________________
૧૯૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ सम्यगनुष्ठाननियमप्रतिपादनात् । त्रिप्रकारं ह्यनुष्ठानं सतताभ्यासविषयाभ्यासभावाभ्यासभेदात्, तत्र नित्यमेवोपादेयतया लोकोत्तरगुणावाप्तियोग्यतापादकमातापितृविनयादिवृत्तिः सतताभ्यासः, विषयेऽहल्लक्षणे मोक्षमार्गस्वामिनि वा विनयादिवृत्तिः स विषयाभ्यासः, दूरं भवादुद्विग्नस्य सम्यग्दर्शनादीनां भावानामभ्यासश्च भावाभ्यास इति । तच्च निश्चयतो मोक्षानुकूलभावप्रतिबद्धत्वाद् विषयगतमेव, इत्यपुनर्बन्धकादिः सम्यगनुष्ठानवानेवेति योगमार्गोपनिषद्विदः । ટીકાર્ય :
ગથે વિશુરિત . યોગપનિષક્તિવઃ | પૂર્વપક્ષી અર્ધપુદ્ગલપરાવર્ત ન્યૂન સંસારવાળાને જ માર્ગાનુસારી ભાવ સ્વીકારે છે અને તેની પુષ્ટિ અર્થે અથ'થી કહે છે – સમ્યક્તપ્રાપ્તિની અપેક્ષાથી દ્રવ્યાજ્ઞાનું એકભવિકાદિ ઉચિત યોગ્યતાની સાથે નિયતપણું હોવાથી તેનાથી અધિક વ્યવધાનમાં=સમ્યક્તપ્રાપ્તિમાં બે-ત્રણ ભવથી અધિક વ્યવધાનમાં મિથ્યાષ્ટિને માર્ગાતુસારિતા નથી, એ પ્રમાણે નિર્ણય થાય છે. એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે પ્રતિબંધ ન હોતે છતે અથવા અપરિપાક નહિ હોતે છતે ઉપર ઉપરની ભૂમિકામાં જવાની યોગ્યતા અપરિપાકવાળી નહિ હોતે છતે, અપુનબંધકાદિ એવા માર્ગાનુસારીને ભાવાજ્ઞાનું અવ્યવધાન હોતે છતે પણ=ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં બે-ત્રણ ભવથી અધિક વ્યવધાન નહીં હોતે છતે પણ, પ્રતિબંધાદિમાં દ્રવ્યાજ્ઞા દ્વારા ભાવાજ્ઞાની પ્રાપ્તિ થવામાં પ્રતિબંધક એવાં બલવાન કર્મોની વિદ્યમાનતામાં કે ભાવાજ્ઞાની પ્રાપ્તિને અનુકૂળ યોગ્યતામાં પરિપાકના અભાવમાં, તેના વ્યવધાનનો પણ સંભવ છે=ભાવાજ્ઞાની પ્રાપ્તિના વ્યવધાનનો પણ સંભવ છે,
અહીં પ્રશ્ન થાય કે જે દ્રવ્યાજ્ઞા દ્વારા ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં ઘણા ભવોનું વ્યવધાન હોય તેવી દ્રવ્યાજ્ઞાને એકભવિકાદિ ઉચિત યોગ્યતાવાળી દ્રવ્યાજ્ઞા કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે –
તે કાલમાં પણ=ભાવાજ્ઞાની પ્રાપ્તિના વ્યવધાનવાળી એવી દ્રવ્યાજ્ઞાના પાલનના કાળમાં પણ, ભાવાજ્ઞાના બહુમાનનો અપ્રતિઘાત હોવાથી ઉચિત પ્રવૃત્તિ પ્રધાનપણાને કારણે દ્રવ્યાજ્ઞાનો અવિરોધ છે. એવું ન માનો તો ચારિત્રરૂપ ભાવતવથી એકલવિકાદિથી અધિક વ્યવધાનમાં દ્રવ્યસ્તવના પણ અસંભવનો પ્રસંગ છે; કેમ કે ભાવસ્તવના હેતુપણાથી જ દ્રવ્યસ્તત્વનું પ્રતિપાદન છે. તે=ભાવસ્તવનું કારણ દ્રવ્યસ્તવ છે તે, પંચાશકમાં કહેવાયું છે –
“તે કારણથી જે ભાવસ્તવનો હેતુ છે તે જ અહીં દ્રવ્યસ્તવ જાણવો. અને જે વળી આવા પ્રકારનો=ભાવસ્તવનો હેતુ નથી, તે કેવલ અપ્રધાન જાણવો.”
વળી સમ્યક્તની સાથે ઘણા કાળના વ્યવધાનવાળા પણ અપુનબંધક જીવમાં માર્ગાનુસારી ભાવ સ્વીકારી શકાશે. તે તર્કથી સ્પષ્ટ કરે છે –
અને જો ભાવ લેશના યોગથી વ્યવહિતનું પણ દ્રવ્યસ્તવપણું અવિરુદ્ધ છે તો તેનાથી જ=ભાવસ્તવની