________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭
૧૯૭
વળી, વિવેકસંપન્ન શ્રાવક જેમ આ દ્રવ્યસ્તવ કરે છે તેમ અપુનર્બધકદશાવાળા જીવો પણ સંસારના આશય વગર સ્વબોધાનુસાર સૂત્રવિધિથી દ્રવ્યસ્તવ કરતા હોય કે સ્વબોધાનુસાર ભાવસ્તવના અનુરાગપૂર્વક દ્રવ્યસ્તવ કરતા હોય તો તેઓનું પણ તે દ્રવ્યસ્તવ કંઈક વિલંબનથી પણ ભાવસ્તવનું કારણ બને છે. અને જેઓ એકાંતે ભાવશૂન્ય દ્રવ્યસ્તવ કરે છે તે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ નથી. તેવી રીતે અપુનબંધક જીવો પણ મોક્ષને અનુકૂળ પરિણતિરૂપ ભાવાજ્ઞાના અનુરાગના ભાવલેશથી યુક્ત દ્રવ્યાજ્ઞાનું પાલન કરતા હોય અને વ્યવધાનથી ભાવાજ્ઞાની પ્રાપ્તિ થતી હોય તો પણ તેને દ્રવ્યાજ્ઞા કહેવામાં વિરોધ નથી.
આની પુષ્ટિ કરવા અર્થે યોગબિંદુના વચનથી ગ્રંથકારશ્રી કહે છે કે શાસ્ત્રમાં પાંચ પ્રકારનું અનુષ્ઠાન કહેલું છે. તેમાં વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન ચરમાવર્ત બહારના જીવો કરે છે, કેમ કે તેઓને મોક્ષને અભિમુખ લેશ પણ પરિણામ થતો નથી. અને ચરમાવર્તમાં આવેલા જીવો મોક્ષને અનુકૂળ કંઈક પરિણામપૂર્વક દેવપૂજાદિ અનુષ્ઠાન કરે છે ત્યારે તેઓમાં માર્ગાનુસારી ભાવ છે. આમ છતાં તેઓ ઉત્કર્ષથી એક પુદ્ગલપરાવર્ત સંસારપરિભ્રમણ કરી શકે છે. માટે માર્ગાનુસારી ભાવ અર્ધ પુદ્ગલપરાવર્તથી ન્યૂન જ સંસાર હોય તેઓને જ પ્રાપ્ત થાય છે. એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન યુક્ત નથી.
વળી કેટલાક કહે છે કે અન્યદર્શનવાળાના પાપકરણનિયમાદિને સુંદર કહેવામાં આવેલા છે તે હિંસાસક્ત મનુષ્યના મનુષ્યપણા જેવા સ્વરૂપથી યોગ્યતાની અપેક્ષાએ છે. વસ્તુતઃ મિથ્યાદષ્ટિ જીવોનો પાપાકરણનો નિયમ પણ સુંદર નથી. તેનું તે વચન એકાંતે સુંદર નથી; કેમ કે અસદુગ્રહથી દૂષિત એવા જીવોનું પાપાકરણનો નિયમ સ્કૂલથી સુંદર દેખાવા છતાં પરમાર્થથી સુંદર નથી. પરંતુ જેઓનું મિથ્યાત્વ કંઈક મંદ થયેલું છે તેના કારણે તત્ત્વ જોવાને અભિમુખ માર્ગાનુસારી ઊહ જેઓમાં વર્તે છે તેવા મિથ્યાદૃષ્ટિ જીવોનું પાપાકરણનિયમ સમ્યક્તની પ્રાપ્તિનો હેતુ હોવાથી સુંદર જ છે. આથી અસહથી દૂષિત બાહ્યથી જૈનશાસનને પામેલા પણ અને દુષ્કર અનુષ્ઠાન કરનારા પણ જીવોનું અસગ્રહથી દૂષિત ચારિત્ર સુંદર નથી અને મંદ મિથ્યાત્વી અપુનબંધક જીવોનું સ્થૂલથી આચરાતું ચારિત્ર પણ સુંદર છે.
વળી અપુનબંધકાદિ જીવોને સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસના ભેદથી ત્રણ પ્રકારનું સમ્યગું અનુષ્ઠાન હોય છે. (૧) સતતાભ્યાસઅનુષ્ઠાન :
ઉપાદેય બુદ્ધિથી હંમેશાં માતા-પિતાદિના વિનયની પ્રવૃત્તિ સતતાભ્યાસ છે. કેમ તે પ્રવૃત્તિ સતતાભ્યાસ છે? તેથી કહે છે –
લોકોત્તર ગુણની પ્રાપ્તિની યોગ્યતાનું આપાદક તે અનુષ્ઠાન છે. આશય એ છે કે જેઓનું મિથ્યાત્વ મંદ થયું છે તેમાં ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રકૃતિ પ્રગટે છે. વળી પોતાના જીવનમાં બાહ્ય રીતે ઉપકારી એવા માતા-પિતાની વિનયાદિની પ્રવૃત્તિ પ્રાથમિક ભૂમિકામાં ઉચિત પ્રવૃત્તિ છે. અને પ્રકૃતિ ભદ્રક જીવો તેવી ઉચિત પ્રવૃત્તિ જીવનમાં સતત સેવે છે. તેથી ઉચિત પ્રવૃત્તિના સેવનરૂપ સતતાભ્યાસ માતા-પિતાના વિનયાદિરૂપ છે.