથી. આના–તે દેવના, દોષાંતરને કહે છે અન્ય અશુભ ફળને કહે છે. ત્યાંથી પણ=દેવલોકથી પણ, ચ્યવીને આ દેવ એડમૂકતાને પ્રાપ્ત કરશે=બકરાની જેમ બેં બેં કરે એવા મૂંગા મનુષ્યભવને પ્રાપ્ત કરશે અને નરક અથવા તિર્યંચને પરંપરાએ પ્રાપ્ત કરશે, જ્યાં=જે સકલ ભવોમાં, બોધિ સુદુર્લભ છે=જે સકલ ભવોમાં સકલ સંપત્તિનું કારણ એવા જિનધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. અહીં ઉદ્ધરણની ગાથામાં, એડમૂકતાને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે વાચ્ય હોતે છતે વારંવાર ભવની પ્રાપ્તિને બતાવવા માટે ભવિષ્યકાળમો નિર્દેશ
કર્યો છે.