________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬
૧૭૭ પ્રવર્તે છે. તે તત્ત્વજિજ્ઞાસામૂલ વિચાર જ માર્ગાનુસારિતામાં હેતુ છે, કેમ કે તત્ત્વની જિજ્ઞાસાથી થતા વિચાર દ્વારા જ બધા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. તેથી તેવા પતંજલિ આદિ મહાત્માઓ સ્વમતિ અનુસાર અસદ્ગહનો ત્યાગ કરીને મોહનો નાશ થાય તેવી ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. તેથી તેઓની પોતાના દર્શન અનુસાર કરાતી પાપઅકરણનિયમાદિ ક્રિયા માર્ગાનુસારિતામાં હેતુ છે.
વળી, જેઓ અન્યદર્શનમાં છે પરંતુ વ્યુત્પન્ન નથી તેથી તેઓમાં તત્ત્વજિજ્ઞાસા હોવા છતાં તત્ત્વજિજ્ઞાસામૂલક વિચાર સ્કુરાયમાન થતો નથી તેવા જીવો જૈનદર્શનના સુગુરુને પ્રાપ્ત કરીને ગુરુને પરતંત્ર થઈને જૈનદર્શનની ક્રિયા કરે તો ગુણવાન ગુરુના ઉપદેશના બળથી તે અવ્યુત્પન્ન પણ કલ્યાણના અર્થી જીવો માર્ગાનુસારિતાને પ્રાપ્ત કરે છે. આમ છતાં માર્ગાનુસારિતાની પ્રાપ્તિ પ્રત્યે જૈનદર્શનની ક્રિયા જ હેતુ છે, પરદર્શનને અભિમત ક્રિયા નહીં તે પ્રકારની બુદ્ધિથી જે સર્વજ્ઞશતકકાર પરસમયઅનભિમત સ્વસમયઅભિમત ક્રિયાને જ માર્ગાનુસારિતાનો હેતુ કહે છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી.
અહીં પ્રશ્ન થાય કે જીવમાં માર્ગાનુસારિતાની પરિણતિ પ્રત્યે ક્રિયા કઈ રીતે હેતુ છે ? કેમ કે જૈનદર્શનની ક્રિયા કરનારામાં પણ ઘણા જીવોમાં માર્ગાનુસારી ભાવ પ્રાપ્ત થતો નથી. તેથી કહે છે – ભવાભિનંદીદોષોના પ્રતિપક્ષ એવા ગુણો જ માર્ગાનુસારિતાના હેતુ તરીકે નિયત છે. વળી ક્રિયા ક્યારેક ઉભયાભિમત હેતુ છે. ક્યારેક સ્વસમયાભિમત હેતુ છે. એથી ક્રિયા નિયત હેતુ નથી.
આશય એ છે કે ભવના કારણ પ્રત્યે જે રાગ, તે ભવાભિનંદીભાવ છે. જેઓને ભવના કારણ પ્રત્યેનો લેશ પણ રાગ નથી, કેવલ ભવના ઉચ્છેદનો રાગ છે તેવા જીવો સંપૂર્ણ ભવાભિનંદીદોષ રહિત છે અને તેઓ સમ્યગ્દષ્ટિ છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવને ભોગની ઇચ્છા થાય છે, પરંતુ ભોગ પ્રત્યે રાગ નથી જેમ વિવેકી એવા સંસારી જીવોને ખણજ કરવાની ઇચ્છા થાય છે, પરંતુ ખણજ પ્રત્યે રાગ નથી. આથી જ વિવેકી જીવોને ખણજની ઇચ્છા થાય, ખરજની પ્રવૃત્તિ કરે તો પણ આરોગ્ય પ્રત્યે જ રાગ વર્તે છે. તેથી આરોગ્યના ઉપાયભૂત ઔષધ પ્રત્યે પણ રાગ વર્તે છે. તેમ સમ્યગ્દષ્ટિ જીવોને ભોગની ઇચ્છા થાય, ભોગની પ્રવૃત્તિ કરે તોપણ ભવના કારણભૂત ભોગો પ્રત્યે રાગ નથી પરંતુ ભાવઆરોગ્ય પ્રત્યે રાગ છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો સદા ભવના કારણોને અલ્પ, અલ્પતર કરવા યત્ન કરે છે. જેઓ સમ્યક્ત પામ્યા નથી તેવા જીવોમાં ભવાભિનંદીદોષો છે આમ છતાં જેઓનું મિથ્યાત્વ મંદ થયું છે તેવા યોગની દષ્ટિવર્તી જીવોમાં ભવાભિનંદીદોષોના પ્રતિપક્ષ ગુણો જેટલા-જેટલા પ્રગટ થાય છે તેટલી-તેટલી માર્ગાનુસારિતા પ્રગટ થાય છે. સ્વસમય-પરસમયને અભિમત પાપઅકરણનિયમાદિની ક્રિયા ક્યારેક ભવાભિનંદીદોષોની ન્યૂનતામાં કારણ બને છે તેથી માર્ગાનુસારિતામાં હેતુ બને છે અને ક્યારેક જૈનદર્શનની ક્રિયા ભવાભિનંદીદોષોના નાશનો હેતુ બને છે તેથી માર્ગાનુસારિતાનો હેતુ બને છે.
અહીં પ્રશ્ન થાય કે ઉભય સંમત ક્રિયા માર્ગાનુસારિતાનો હેતુ છે તેમ ન કહેતાં સ્વસમયાભિમત ક્રિયા જ માર્ગાનુસારિતાનો હેતુ છે, તેમ કહેવાથી પણ પરસમયને અભિમત ક્રિયાનો સંગ્રહ થાય છે; કેમ કે તે પરસમયને અભિમત છે માટે માર્ગાનુસારિતાનો હેતુ નથી પરંતુ ઉભયને સંમત હોવાથી જૈનદર્શનને