________________
CO
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
તેની અપેક્ષાએ, અચરમપુદગલપરાવર્તવર્તી શાક્યાદિ પણ ઉન્માર્ગગામી ન થાય એથી “કુપ્રવચન પાખંડી સર્વ ઉન્માર્ગ પ્રસ્થિત છે” ઈત્યાદિ પ્રવચનનો વિરોધ છે. વળી ‘વિષ્યથી ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને અન્ય દોષ આપે છે –
વળી આ રીતે ધર્મબુદ્ધિથી વિરુદ્ધ ક્રિયાના કરણને કારણે ઉન્માર્ગગામીપણું જે પ્રમાણે વ્યક્ત મિથ્યાત્વતા ઉપષ્ટભથી ચરમ પુદ્ગલપરાવર્તમાં જ છે, તે પ્રમાણે ધર્મબુદ્ધિથી હિંસા કરણને કારણે હિંસકપણું પણ ત્યારે જ છે ચરમ પુદ્ગલપરાવર્તમાં જ છે. એથી અચરમ પુદ્ગલપરાવર્તમાં હિંસકપણું આદિ પણ નહીં થાય. એથી સર્વત્ર વૈરાશિક મતના અનુસરણમાં નિજગૃહ, ઉન્માર્ગગામી અને માર્ગગામિત્વરૂપ અને હિંસકત્વ, અહિંસકત્વ, હિંસક-અહિંસક ઉભયના અભાવરૂપ વૈરાશિકના મતમાં જૈન પ્રક્રિયાના મૂલથી જ વિલોપની આપત્તિ હોવાથી અત્યંત અસમંજસ છે. તે કારણથી=પૂર્વપક્ષી કહે તે કથન અત્યંત અસમંજસ છે તે કારણથી, દુર્ભવ્યોની જેમ અભવ્યોને યોગ્યતાનુસારથી આભિગ્રહિક વ્યક્ત મિથ્યાત્વના સ્વીકારમાં દોષ નથી. એ પ્રમાણે માનવું જોઈએ. ભાવાર્થનવીન કલ્પના કરનાર પૂર્વપક્ષી અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ સ્વીકારતો નથી. તેને દોષ આપતાં ગ્રંથકારશ્રી પ થી કહે છે – પાલક પ્રવચનનો પ્રત્યેનીક અને અભવ્ય જીવ છે અને સંગમ અરિહંતનો પ્રત્યેનીક અને અભવ્યનો જીવ છે. આવા જીવોને તે પ્રકારના નિમિત્તને પામીને વ્યક્તતર મિથ્યાત્વનો ઉદય ઉદીરણાને પામે છે. તેથી તેઓને જુદા જુદા પ્રકારના વિકલ્પો થયેલા તેમ શાસ્ત્રમાં સંભળાય છે. માટે અભવ્યને વ્યક્ત મિથ્યાત્વ છે તેમ સ્વીકારવું જોઈએ.
આશય એ છે કે જે જીવો તત્ત્વના વિષયમાં કોઈ વિકલ્પ કરતા નથી અને મુગ્ધ છે તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે કે એકેન્દ્રિયાદિ જીવોને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. જ્યારે પાલકને તો સુસાધુ પ્રત્યેના શ્રેષરૂપ કુવિકલ્પો વ્યક્ત વર્તી રહ્યા છે, તેથી પાલકમાં વ્યક્ત મિથ્યાત્વ છે અને ઈન્દ્ર મહારાજાએ વીર ભગવાનના સત્ત્વની પ્રશંસા કરી ત્યારે મનુષ્યનું આવું સત્ત્વ સંભવે નહિ એમ કહીને તેમને ધ્યાનથી ચલાયમાન કરવા માટે સંગમ વ્યક્ત કુવિકલ્પ કરે છે માટે પાલક, સંગમાદિ જીવોને વ્યક્ત મિથ્યાત્વ છે તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ.
અહીં પાલક અને સંગમને ઉદીર્ણ વ્યક્તતર મિથ્યાત્વ મોહનીયના ઉદયવાળા કહ્યા તેથી એ પ્રાપ્ત થાય કે પાલકને કે સંગમને જ્યારે તેવા નિમિત્તની પ્રાપ્તિ ન હતી ત્યારે મિથ્યાત્વ મોહનીયનો ઉદય વર્તતો હતો. અને તે પ્રકારની નિમિત્ત સામગ્રીને પામીને તેમાં સત્તામાં રહેલું મિથ્યાત્વ ઉદીરણાને પામે છે તેથી મિથ્યાત્વના પોષક કુવિકલ્પો વ્યક્તતર બને છે. જેના કારણે પાલક સુસાધુઓને ઉપસર્ગ કરે છે અને સંગમ વીર પ્રભુને ઉપસર્ગ કરે છે. વળી અભવ્ય જીવો મોક્ષના કારણભૂત એવા ધર્મમાં પ્રવૃત્તિ કરે છે તે વખતે આ